________________
૩૭૬
ઉપદેશપદ : ભાગ-૧ પ્રશ્ન-“પ્રાયઃ સર્વજીવોની’ એમ પ્રાયઃ શા માટે કહ્યું છે ?
ઉત્તર–જે જીવો અવ્યવહાર રાશિમાં રહેલા છે, તથા જે જીવોને અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા ને હજી અલ્પકાળ થયો છે, તેવા જીવોની દ્રવ્યલિંગ ક્રિયા અનંત નથી થઈ. આથી તેવા જીવોને છોડીને સર્વજીવો સમજવા એમ જણાવવા પ્રાયઃ સર્વ જીવોની એમ પ્રાયઃ કહ્યું છે.
પ્રશ્ન-દ્રવ્યલિંગ ક્રિયામાં કષાયો પ્રવર્તતા નથી છતાં શુદ્ધ ધર્મનું બીજ કેમ ન થયું?
ઉત્તર-દ્રવ્યલિંગ ક્રિયામાં કોઈક રીતે કષાયોની પ્રવૃત્તિ ન થવા રૂપ લેગ્યાની શુદ્ધિ હોવા છતાં અનંતભવ ભ્રમણની યોગ્યતારૂપ સહજ ભાવમલ હજી પણ ઘણો હોવાથી શુદ્ધ ધર્મનું બીજ ન થયું. કહ્યું છે કે
एतद् भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । વરોત્યmતો , મહત્ વા ન વેત્ વત્ યો. દ સ રૂ. | આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે–
ભાવમલ ઘણો જ ક્ષીણ થઈ જાય ત્યારે મનુષ્યોને યોગબીજોનું ગ્રહણ થાય છે, અર્થાત્ ભાવમલ ઘણો જ ક્ષીણ થઈ જાય ત્યારે મનુષ્યો યોગબીજોને ગ્રહણ કરે છે– લે છે. અવ્યક્ત ચૈતન્ય જીવ ક્યાંય ધનોપાર્જન અને ધાર્મિક અનુષ્ઠાન આદિ મોટું કાર્ય કરતો નથી, કિંતુ વ્યક્તચૈતન્ય જ કરે છે.
ભાવમલ- ભાવમલ એટલે તે તે પગલાદિની સાથે સંબંધની યોગ્યતા, અર્થાત્ આત્મામાં રહેલી કર્મસંબંધની યોગ્યતા એ ભાવમલ છે. (યો.બિ.ગા.૧૬૪) આ ભાવમલા પુગલ પરાવર્તાનો આક્ષેપક છે–ખેંચનાર છે, અર્થાત્ આ ભાવમલના કારણે સંસારમાં જીવના પુદ્ગલપરાવર્તી થાય છે, એથી ભાવમલ જેટલો વધારે તેટલા પુદ્ગલપરાવર્તી વધારે થાય.
મનુષ્યો- ચારગતિના જીવો યોગબીજોને ગ્રહણ કરી શકે છે. આમ છતાં મોટા ભાગે યોગબીજ ગ્રહણના અધિકારી મનુષ્યો છે. માટે અહીં મનુષ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
અવ્યક્તચૈતન્ય- અવ્યક્ત ચૈતન્ય એટલે હિત-અહિતના વિવેકથી રહિત બાલજીવ. વ્યક્તચૈતન્ય એટલે હિત-અહિતના વિવેકથી યુક્ત.
જેવી રીતે વ્યવહારમાં હિત-અહિતના વિવેકથી રહિત બાળક ધનોપાર્જન આદિ મોટું કાર્ય કરતો નથી, કિંતુ હિત-અહિતના વિવેકથી યુક્ત યુવાન વગેરે જ કરે છે, તેવી રીતે પ્રસ્તુતમાં આધ્યાત્મિક દૃષ્ટિએ હિત-અહિતના વિવેકથી રહિત બાળજીવ ધાર્મિક અનુષ્ઠાન (શુભ ભાવથી) કરતો નથી, કિંતુ હિત-અહિતના વિવેકથી યુક્તજીવ જ કરે છે. જેનામાં