________________
૪૦
ઉપદેશપદ : ભાગ-૧ लिङ्गानां-चिह्नानां तस्यामाज्ञायां सत्यां भावः-सत्तालक्षणो वाच्यः । द्वयोरपीत्युत्तरेण योगः । तत्राप्रधानायां स तावदुच्यते । न-नैव तदर्थालोचनमाज्ञाभिधेयार्थपर्यालोचनं, न गुणरागः-नाज्ञाप्ररूपकाध्यापकादिपुरुषगुणपक्षपातः, तथा न विस्मयोऽहो ! मयाऽप्राप्तपूर्वेयं जिनाज्ञाऽनादौ संसारे कथञ्चित् प्राप्तेत्येवंरूपः; तथा न भवभयंसंसारभीतिः, सामान्येनाज्ञाविराधनायां वा, एतावन्त्यप्रधानद्रव्याज्ञाया लिङ्गानि । प्रधानद्रव्याज्ञाया इति विपर्यासश्च-पूर्वोक्तलिङ्गव्यत्ययः पुनः यथा, तदर्थालोचनं गुणरागो विस्मयो भवभयं चेति द्वयोरपि प्रधानाप्रधानार्थयोर्द्रव्यशब्दयोः प्रयोगे सतीति ॥२५७॥
હવે પ્રધાન અને અપ્રધાન દ્રવ્યાશાનાં લક્ષણોને કહેવા માટે ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– પ્રધાન દ્રવ્યાજ્ઞાની અને અપ્રધાન દ્રવ્યાજ્ઞાનાં જે લક્ષણો હોય તે લક્ષણો કહેવા જોઈએ. તેમાં અપ્રધાન દ્રવ્યાજ્ઞાનાં લણક્ષો આ પ્રમાણે છે–(૧) તદર્થાલોચન (૨) ગુણરાગ (૩) વિસ્મય અને (૪) ભવભય, આ ચારનો અભાવ હોય. પ્રધાન દ્રવ્યાજ્ઞાનાં લક્ષણો આનાથી વિપરીત છે. અર્થાત્ પ્રધાન દ્રવ્યાજ્ઞામાં તદર્થાલોચન વગેરે ચાર હોય.
ટીકાર્થ– (૧) તદર્થાલોચને–તદર્યાલોચન એટલે આજ્ઞાના અર્થની વિચારણા કરવી.
(૨) ગુણરાગ-આજ્ઞાન પ્રરૂપક અને અધ્યાપક આદિ પુરુષોના ગુણો ઉપર પક્ષપાત રાખવો તે ગુણરાગ.
(૩) વિસ્મય–અહો! અનાદિ સંસારમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય તેવી જિનાજ્ઞા કોઈ પણ રીતે મને પ્રાપ્ત થઈ છે એવો વિસ્મય. . (૪) ભવભય-ભવભય એટલે સંસારભય, અથવા સામાન્યથી આજ્ઞાની વિરાધનાનો ભય. (૨૫૭)
प्रागप्रधानार्थद्रव्यशब्दप्रयोगचिन्तायामङ्गारमईकः केवल एवोक्तः । साम्प्रतं यौगपद्येन प्रधानाप्रधानार्थद्रव्यशब्दं नियोजयन्नङ्गारमईकगोविन्दवाचकावुररीकृत्याह
अंगारमद्दगो च्चिय, आहरणं तत्थ पढमपक्खम्मि । गोविंदवायगो पुण, बीए खलु होति णायव्वो ॥२५८॥
૧. તદર્થાલોચન શબ્દમાં ત, અર્થ અને આલોચન એમ ત્રણ શબ્દો છે. તેમાં તદ્ શબ્દથી આજ્ઞા સમજવી.
આલોચન એટલે વિચારણા. આજ્ઞાના અર્થની વિચારણા તે તદર્થાલોચન. ૨. ઉપદેશ રહસ્ય ગાથા - ૧૯