________________
ઉપદેશપદ : ભાગ-૧
૪૨૯ સર્વેનો સત્કાર કરાયે છતે સુખાસનો પર બેઠા ત્યારે રાજા પૂછે છે કે ધારિણી દેવીએ જોયેલા આ સ્વપ્નનું શું ફળ મળશે? તેઓ પણ પરસ્પર પોતાના સ્વપ્નશાસ્ત્રોની વિચારણા કરીને વિકસિત મુખકમળવાળા કહે છે કે તે સ્વામિન! જિનેશ્વર અને ચક્રવર્તીઓની માતાઓ હાથી આદિ મંગળ કલાપ (સમૂહ) કરનારા આ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે. જેમકે-ગજ, વૃષભ, સિંહ, અભિષેક કરતી લક્ષ્મી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મ સરોવર, સાગર, દેવ વિમાન, રત્નનો ઢગલો અને અગ્નિ. જે વાસુદેવની માતા છે તે આમાંથી કોઇપણ સાત સ્વપ્નો જુએ છે, બળદેવની માતા આમાંથી ચાર સ્વપ્નો જુએ છે, માંડલિક રાજાની માતા પુત્રના ગર્ભના લાભ કાળે આમાંથી કોઈપણ એક સ્વપ્નને જુએ છે. તેથી આને ઉત્તમ પુત્ર થશે અને સમયે રાજ્યનો સ્વામી અથવા મુનિ થશે. જેઓને રાજા તરફથી ઘણી આજીવિકા મળી છે એવા તેઓ પોતાના ઘરે ગયા અને તે ધારિણીદેવી સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. ત્રણ માસ પૂર્ણ થયે છતે તેને અકાલમેઘનો દોહલો થયો. (૧૯) જેમકે
હું સેચનક હસ્તિરાજ ઉપર આરૂઢ થઈ હોઉં તથા મારી ઉપર આતપત્ર ધરેલું હોય, શ્રેણિકરાજાથી યુક્ત હોઉં. પરિવાર સહિત હોઉં, વર્ષાલક્ષ્મીની સમૃદ્ધિથી નગર સુશોભિત હોય, વૈભારગિરિના પરિસરમાં તથા ચારેબાજુ પર્વતમાંથી નીકળતી નદીઓ વહેતી હોય, મયૂરોના સમૂહો નાચતા હોય, દિશાચક્ર ઉદંડ વિદ્યુતદંડના આડંબરથી સુશોભિત હોય, દેડકાઓના સમૂહના અવાજોથી આકાશ વિવરો પુરાયેલા હોય, પથરાયેલા લીલા વસ્ત્રોની જેમ પોપટના પીંછા જેવા વનસ્પતિના લીલા અંકુરોથી પૃથ્વીવલય શોભતું હોય, ત્યારે સર્વ અલંકારને પહેરીને હું ફરતી હોઉં તો આ જન્મ કૃતાર્થ માનું. તે દોહલો પરિપૂર્ણ થશે કે કેમ એવો સંદેહ થયો ત્યારે દુર્બળ દેહવાળી અને નિસ્તેજ થઈ. શરીરની ચાકરી કરનાર સેવિકાઓ તેવી અવસ્થાવાળી તેને જોઈને રાજાને કહ્યું કે હે દેવી દેવી હમણાં નિસ્તેજ દેખાય છે. આ પ્રમાણે દેવીના વૃત્તાંતને સાંભળીને રાજા સસંભ્રમ થયો અને તેની પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગ્યો-દુર શત્રુઓ જેના વડે પરાભવ કરાવે છતે તથા હું ક્રોધી થયે છતે શત્રુઓમાં એવો કોણ છે જે તારો સ્વપ્નમાં પરાભવ કરવા સમર્થ છે? સદા જીવિતથી અધિક એવી તારા વિષે મારો પ્રણયભંગ પણ થયો નથી. ઇચ્છામાત્રથી તુરત જ ચિંતિત અર્થની પ્રાપ્તિ કરાવાઈ છે. હે દેવી! તારા ચરણરૂપી કમળમાં ભ્રમર સમાન, સર્વ-ઇચ્છિત કરવામાં સમર્થ એવા સખીવર્ગમાં પણ હું દઢ (ઘણાં) શઠત્વને જોતો નથી. બંધુવર્ગમાં તારા આજ્ઞાભંગની પણ સંભવના કરાતી નથી તથા કિંકરવર્ગમાં કોઈ શું કંઈ કરે? આ પ્રમાણે સંતોષના પોષને તોડનારા પ્રતિઘાતક વચનોનો અભાવ હોતે છતે તારા ઉદ્વેગનું શું કારણ છે? હે શરદઋતુના ચંદ્રના જેવી સૌમ્યમુખી! તે તું કહે.