________________
૪૩૪
ઉપદે શપદ : ભાગ-૧ હવે કયારેક ઊનાળો આવ્યો ત્યારે રુક્ષ, કર્કશ, દારુણ તથા જેમાં ઘણી ધૂળની ડમરીઓ ઊડે છે તેવો પવન ફૂંકાવા લાગ્યો. પછી હાથી પરસ્પરના સંઘર્ષથી વૃક્ષોના સમૂહમાં પ્રલયકાળના અગ્નિ સમાન ઉત્પન્ન થયેલા તીવ્ર દાવાનળને જુએ છે. વનો બળે છતે શરણ વિહીન વ્યાપદનો સમૂહ ભુવનતળને ભયંકર અવાજોથી ભરી દેતો પલાયન થયો. ધૂમાળાના ગોટેગોટાથી દિશાઓ ધૂંધળી થઈ. દાવાનળથી સર્વત્ર ઘાસ લાકડાનો સમૂહ ભસ્મીભૂત થયો. તેની જવાળાથી પીડાયેલા શરીરવાળો, સૂંઢને ઘણી સંકોચતો, ભયંકર ચિચિયારી કરતો, લિંડપિંડ (લાદ)ને મૂકતો વેલડીઓના મંડપોને ભાંગતો, સવગે તરસથી પીડાયેલો, યૂથના નાયકપણાને છોડીને ભાગતા એવા હાથીએ એક સરોવરને જોયું, અતિ અલ્પપાણી અને ઘણાં કાદવવાળા અતીર્થ પાસે પહોંચ્યો અને તેમાં ઊતર્યો. સરોવરમાં પાણીને નહીં પી શકતો કાદવમાં ખુંચ્યો અને એક પગલું માત્ર પણ ચાલવા અસમર્થ બનેલો યુદ્ધમાંથી હાંકી કઢાયેલ યુવાન હાથી વડે જોવાયો. તેણે અણીવાળા તીણ દાંતોથી પીઠનો પ્રદેશ ભેદ્યો. ઘણા દુઃખથી સહન કરી શકાય તેવી વેદનાને પામ્યો. સાધિક એકસો વીશ વરસ જીવીને આર્તધ્યાનને પામેલો મરીને આ જ ભરતક્ષેત્રમાં વિંધ્ય પર્વતની તળેટીમાં હાથીરૂપે ઉત્પન્ન થયો. ચારદાંતવાળો, પોતાની દુર્ધર ગંધથી નિયંત્રિત કરાયો છે સર્વ હાથીઓનો દર્પ જેના વડે, સપ્તાંગથી પરિપૂર્ણ, શરદઋતુના વાદળ જેવો. ઉજ્વળ શરીરવાળો એવો તે હાથી કાળથી ભર યૌવનને પામ્યો અને સાતસો હાથીઓનો સ્વામી (નાયક) થયો. ભીલોએ તેનું નામ “મેરુપ્રભ' રાખ્યું. પોતાના પરિવારથી વીંટળાયેલ, લીલાથી ચંક્રમણ કરતો તે (તું) તે વનમાં ક્યારેક ઉનાળામાં સળગેલા ભયંકર દાવાનળને જુએ છે. તત્કાળ જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે ઘણા કષ્ટથી દાવાનળથી પોતાને બચાવ્યો હતો. પછી મેં વિચાર્યું કે આવો દાવાનળ હંમેશા ઉનાળામાં ઉત્પન્ન થાય છે તેથી હું ભવિષ્યના કંઈક પ્રતિઉપાયને વિચારું. પ્રથમ વરસાદ પડ્યો ત્યારે પોતાના પરિવારથી વીંટળાયેલો તું ગંગાનદીના દક્ષિણ કાંઠે સર્વ વૃક્ષોને ઊખેડીને એકસ્થાનમાં દાવાનળ સદંતર ન સળગી શકે તેવા એક મોટા માંડલાને કર્યું. પછી ફરી પણ વરસાદને અંતે પરિજનથી યુક્ત તે જ માંડલાને ફરીથી સર્વથી શોધે છે અર્થાત્ પછી પણ જે કાંઈ ઘાસ તેમાં ઊગ્યું હતું તેને ફરીથી સાફ કર્યું અને ચોમાસા પછી ફરી પૂર્વની જેમ સાફ કર્યું. આ પ્રમાણે દરવર્ષે માંડલું કરીને સુખપૂર્વક રહે છે. (૧૨૧)
૨. તીર્થ–એટલે જ્યાંથી નદી કે સરોવરમાં ઊતરી સામે પાર જઈ શકાતું હોય તેવું સ્થાન, અતીર્થ એટલે
જ્યાંથી નદી કે સરોવરમાં ન ઊતરી શકાય તેવું સ્થાન.