________________
૪૪૨
ઉપદે શપદ : ભાગ-૧
યથોચિત સત્કાર કર્યો. અવસરે સૂરિએ ઉજજૈની નગરી સંબંધી ચૈત્યોની, સંઘની કુશલ વાર્તા પૂછી. તેઓએ જણાવ્યું કે જિનચૈત્યોમાં હંમેશા શ્રેષ્ઠ પૂજાઓ રચાય છે અને રથયાત્રા નીકળે છે અને સુગુરુઓ પાસે નવી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવાય છે. મોક્ષમાં જેને તીવ્ર શ્રદ્ધા છે એવો સંઘ પણ વિન રહિત પોતાની અવસ્થાને ઉચિત ગુરુ. શુશ્રુષાદિ ક્રિયાઓ કરે છે. પરંતુ દુષ્ટશીલ રાજપુત્ર અને પુરોહિત પુત્ર સાધુઓનો પરાભવ કરે છે જેથી સાધુઓનો વિહાર બહાર ગયો, અર્થાત્ સાધુઓ નગરમાં ઊતરતા નથી પણ નગરની બહાર ઉતરે છે. નગરમાં ઉપસર્ગ રહ્યો છે. અર્થાત્ સાધુઓ નગરમાં ઉતરે તો તેઓને ઉપસર્ગો જ થાય છે. તેને સાંભળીને અપરાજિત સાધુને ઘણી ચિંતા થઈ કે અહો! મારો સગો ભાઈ રાજા થઈને આવો પ્રમાદી કેમ થયો? જે ઉત્તમ ચારિત્રને પાળતા, સર્વ જગતને વાત્સલ્ય કરનારા એવા સાધુઓનો દુર્વિનય કરતા કુમારોને નિવારતો નથી. “અરિહંતના ચૈત્યોના શત્રુને તથા જિન પ્રવચનના અવર્ણવાદને સર્વ સામર્થ્યથી અધિક વારણ કરવું જોઈએ.” આ પ્રમાણે આજ્ઞાના અનુસ્મરણથી તે વિચારે છે કે તેઓનો નિગ્રહ કરવાની શક્તિ મારી પાસે છે તેથી તેઓના નિગ્રહમાં મારે મોટી દયાનું પાલન થશે નહીંતર સાધુ ઉપરના પ્રક્વેષથી આવર્જિત (ખેંચાયેલા) અને દુર્જય અજ્ઞાન સમૂહમાં ખુંચેલા, દુઃખથી પીડાયેલા જાતિઅંધની જેમ અનંત સંસારમાં ભમશે, ક્રમથી સાધુની વસતિ(સ્થાન)માં પહોંચ્યો. વંદનાદિ ઉચિત આચાર કર્યો અને પાદ શોધનાદિ કર્યું. ભિક્ષાકાળ થયો એટલે પાત્રાની ઝોળી તૈયાર કરી ગોચરી માટે તૈયારી કરે છે ત્યારે ત્યાં રહેલા સાધુઓએ કહ્યું: તમે આજે અમારા પ્રાથૂર્ણક (મહેમાન) છો તેથી તમે આજે ગોચરી જવાનું માંડી વાળો. પછી અપરાજિત મુનિ કહે છે– હું આત્મલબ્ધિવાળો છું, બીજાએ લાવેલ ગોચરી મને ઉપકારક થતી નથી તેથી સ્થાપનાકુળો, અભદ્રકકુળો તથા લોકમાં જુગુપ્સનીયકુળો છે તે મને બતાવો. એક સાધુએ ક્રમથી તે કુળો બતાવ્યું છતે પ્રત્યેનીક કુમારનું ઘર બતાવ્યું. તેને જાણ્યા પછી અપરાજિત મુનિએ તે સાધુને રજા આપી. પછી અપરાજિત મુનિ મોટા અવાજથી ધર્મલાભ બોલતા તેના ઘરમાં પ્રવેશ્યા. આમ કહ્યું છતે ભયથી વ્યાકુળ થયેલી અંતઃપુરની સ્ત્રીઓ હાથ ચલાવીને મંદસ્વરથી મોટેથી ન બોલવાનો સંકેત કરે છે. પ્રતિકાર કરવામાં ઉત્તમ મુનિ જેટલામાં ઊભા છે તેટલામાં કુમારો તેના શબ્દને સાંભળી, આવીને દરવાજો બંધ કરીને મશ્કરી કરવામાં તત્પર વંદન કરીને કહે છે- હે ભગવન્! તમે નૃત્ય કરો. મુનિ કહે છે કે ગીત અને વાંજિત્ર વિના કેવી રીતે નૃત્ય થઈ શકે ? અહો ! તમને સુખકારક પણ કેવી રીતે થઈ શકે? પછી તેઓ કહે છે કે અમે ગીતાદિ ગાઈશું અને ૨. આત્મલબ્ધિવાળો- પોતાના પુરુષાર્થથી મેળવેલા આહાર-પાણી આદિ વાપરનાર.