________________
४४०
ઉપદેશપદ : ભાગ-૧ - ભગવાને કહ્યું: આણે પૂર્વભવમાં ક્રિયા કરવામાં માયા કરી હતી તેથી આનું ક્રિયાથી વિકલું રૂપ વિપરીત થાય છે. ઘણું કરીને આનું ક્રિયાનું વિપરીતપણું સર્વક્રિયાઓને અનુસરશે અર્થાત્ સર્વક્રિયાઓ આવી વિપરીત થશે. નાટ્યવિધિ" ન્યાયથી આના કેટલાક ભવો આવા વિપરીત ક્રિયાવાળા થશે. (૨૮૦)
વિપર્યાસને જણાવતા કહે છે
વિપર્યસ્ત અને અસંપૂર્ણ ચેષ્ટાના કારણ દહન દેવનું વૈક્રિયશરીરનામકર્મ વગેરે છે. તે તેણે દહનના ભવમાં માયાથી કરેલી ક્રિયાના કારણે છે. (૨૮૧)
જે કારણથી આનું કર્મ સાનુબંધવાળું છે તે કારણથી કેટલાક ભવો સુધી દહનનું ધર્મ અનુષ્ઠાન (સ્વર્ગ-અપવર્ગના લાભના ફળવાળી ક્રિયા) દોષવાળું થશે. શાથી? થોડાક પણ માર્ગની પ્રતિકૂળતાના અભ્યાસથી બંધાયેલ કર્મ મોટા કષ્ટથી ઘણાં દુઃખથી દૂર થશે. (૨૮૨).
હવે પ્રસ્તુત વિષયને કહેતા કહે છે
તેવા પ્રકારના માર્ગમાં પ્રવૃત્ત થયેલા મુસાફરને તાવ આવી જવાથી જેટલી રૂકાવટ થાય તેટલી રૂકાવટ દહનના જીવને થઈ એમ શાસ્ત્રકારો જણાવે છે. તેથી તાવ ઊતરી ગયા પછી મુસાફરનું ગમન અખંડ થાય તેમ પ્રતિબંધક કર્મ ભોગવાઈ ગયા પછી તાત્વિક સમ્યગ્દર્શનાદિ ધર્મની આરાધનાથી દહનનું મોક્ષગમન અખંડ થશે. (૨૮૩) હવે અદ્યત્તના ઉદાહરણને કહે છે
અહંદરનું ઉદાહરણ પરિતુલના કરાયો છે કુબેરના આલયનો વૈભવ જેનાવડે એવું એલપુર નામનું નગર છે, અર્થાત્ એલપુર નગર કુબેરના વૈભવની તોલે આવે એવું સમૃદ્ધ છે. તે નગરમાં બળવાન શત્રુપક્ષનો નાશ કર્યો હોવાથી યથાર્થ નામવાળો જિતશત્રુ રાજા હતો. નિર્મળ સામાદિ નીતિમાર્ગથી સકલપૃથ્વીનું પાલન કરવાથી ઉજ્વળ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેને કમલમુખી નામની રાણી હતી, જે વિનયાદિગુણોરૂપી મણિની ખાણ હતી, લક્ષ્મીની જેમ ૧. નાટ્યવિધિ ન્યાય-રંગભૂમિ ઉપર નટ જેટલા નાટકો કરે તેમાં તેનું ખરું રૂપ હોતું નથી પણ બનાવટી હોય
છે તેમ આ જે ક્રિયા કરવા ધારશે તે ક્રિયા થવાને બદલે અન્ય ક્રિયા થશે. ૨. માર્ગની પ્રતિકૂળતાના થોડા પણ અભ્યાસથી બંધાયેલા કર્મ મોટા કષ્ટથી ઘણાં દુઃખથી દૂર થાય તો માર્ગની
પ્રતિકૂળતાના ઘણા અભ્યાસથી બંધાયેલા કર્મની તો શું વાત કરવી એમ આપ શબ્દનો અર્થ છે. ૩. પત્નવિન એટલે કુબેર.