________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૫૩ ગર્ભની નિષ્પત્તિ થઈ અને સમયે જન્મ થયો. નમસ્કાર બોલવા પૂર્વક પાઠક પીવડાવવામાં આવ્યો. અરિહંત ભગવંતોનું ફરી ફરી સ્મરણ થાય તે માટે અદ્દત્ત નામ પાડવામાં આવ્યું. દેરાસર અને સાધુઓ પાસે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે અબહુમાનથી રડવા લાગે છે. જણાયું છે ધર્મ વિષે નિઃસ્પૃહ ચિત્ત જેનું અને પ્રાપ્ત થયું છે નવયૌવન જેને એવા અહદ્દત્તને માતા-પિતાએ ચાર કન્યા પરણાવી. (૩૧૧)
મૂકે તેને પૂર્વનો વૃત્તાંત જણાવ્યો છતાં પણ અહંદત્તને શ્રદ્ધા ન થઈ પછી વૈરાગ્યથી મૂકે દીક્ષા લીધી. તે મરીને દેવલોકમાં ગયો. દેવલોકમાં રહેલા તેણે અવધિજ્ઞાનથી ઉપયોગ મુક્યો અને જાણ્યું કે આને ગાઢમિથ્યાત્વનો ઉદય થયો છે આ કારણથી મોક્ષમાર્ગ પર શ્રદ્ધા ન થવા રૂપ સંક્લેશ થયો છે. (૩૧૨)
પછી તેને પ્રતિબોધ કરવા જલોદરાદિ મહારોગો ઉત્પન્ન કર્યા. માતા-પિતાએ તેને સાજો કરવા વૈદ્યો બોલાવ્યા અને વૈદ્યોએ રોગોની અનાદરતા કહી (=પ્રતિકાર થઈ શકે તેમ નથી એમ કહ્યું). તેથી ભારે વેદના થઈ. રોગથી ખેદ પામેલો અહંદત્ત અગ્નિમાં પ્રવેશ કરવા ઇચ્છે છે. દેવે શબરનું રૂપ કર્યું અને ઘોષણા કરી કે હું સર્વવ્યાધિનો ચિકિત્સક છું. તેણે તેને તપાસ્યો અને કહ્યું. આ રોગ અતિભયંકર છે તેથી પ્રયત્નથી દૂર થશે. (૩૧૩)
મને પણ આવો વ્યાધિ થયો હતો. તેથી હું પીડા દૂર કરવા આ પ્રમાણે નિઃસંગ થઈ ગ્રામ નગરાદિમાં ફરું છું. આ પણ આ પ્રમાણે ફરશે તો પછી હું તેનો વ્યાધિ મટાવી શકીશ. અહંદત્તે તેમ કરવું કબુલ્યું. (૩૧૪)
પછી તેને ચાર રસ્તે લઈ જઈ માયા કરી. જેમકે ત્યાં જઈ ચત્વર પૂજા કરી એટલે કે ચાર રસ્તા ઉપર બેસી તેવા પ્રકારના મંત્રૌષધાદિ પ્રયોગ કર્યો અને શરીરમાંથી નીકળતા વ્યાધિને પ્રત્યક્ષ બતાવ્યો. તત્પણ વેદના શમી. અને પછી સાજો થયો. પ્રવ્રજ્યા માટે આ અકાલ છે એટલે તેણે સાધુનું રૂપ વિકુવ્યું. દીક્ષા લેવી એ વ્યાધિનો ઉપાય છે એમ જણાવી તેને સાધુનો વેશ માત્ર આપ્યો પરંતુ વિધિપૂર્વક દક્ષા ન આપી. (૩૧૫).
અને દેવ જેવો દેવલોકમાં ગયો કે તુરત સાધુવેશ છોડીને ઘરે આવી ગયો અને પૂર્વની જેમ સ્ત્રી આદિનો પરિગ્રહ કર્યો. પછી દેવે ફરી બીજી વાર વ્યાધિ વિકુબ્ય. સ્વજનો દુઃખી થયા. શબર રૂપ ધરનાર વૈદ્યને જોયો અને ફરી પૂર્વની જેમ જણાવ્યું. (૩૧૬)
આ પ્રમાણે ફરી પણ પૂર્વની જેમ દીક્ષા આપી. પરંતુ જણાવ્યું કે હવે મારી સાથે જ તારે ફરવું પડશે. તેણે સ્વીકાર કર્યો અને તેની પાસે શાસ્ત્રોનો કોથળો ઉપડાવ્યો. તે સ્થાનથી નીકળ્યા અને કહ્યું તારે હંમેશા પણ મારી જેમ ક્રિયા કરવી. (૩૧૭)