________________
૪૫૨
ઉપદે શપદ : ભાગ-૧ સૂથારીમય સર વોનાફો' એ પદોમાં સરણ પદનો અર્થ યથાયોગ્ય ક્રમથી કરતા પ્રથમ સાપને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી રસોયણે ભય પામી કોલાહલ કર્યો અને સાપનો ઘાત કર્યો. મરીને પોતાના પુત્રનો પુત્ર થયો. તે ભવમાં પણ જાતિસ્મરણ જ્ઞાન થયું પછી લજ્જાથી મૌનવ્રત ધારણ કર્યું. કુમારે લગ્ન નહીં કરે છતે ત્યાં ચતુર્ગાની મુનિ પધાર્યા. (૩૦૩)
ચતુર્દાની મુનિએ ક્ષેત્ર વિષે ઉપયોગ મુક્યો. “સમયે આને બોધિ લાભ થાય તેમ કરવું ઉચિત છે એમ વિચારીને એક સાધુ સંઘાટકને ત્યાં મોકલાવ્યો અને સાધુ સંઘાટકે તેના પૂર્વભવ સંબંધિ પાઠ કહ્યો. (૩૦૪).
કેવી રીતે પાઠ કર્યો? સંઘાટકે કહ્યું: હે તાપસ! આ નિરર્થક મૌન વ્રતથી શું? જિનપ્રણીત ધર્મને જાણીને સ્વીકાર કર. કેમકે તું મરીને ડુક્કર થયો, પછી સાપ થયો. પછી પુત્રનો પુત્ર થયો. મુંગો પ્રથમ વિસ્મય પામ્યો પછી વંદન કર્યું, પછી પૃચ્છા કરી કે તમે મારું ચરિત્ર કેવી રીતે જાણ્યું? અમે કંઈ જાણતા નથી, અમારા ગુરુ જાણે છે. તમારા તે ગુરુ. હમણાં કયાં છે? તેઓએ કહ્યુંઃ ઉદ્યાનમાં રહેલા છે. પછી મુંગો ઉદ્યાનમાં ગુરુ પાસે ગયો. ત્યાં જઈ વંદના કરી. ગુરુએ ધર્મદેશના કરી. તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. (૩૦૬)
તેવા પ્રકારનો સંસ્કાર લોકમાં રૂઢ થયો હોવાથી તેનું મૂક' નામ ભુંસાયું નહીં. ત્યારપછી મુંગા તરીકે પ્રસિદ્ધ થયો. આ કારણથી તેનું બીજું નામ મૂક પડ્યું હતું એમ જાણવું. (૩૦૭)
દેવ- અહીં પણ ભાઈના જીવથી ક્યા સ્થાને બોધિ પ્રાપ્ત થશે? જિન- જે સર્વકૂટશ્રેણિમાં પ્રથમ ફૂટ છે તે રમ્યવૈતાઢ્ય સિદ્ધકૂટ ઉપર થશે. દેવ- કઈ રીતે થશે? જિન– જાતિસ્મરણથી થશે. દેવ- તે જાતિસ્મરણ કેવી રીતે થશે? જિન- બે કુંડલથી થશે. (૩૦૮).
પછી તે દેવ કૌશાંબી નગરીમાં મુંગાને સાધવા માટે આવ્યો, અર્થાત્ મુંગો પોતા વિષે અનુકૂળ રહે એ નક્કી કરવા આવ્યો. પછી તીર્થંકરે કહેલા વૃત્તાંતને કહ્યો. પછી વૈતાઢ્યના સિદ્ધકૂટ ઉપર જવાનો સંકેત થયો અને કુંડલની સ્થાપના કરી. પછી સ્મરણ કરવા માત્રથી ફળ આપે એવું ચિંતામણિ રત્ન આપીને દેવ સ્વસ્થાને ગયો. (૩૦૯)
પછી અવન થયે છતે તેનો ઉત્પાદ થયો. માતાને આમ્રફળનો અકાલે દોહલો થયો. દોહલો પરિપૂર્ણ નહીં થયે છતે શરીર કૃશ થયું, તેથી મુંગાને શંકા થઈ અને વિચારણા કરી. શું આ તે જ અહીં ઉત્પન્ન થયો છે કે બીજો કોઈ? પછી તેણે નિશ્ચય કર્યો કે આ તે જ દેવનો જીવ છે, કેમકે જિનેશ્વરો હંમેશા સત્ય વચની જ હોય છે. પછી આ દેવનો જીવ ગર્ભપણે ઉત્પન્ન થયો. ચિંતામણિ રત્નથી અકાળ દોહલાની સિદ્ધિ તુરત થઈ. (૩૧૦)