________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૫૧ પછી શરીરના અવયવોનું સંયોજન કરી, ભિક્ષા ભ્રમણ રૂપ ચર્યા કરીને તે બંનેને દીક્ષા આપી. (૨૯૭)
તેમાં આ ભગવાન અમારા બંનેના ઉપકારી છે એવી વિચારણા રાજકુમારની થઈ. બીજા પુરોહિત પુત્રને પણ આવી જ વિચારણા થઈ પરંતુ અવિધિથી દીક્ષા આપવા સંબંધી ગુરુ ઉપર જરાક પ્રષ થયો. ગુરુ ઉપરના પ્રષની આલોચના નહીં કરવાથી તે દોષ જાવજીવ રહ્યો. તે જ અવસ્થામાં તેનું મરણ થયું અને દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં શબ્દાદિ ઉદાર ભોગો પ્રાપ્ત થયા. ચ્યવન સમયે માળા કરમાયે છતે મહાવિદેહમાં ભગવાનની પાસે જઈને પુરોહિત પુત્રદેવે બોધ અબોધના વિષયમાં પૃચ્છા કરી કે હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું? ભગવાન કહે છે તું દુર્લભબોધિ છે. કહ્યું છે કે-“માન્યજ્ઞાનિક कल्पवृक्षप्रकम्पः, श्रीहीनाशो वाससां चोपरागः। दैन्यं तन्द्रा काम-रागाङ्गभङ्गो, दृष्टिभ्रान्तिવૈપથારતિશા'
માળાનું કરમાવું, કલ્પવૃક્ષનું ધ્રુજવું, કાંતિ અને લજ્જાનો નાશ, વસ્ત્રોનો ઉપરાગ' દીનતા, તન્દ્રા, કામરાગ, અંગભંગ, દૃષ્ટિભ્રાંતિ, ધ્રુજારી અને અરતિ આ ચ્યવન વખતે દેવના લક્ષણો છે. (૨૯૯)
દેવ- દુર્લભબોધિ થવામાં કારણ શું છે? જિન- ગુરુ ઉપર જે થોડો પ્રÀષ થયો તે કારણ છે પણ કોઈ મોટું કારણ નથી. દેવ- ફરી બોધિલાભ કયારે થશે? જિનદેવભવથી પછીના ભવમાં થોડા દિવસોમાં થશે. દેવ- કોનાથી થશે? જિન- પોતાના ભાઈના જીવથી થશે. (૩૦૦)
દેવ– આ ભાઇનો જીવ ક્યાં છે? જિન- કૌશાંબી નગરીમાં છે. દેવ- તેનું નામ શું છે? જિન- તેનું નામ મુંગો છે. તુ શબ્દ આપેલ છે તેનાથી તેનું બીજું નામ મુંગો છે એમ ભિન્ન ક્રમથી જાણવું પણ પ્રથમનું નામ અશોકદત્ત છે. દેવ– આ બે નામ થવામાં કારણ શું છે? આ પ્રમાણે કથામાં કહેવાયેલા સ્વરૂપથી જિનેશ્વરે પૂર્વભવનું કથન કર્યું. (૩૦૧) જેમકે
આ કૌશાંબી નગરીમાં સદા આરંભથી યુક્ત તાપસ શ્રેષ્ઠી હતો. તે મરે છતે પોતાના ઘરે ડુક્કર થયો. પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી રસોયણે તેને માર્યો. કેવા પ્રકારની અવસ્થામાં હણાયો?
બીલાડીએ માંસને એઠું કર્યું ત્યારે ગુસ્સે થયેલી રસોયણે તેને માર્યો. પછી પોતાના ઘરે સાપ થયો.
૧. ઉપરાગ-ભ્રમના કારણે જે વસ્ત્રનો જેવો રંગ હોય તેવો ન દેખાય પણ જુદો જ દેખાય.