________________
૪૪૭
ઉપદે શપદ : ભાગ-૧ મને પણ પૂર્વે આવો રોગ થયો હતો અને સર્વ સંગનો ત્યાગ કરીને અર્થાત્ દીક્ષા લઈને આ રોગ શાંત કરાયો હતો જેથી હમણાં દરેક નગરમાં ફરું છું. આ રોગને દૂર કરવાનો આ જ ઉપાય છે. આ પ્રમાણે તું ભમે (વિહાર કરે) તો હું તારા રોગને દૂર કરું. દુઃખથી દુઃખી થયેલા અહંદને સર્વ અંગીકાર કર્યું. શબર તેને ચાર રસ્તા ઉપર લઈ ગયો અને કપટ કરીને તેને ત્યાં રાખ્યો અને ચાર રસ્તા ઉપર પૂજા કરી પલાયન થતા વ્યાધિને બતાવ્યો. વેદના દૂર થઈ અને ક્ષણથી જ તે સાજો થયો. તેને દીક્ષા આપવા દેવે સ્વયં પણ મુનિરૂપ કર્યું. દિવ્યરૂપથી દીક્ષા આપી અને મુનિનો આચાર બતાવ્યો અને તે દેવ સ્વસ્થાને ગયો. પછી તે પણ દીક્ષા છોડીને ઘરે ગયો તેમજ ભાર્યાદિનો સ્વીકાર કર્યો એટલે તે દેવે તેને ફરીથી વ્યાધિવાળો કર્યો. તેને અતિ વેદનાથી પીડાયેલો જોઈને સ્વજનવર્ગ અતિ શોકાતુર થયો અને શબરના રૂપને ધારણ કરતા વૈદ્યને જુએ છે અને પોતાની કહીકત જણાવે છે. વૈદ્ય પણ પૂર્વની જેમ જ તેને સર્વ કહે છે. હવે અહંદત્ત પણ તે પ્રમાણે સ્વીકારે છે. વૈધે પણ કહ્યું: તારે મારી સાથે પૃથ્વી પર વિહાર કરવો પડશે. તેણે સ્વીકાર કર્યો. પછી તેણે ગોણક નામના શાસ્ત્રના કોથળાને તેને ઊંચકવા આપ્યો. સુપ્રસન્નમુખે આદરપૂર્વક તેણે કોથળાને ઉપાડ્યો. પછી ત્યાંથી નીકળીને દેવે તેને કહ્યું તારે હંમેશા મારી સમાન ક્રિયા કરવી. (૧૨૬)
હવે કોઈક વખત ગામમાં જવાળાના સમૂહથી વિકરાળ અગ્નિ વિદુર્થો અને કોલારવ ઊઠ્યો. પછી તે વૈદ્ય હાથમાં મોટો ઘાસનો પૂળો લઈને જેટલામાં બુઝાવવા વાળા સન્મુખ જાય છે તેટલામાં અહંદત્તે તેને શિખામણ આપી કે આ અગ્નિ બુઝાવવા માટે પાણીની જરૂર છે તો ઘાસના પૂળાથી કેવી રીતે બુઝાવી શકીશ? વૈદ્ય- તું પણ જન્મ-જરા-મરણ સ્વરૂપ આ ભયંકર ભવારણ્યમાં વ્રતને છોડીને સંસારરૂપ દાવાનળ સન્મુખ કેમ જાય છે? તું નિશ્ચયથી સચ્ચરિત્ર નથી પછી તે મુંગો રહ્યો. (૧૨૯).
પછી સન્માર્ગને છોડીને વૈદ્ય ઉન્માર્ગમાં જવા લાગ્યો તેને જોઇને કહે છે કે તે આ સન્માર્ગનો કેમ ત્યાગ કર્યો? તું ભૂલી ગયો હોય તેમ લાગે છે. વૈદ્ય- તું પણ સિદ્ધિમાર્ગને છોડીને સંસારમાર્ગમાં કેમ પ્રયાણ કરે છે? ફરી પણ આને એક દેવકુળમાં પૂજાતી અધોમુખી પડતી પ્રતિમા બતાવે છે. સીધી કરવામાં આવે છતાં પણ અધોમુખી થઈ જાય છે. અહદ્દત- અહો! આ ઘણું વિપરીત છે, જે આ પ્રતિમા આ પ્રમાણે ઊલટી રહે છે. વૈદ્ય- સકલજનને પૂજનીય દીક્ષાને છોડીને સાવદ્ય ઘરકાર્યને કરે છે તે શું વિપરીત નથી? ફરી પણ તે દેવ શાલિબાન્યાદિને છોડીને અત્યંત અનિષ્ટ વિષ્ટાને સતત રસપૂર્વક ભોજન કરતા ડુક્કરને વિદુર્વે છે. અહંદત- આ ડુક્કર અતિ કુત્સિત પ્રકૃતિવાળો છે જે આ ધાન્યોને છોડીને આવા પ્રકારના મળને ખાય છે. વૈદ્ય- તું