________________
૪૩૬
ઉપદે શપદ : ભાગ-૧ સુધી હયાત છે ત્યાં સુધીમાં મારે અંતિમકાળની ક્રિયા અર્થાત્ અનશન કરી સમાધિ સાધી લેવી ઉચિત છે. પછી ભગવંતને પૂછે છે કે તે સ્વામિન્! હું તમારી અનુજ્ઞાથી રાજગૃહીની બહાર આ વિપુલ નામના પર્વત ઉપર વિશેષ તપપૂર્વકના નિષદન(આસન) આદિ કષ્ટવાળા અનુષ્ઠોથી અનશન કરવાની ઈચ્છાવાળો છું. પછી પ્રભુની અનુજ્ઞાને પામેલો શ્રમણસંઘને ખમાવીને અન્ય કૃતયોગી મુનિઓની સાથે ધીમે ધીમે વિપુલ પર્વત ઉપર ચઢે છે. તે પર્વત ઉપર વિશુદ્ધ શિલાતલ ઉપર સર્વ શલ્યથી મુકાયેલો, પંદર દિવસનું અનશન કરીને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો. તેનો બાર વરસનો ચારિત્રપર્યાય થયો. ત્યાંથી અવીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે.
ગાથાનો અક્ષરાર્થ-રાજગૃહી નગરીમાં શ્રેણિક નામનો રાજા અને તેને ધારિણી નામની રાણી હતી. તેણે એકવાર હાથીનું સ્વપ્ન જોયું. પછી ત્રીજે માસે તેને મેઘ (વાદળ) સંબંધી દોહલો થયો. અભયકુમારે દેવતાની આરાધના કરીને દોહલો પૂર્ણ કરાવ્યો. કાળે પુત્રનો જન્મ થયો. (૨૬૪)
તેનું નામ મેઘકુમાર રાખ્યું. ભગવાનની પાસે શ્રાવકનો ધર્મ સાંભળ્યા પછી પ્રથમ વખતે મોક્ષના અભિલાષા રૂપ સંવેગ થયો અને સંવેગથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થઈ. સાંકડા ઉપાશ્રયમાં દરવાજા પાસે તેનો સંથારો આવ્યો. પછી રાત્રે પગાદિના સંઘટ્ટાના નિમિત્તથી ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી સંક્લેશ થયો. હું જ્યારે ગૃહસ્થ હતો ત્યારે આ મારો ગૌરવ કરતાં હતાં. તેથી હું પાછો ઘરે જાઉં એવી ચિંતા થઈ. સવારે ભગવાન વીરે તેને કહ્યું કે રાત્રિએ તે આવું ચિંતવન કર્યું હતું. તમારી વાત સત્ય છે એમ મેધે કબુલ કર્યું ભગવાને કહ્યું તારે આવું વિચારવું યોગ્ય નથી. (૨૬૬)
આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તું સુમેરુપ્રભ નામનો હાથી હતો પછી વૃદ્ધ થયો ત્યારે તું દાવાનળથી દાઝેલો સરોવરમાં અતીર્થથી ઊતર્યો. (૨૬૭).
બે દાંતોવડે હાથીથી ભેદાયેલો તું સાત દિવસ સુધી વેદના ભોગવીને મર્યો. ફરી મેરુપ્રભ નામનો જૂથપતિ હાથી થયો. ફરી દાવાનળ સળગ્યો ત્યારે તને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી વિવિધ અર્થ બોલવા રૂપ (આમ થયું, આમ થશે, તેમ થયું, તેમ થશે ઈત્યાદિ રૂપ) વિભાષા કહેવી. જેમકે પૂર્વભવમાં આવા પ્રકારના દાવાનળથી મારું મરણ થયું છે તેથી હું તેના પ્રત્યુપાય કરું. ૨૬૮). ૧. નિષાદન એટલે આસન વિશેષ અર્થાત્ તપસ્વીઓ તપ કરતી વખતે અથવા ધ્યાન ધરતી વખતે જે જુદી
જુદી રીતે શરીરને રાખે છે તે સિદ્ધાસન વગેરે ૮૪ આસનો છે. આમાં પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વીરાસન એ પાંચ મુખ્ય ગણાય છે.