________________
૪૨૮
ઉપદેશપદ : ભાગ-૧ ___ तृणविध्यापनादिषु यथाक्रमं प्रदीप्तग्रामस्य तृणैर्विध्यापने, आदिशब्दादुन्मार्गे गमने वैद्येन क्रियमाणे, यक्षस्य पूज्यमानस्याप्यधः परिपतने, कुडंगपरिहारेण सूकरस्य विष्ठोपजीवनेन, गोश्च जुंजमचारिपरिहारेण कूपे दूर्वासमीपे, जल्पन्नर्हद्दत्तः, अहो! अयुक्तमेषामेतदाचरितमिति ब्रुवाणः, किञ्चेति पुनः सुरेण प्रेरितो निपुणं निःस्पृहवृत्त्या परिभावितवान्, न मानुषोऽयं वैद्यस्ततो मनाक् संवेगे सम्पन्ने साधितं सर्वं पूर्वचेष्टितमिति ॥३१९॥
ततस्तस्य वैताढ्यनयनमकारि कूटे सिद्धनाम्नि कुण्डलजुगले दर्शिते भावतः सम्बोधिः संवृत्तः । ततः क्रमेण प्रव्रज्या । तत्रापि गुरुभक्त्यभिग्रहाराधनात् सुरेषूदપદતિ રૂ૨૦ | તેમાં પ્રથમ મેઘકુમારનું ઉદાહરણ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર નવ ગાથાઓથી કથાનકને કહે છે
મેઘકુમારનું કથાનક ઊંચા ઉજ્વળ પ્રાસાદ પંક્તિઓથી શોભાવાયો છે નભાંગણનો વિસ્તાર જેના વડે, ભોગમાં તત્પર લોકોના વાસથી તુલના કરાઈ છે દેવલોકના સમૃદ્ધિની શોભા જેના વડે, નગરોમાં અતિ રમ્ય એવું રાજગૃહ નામનું પ્રાચીન નગર છે. તે નગરનો ગુણસમૂહ સમસ્ત પૃથ્વીતળમાં ફેલાયો છે. પોતાના ભૂજારૂપી આલાન સ્તંભમાં રહેલી શક્તિથી ઉત્પન્ન કરાયા છે શત્રુની સંપદા રૂપી હાથીઓ જેના વડે એવો શ્રેણિક નામનો રાજા ત્યાં હતો. તેને સર્વગુણોને ધારણ કરનારી એવી ધારિણી નામની પ્રિયા હતી જે ચંદ્રમંડલ જેવી નિર્મળ મુખવાળી અને ખોડ વિનાની સંપૂર્ણપણે સુંદર શરીરવાળી હતી. કોઈક વખત તે ગંગાના કાંઠા જેવી ઉજ્વળ વિશાળ શય્યાતળમાં સૂતેલી રાત્રિના મધ્યભાગમાં ચાર દાંતવાળા, ઉન્મત્ત, સતત મદપ્રવાહને ઝરાવતા, શ્રાંત, રજતગિરિ જેવા ગૌરવર્ણી કાયાવાળા, વિશાળ, દુર્ધર સૂંઢવાળા, સુરમ્ય શરીરવાળા હાથીને આકાશમાંથી અવતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. તત્ક્ષણ જ જાગેલી સ્વપ્નને મનમાં ધારીને શ્રેણિકની પાસે આવીને કોયલના આલાપ જેવી કોમળ વાણીથી જગાડીને કહે છે કે મેં આવા પ્રકારના સ્વપ્નને જોયું તો કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થશે? સ્વાભાવિક બુદ્ધિથી વિચારીને તે કહે છે કે પ્રિયતમે! કુલરૂપી મુકુટ માટે મણિ સમાન, કુળ માટે કલ્પવૃક્ષ સમાન, કુલનિધાન, ઉત્તમ, પવિત્ર (શુભ) આચરણથી પ્રાપ્ત કરાઈ છે શ્રેષ્ઠકીર્તિ જેના વડે એવો પુત્ર તને થશે.
આ પ્રમાણે કહ્યા પછી વિસર્જન કરાયેલી પોતાની શયામાં પાછી ફરી અને કુસ્વપ્ન દર્શનના ભયથી બાકીની રાત્રિ નિદ્રા વિના શંખ જેવી ઉજ્વળ વિચિત્ર પ્રકારની ધર્મકથાઓથી પસાર કરવા લાગી. પ્રભાત સમય થયે છતે રાજા આઠ સ્વપ્ન પાઠકોને બોલાવે છે અને