________________
૪૧૦
ઉપદેશપદ : ભાગ-૧ અનિત્ય છે. તેમ વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે. જેમ મનુષ્યનું શરીર અશાશ્વત છે તેમ વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે. જેમ મનુષ્યના શરીરની હાનિ-વૃદ્ધિ થાય છે તેમ વનસ્પતિના શરીરની પણ હાનિ-વૃદ્ધિ થાય છે. જેમ મનુષ્યના શરીરમાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે તેમ વનસ્પતિનાં શરીરમાં પણ અનેક વિકારો ઉત્પન્ન થાય છે. માટે વનસ્પતિ સજીવ છે.”
તે ગોવિંદ પૂર્વે બૌદ્ધ મતના સંસ્કારના કારણે વનસ્પતિમાં જીવ છે એવી શ્રદ્ધા કરતો ન હતો. તે વખતે કોઈપણ રીતે મોહનો લાસ થવાથી જેવી રીતે જન્મથી અંધને દૃષ્ટિની પ્રાપ્તિ થાય તેમ તેને (સાચી) દૃષ્ટિની પ્રાપ્તિ થતાં તે વનસ્પતિમાં જીવને જોવા લાગ્યો, અર્થાત્ વનસ્પતિમાં જીવ છે એમ માનવા લાગ્યો. પછી તેણે પ્રગટ થઈને પોતાનો આશય ગુરુને કહ્યો. ગુરુએ પણ તેને ફરી પહેલેથી દીક્ષા આપી. પછી તે વાચકપદને પામીને યુગપ્રધાન થયા.
આ પ્રમાણે ગોવિંદ વાચકને પૂર્વે કેવળ પ્રધાન દ્રવ્યાજ્ઞા હતી. પછી તે જ દ્રવ્યાજ્ઞા ભાવાજ્ઞારૂપ અમૃતના સ્વરૂપને પામી. (૨૫૮)
अथ भावाज्ञामधिकृत्याधिकारिणमाहभावाणा पुण एसा, सम्मदिहिस्स होति नियमेण । पसमादिहेउभावा, णिव्वाणपसाहणी चेव ॥२५९॥
भावाज्ञा पुनरेषा-सद्भूताज्ञापरिणामः पुनरयं सम्यग्दृष्टेर्भिन्नग्रन्थितया यथावद्दृष्टवस्तुतत्त्वस्य भवति-जायते नियमेनावश्यतया । कीदृशीत्याह-प्रशमादिहेतुभावात्प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यमोक्षकारणसद्भावाद् निर्वाणप्रसाधनी चैव-निवृतिसंपादिकैवेति ॥२५९॥
હવે ભાવાણાનો ઉલ્લેખ કરીને ભાવાત્તાના અધિકારીને (–ભાવાણાના અધિકારી કોણ છે તેને) કહે છે
ગાથાર્થ– આ ભાવાજ્ઞા નિયમ સમ્યગ્દષ્ટિ જીવને હોય છે, આ ભાવાજ્ઞા પ્રથમ વગેરે કારણોના સદ્ભાવથી નિયમા મોક્ષને સાધનારી છે.
ટીકાર્થ- ભાવાણા- સદ્ભૂત આજ્ઞાનો પરિણામ.
સમ્યગ્દષ્ટિ– ગ્રંથિનો ભેદ થવાના કારણે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જેણે જોયું છે તેવો જીવ. ૧. અશાશ્વત એટલે પ્રતિક્ષણ બદલાતું.