________________
४०८
ઉપદેશપદ : ભાગ-૧
રીતે આકાશતળને પ્રકાશિત કરનારા ગ્રહ-તારાઓના સમૂહથી ચંદ્ર શોભે તેવી રીતે આ આચાર્ય પોતાના શિષ્યોથી અતિશય શોભે છે. જેવી રીતે સુવાસના સમૂહથી સર્વદિશાઓના મુખને ભરી દેનારા અને કમળોનું ઘર એવા માનસ સરોવરમાં ભમરાઓ લીન થાય તેવી રીતે હર્ષયુક્ત અને ગુણોને જાણનારા નગરીના લોકો શલ્યનો નાશ કરનારા તે આચાર્યના ચરણકમળોમાં લીન બન્યા. આનંદકારી શબ્દોથી આકાશને વ્યાપ્ત કરનારા તે આચાર્ય વડે કહેવાતા, કર્મક્ષયને કરનારા અને જિનોએ કહેલા ધર્મને લોકોએ સાંભળ્યો. લોકમાં એવો પ્રવાદ થયો કે હું માનું છું કે નગરમાં આ આચાર્યથી અધિક અન્ય કોઇ શ્રુતરૂપ રત્નોના મહાસાગર નથી, છતાં આ આચાર્ય અભિમાનથી રહિત છે. જેવી રીતે સાતપુડા વૃક્ષની સુવાસથી હાથી મદને પામે છે. રીતે આચાર્યનો આવો પ્રવાદ સાંભળવાથી ગોવિંદ વિદ્વલ થયો. પાંડિત્ય રૂપ મહાસાગરના પારને પામનારા એવા મારો વિકાસ થઇ રહ્યો છે ત્યારે પૃથ્વી ઉપર ઉજ્વલ યશને કોણ પામી શકે ? ગર્વના કારણે ઊંચી ડોક રાખવાથી આગળ કંઇ પણ સમ્યક્ ન જોતો તે સૂરિની પાસે આવ્યો અને વાદ કરવાની પ્રતિજ્ઞા લીધી. જેવી રીતે મેઘધારાઓથી ધૂળ શાંત થઇ જાય તે રીતે આચાર્ય ભગવંતે વિવિધ સુંદર વચન યુક્તિઓથી ગોવિંદને તેજહીન કરી દીધો. અતિશય વિલખા બનેલા તેણે વિચાર્યું કે, જ્યાં સુધી એમના સિદ્ધાંતનો સાર ન મેળવાય ત્યાં સુધી તે આચાર્ય કોઇ પણ રીતે ન જીતી શકાય. આવો વિચાર કરીને તે દેશમાંથી નીકળીને અન્ય દૂરના દેશમાં જઇને બીજા કોઇ આચાર્યની પાસે કુશળતાથી વિશ્વાસ ઉત્પન્ન કરાવીને દીક્ષા લીધી. પછી ઉત્તમ સિદ્ધાંતને જલદી જલદી ભણવા લાગ્યો. વિપર્યાસના કારણે સિદ્ધાંતને સમ્યક્ રીતે સમજવા સમર્થ થતો નથી. કેટલાક દિવસો પછી ફરી તે દીક્ષા છોડીને બૌદ્ધ સાધુ થઇ ગયો. પછી શ્રીગુપ્તસૂરિની પાસે વાદ કરવા આવ્યો. આચાર્યે તેને નિરુત્તર કરી દીધો. ફરી પણ અન્ય દિશામાં જઇને જૈન દીક્ષા લીધી. આગમને કંઇક ભણીને પૂર્વની જેમ દીક્ષા છોડીને બૌદ્ધ સાધુ થયો. પછી અભિમાની તે વાદની ઇચ્છાથી તે જ આચાર્યની પાસે આવ્યો. આચાર્યે પણ સ્વશક્તિથી તેને તેજહીન કરી દીધો. ફરી ત્રીજીવાર તેણે દૂરના અન્ય દેશમાં જઇને દીક્ષા લીધી. આચારાંગ શાસ્ત્રના પહેલા અધ્યયનમાં આવેલા વનસ્પતિકાયના ઉદ્દેશામાં શુદ્ધયુક્તિઓથી વનસ્પતિમાં ચૈતન્યને સિદ્ધ કરનારા આલાવાઓને તે ભણ્યો. આ આલાવા આ પ્રમાણે છે—જેવી રીતે મનુષ્યશરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે, તેમ વનસ્પતિનું શરીર પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. જેમ મનુષ્યનું શરીર વધે છે તેમ વનસ્પતિનું શરીર પણ વધે છે. જેમ મનુષ્યશરીરમાં ચૈતન્ય છે તેમ વનસ્પતિના શરીરમાં પણ ચૈતન્ય છે. જેમ મનુષ્યનું શરીર છેદવાથી સુકાય છે તેમ વનસ્પતિનું શરીર પણ છેદવાથી સુકાય છે. જેમ મનુષ્યને આહારની જ જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે. જેમ મનુષ્યનું શરીર