________________
૪૦૭
ઉપદેશપદ : ભાગ-૧
अङ्गारमईक इहाज्ञाविचारपक्षे आहरणं तयोर्द्वयोर्द्रव्यशब्दयोः प्रथमपक्षेऽप्रधानार्थतालक्षणे । गोविन्दवाचकः पुनर्द्वितीये प्रधानार्थतालक्षणे । खलु पूर्ववत् । भवति ज्ञातव्य उदाहरणतयेति ॥२५८॥
પૂર્વે અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દના પ્રયોગની વિચારણામાં કેવલ અંગારમર્દક આચાર્યનો જ ઉલ્લેખ કર્યો હતો. હમણાં પ્રધાન અર્થવાળા અને અપ્રધાન અર્થવાળા દ્રવ્યશબ્દની એકી સાથે યોજના કરતા ગ્રંથકાર અંગારર્દક અને ગોવિંદ વાચકને સ્વીકારીને (-ઉદેશીને) કહે છે
ગાથાર્થ–આજ્ઞાની વિચારણા કરવામાં અપ્રધાન અર્થવાળા પ્રથમ પક્ષમાં અંગારમર્દકનું ઉદાહરણ જાણવું અને પ્રધાન અર્થવાળા બીજા પક્ષમાં ગોવિંદ વાચકનું ઉદાહરણ જાણવું.
ટીકાર્થ- અંગારમઈકાચાર્યનો વૃત્તાંત
શ્રી વિજયસેનસૂરિ નામના સદાચાર સંપન્ન આચાર્ય મહારાજ માસકલ્પ પ્રમાણે વિહાર કરતાં કરતાં ગર્જનક નામના નગરમાં પધાર્યા. ત્યાં તેમના ઉત્તમ સાધુઓએ ગાયો છોડવાના સમયે (અર્થાત્ પ્રભાતે) “ભદ્રક પાંચસો હાથીઓથી યુક્ત ભુંડ આપણા સ્થાને આવ્યો” એવું સ્વપ્ન જોયું. તેમણે આશ્ચર્યકારી તે સ્વપ્ર આચાર્ય મહારાજને જણાવ્યું અને તેનો ભાવાર્થ પૂક્યો. આચાર્ય મહારાજે કહ્યું કે– સુસાધુઓના પરિવારવાળા આચાર્ય આજે આવશે અને તમારા પરોણા થશે. પણ તે અભવ્ય છે એ ચોક્કસ છે. સાધુઓ સમક્ષ આચાર્ય મહારાજ આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તેટલામાં અતિશય સૌમ્ય ગ્રહોના સમૂહથી યુક્ત શનિગ્રહની જેમ તથા મનોહર કલ્પવૃક્ષોના સમૂહથી યુક્ત એરંડવૃક્ષની જેમ સુસાધુઓથી યુક્ત રુદ્રદેવ નામના આચાર્ય ત્યાં આવ્યા. પરિવાર યુક્ત તેનો સાધુઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જલદી ઊભા થવું વગેરે યથાયોગ્ય અતિથિ સત્કાર કર્યો. પછી સાંજે ભુંડ જેવા તે આચાર્યની પરીક્ષા કરવા માટે સાધુઓએ પોતાના આચાર્યની આજ્ઞાથી પેશાબ કરવા માટે જવાના માર્ગમાં કોલસી પાથરી, પછી રાત્રે શું થાય છે તે છુપા રહીને જોવા લાગ્યા. છુપા રહીને તેમણે જોયું કે-નવા આવેલા સાધુઓ પેશાબ કરવા જતાં પગથી દબાયેલી કોલસીના કશ કશ શબ્દો સાંભળતાં કદાચ પગ નીચે જીવો ચગદાઈ ગયા હશે એવી શંકાથી મિચ્છા મિ દુક્કડે એમ બોલવા લાગ્યા અને આવો અવાજ શા કારણે થયો છે તે દિવસે જોઈ લઈશું એ દૃષ્ટિથી જ્યાં કશ કશ અવાજ થયો ત્યાં નિશાની કરી દીધી. હવે આચાર્ય રુદ્રદેવ પેશાબ કરવાની ભૂમિ તરફ ચાલ્યા ત્યારે પણ પૂર્વ મુજબ અવાજ સંભળાયો. પણ તેને જીવોની શ્રદ્ધા નહિ હોવાથી “પ્રમાણથી સિદ્ધ ન થતા હોવા છતાં જિનોએ આમને પણ (પૃથ્વીકાયને પણ) જીવ કહેલા છે” એમ બોલ્યા. ત્યાં રહેલા સાધુઓએ છૂપી રીતે જોયેલી આ હકીકત શ્રી વિજયસેનસૂરિ આચાર્ય મહારાજને કહી. આચાર્ય મહારાજે કહ્યું તમે