________________
૪૫
ઉપદેશપદ : ભાગ-૧
इत्थं द्रव्यशब्दं द्वयर्थमभिधाय यथायोग्यं योजयतितत्थाभव्वादीणं, गंठिगसत्ताणमप्पहाण त्ति । इयरेसि जोगताए, भावाणाकारणत्तेण ॥२५६॥
तत्र-तयोर्द्रव्यशब्दयोर्मध्येऽभव्यादीनामभव्यसकृबन्धकादीनां ग्रन्थिकसत्त्वानां द्रव्यत आज्ञाभ्यासपराणामप्रधानोऽप्रधानार्थो द्रव्यशब्दो वर्त्तते । इति वाक्यालङ्कारे । भवति चाभव्यानामपि ग्रन्थिस्थानप्राप्तानां केषाञ्चिद् आज्ञालाभो द्रव्यतः । यथोक्तम्"तित्थकराईपूयं दट्ठणण्णेण वावि कज्जेण ।सुयसामाइयलंभो, होजाऽभव्वस्स गंठिम्मि ॥१॥" इतरेषामपुनर्बन्धकादीनां योग्यतायां द्रव्यशब्दो वर्त्तते । कथमित्याह-भावाज्ञाकारणत्वेन-सद्भूताज्ञाहेतुभावेनेति ॥२५६॥
આ પ્રમાણે દ્રવ્યશબ્દના બે અર્થોને કહીને (એ બે અર્થોની) યથાયોગ્ય યોજના કરે છે–
ગાથાર્થ-બે પ્રકારના દ્રવ્ય શબ્દમાં ગ્રંથિદેશે આવેલા અભવ્ય વગેરેને આશ્રયીને દ્રવ્યશબ્દનો અપ્રધાન અર્થ છે. બીજા જીવોને આશ્રયીને દ્રવ્ય શબ્દનો યોગ્યતા અર્થ છે. કારણ કે તેમનામાં ભાવાજ્ઞાનું કારણ વિદ્યમાન છે.
ટીકાર્થ– ગ્રંથિદેશે આવેલા અને દ્રવ્યથી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર એવા અભવ્ય અને સકૃબંધક વગેરે જીવોને આશ્રયીને દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ છે. કેમકે તે જીવોમાં ભાવાણાને પામવાની યોગ્યતા નથી. ગ્રંથિદેશે આવેલા કેટલાક અભવ્યોને પણ દ્રવ્યથી આજ્ઞાનો લાભ થાય છે. કહ્યું છે કે–“તીર્થકર આદિની પૂજાને જોઈને અથવા અન્ય કોઈ કારણથી ગ્રંથિદેશે આવેલા અભવ્ય જીવને શ્રુત સામાયિકનો લાભ થાય છે.” (વિ. આ. ભા. ૧૨૧૬).
અપુનબંધક વગેરે જીવોને આશ્રયીને દ્રવ્ય શબ્દનો યોગ્યતા અર્થ છે. કારણ કે તેમનામાં ભાવાજ્ઞાનું કારણ વિદ્યમાન છે, અર્થાત્ તેમનામાં ભાવાણાને પામવાની યોગ્યતા રહેલી છે. (૨૫૬)
अथ प्रधानाप्रधानयोर्द्रव्याज्ञयोश्चिह्नान्यभिधातुमाहलिंगाण तीए भावो, न तदत्थालोयणं ण गुणरागो । णो विम्हओ ण भवभयमिय वच्चासो य दोण्हंपि ॥२५७॥