________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૮૩ भावाद्-अन्तःपरिणामाद् य आज्ञाबहुमानः-उक्तरूपः तस्मात् कथञ्चिज्जातात् । किमित्याह-शक्तितः-स्वसामर्थ्यानुरूपं 'सुक्रियाप्रवृत्तिरपि' सुक्रियायांमार्गानुसारसारायां दर्शनप्रभावनादिकायां चित्ररूपायां प्रवृत्तिः उत्साहरूपा भवतीति, भावाज्ञाबहुमानस्तावत् सम्पन्न एवेत्यपिशब्दार्थः, नियमेनैव, शुद्धभावाज्ञाबहुमानस्य तथाविधमेघोन्नतेरिव जलवृष्टिक्रिया( याः सुक्रिया )या व्यभिचाराभावात् । विपक्षे बाधकमाह-इतरथा सुक्रियायाः प्रवृत्तिनिरोधेन नैव तको-भावाज्ञाबहुमानरूपः शुद्धो वर्त्तते, स्वकार्यसाधकस्यैव कारणस्य निश्चयतः कारणभावात् । इत्यस्मात् कारणाच्छुद्धे भावाज्ञाबहुमाने इष्टा सा सुक्रिया ॥२३९॥
પૂર્વાચાર્યો જે કહે છે તેને જ બે ગાથાઓથી જણાવે છે
ગાથાર્થ–ભાવપૂર્વકના આજ્ઞાબહુમાનથી પોતાની શક્તિ પ્રમાણે સુક્રિયામાં પ્રવૃત્તિ પણ અવશ્ય થાય છે. અન્યથા ભાવપૂર્વકનો આજ્ઞાબહુમાન શુદ્ધ નથી. આ કારણથી ભાવપૂર્વકના આજ્ઞાબહુમાનમાં સક્રિયા ઇચ્છેલી છે, અર્થાત્ સુક્રિયા કરવાની ઇચ્છા થાય છે.
ભાવપૂર્વકના–અંતરના પરિણામ પૂર્વકના. આજ્ઞાબહુમાનથી–શાસ્ત્રવચનના પક્ષપાતથી.
સુક્રિયામાં–મોક્ષમાર્ગને અનુસરવાની જેમાં પ્રધાનતા છે એવી શાસનપ્રભાવના વગેરે વિવિધ ક્રિયામાં.
પ્રવૃત્તિ–ઉત્સાહના સ્વભાવવાળી, અર્થાત્ ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ થાય. અન્યથા–સુક્રિયામાં પ્રવૃત્તિ ન થાય તો.
ભાવાર્થ-કોઈપણ રીતે થયેલા ભાવપૂર્વકના આજ્ઞાબહુમાનથી પોતાની શક્તિ પ્રમાણે પ્રધાનપણે મોક્ષમાર્ગને અનુસરનારી શાસનપ્રભાવના વગેરે વિવિધ સુક્રિયામાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અવશ્ય થાય છે. કારણકે જેવી રીતે આકાશમાં તેવા પ્રકારના વાદળાઓની વૃદ્ધિ થાય ત્યારે જલવૃષ્ટિ અવશ્ય થાય તેવી રીતે શુદ્ધ ભાવાજ્ઞાબહુમાન થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે ઉત્સાહ પૂર્વક શાસન પ્રભાવના વગેરે સુક્રિયા અવશ્ય થાય. જો પોતાની શક્તિ પ્રમાણે સુક્રિયા ન થાય તો સમજવું જોઇએ કે શુદ્ધ ભાવાજ્ઞાબહુમાન થયો નથી. કારણ કે નિશ્ચયનયના અભિપ્રાયથી જે કારણ પોતાના કાર્યને સાથે તે જ કારણ વાસ્તવિક કારણ છે. આથી શુદ્ધ ભાવાજ્ઞા બહુમાનની વિદ્યમાનતામાં સુક્રિયા અભિપ્રેત છે. (૨૩૯)