________________
૩૯૪
ઉપદેશપદ : ભાગ-૧
થશે, એટલે કે તેવા પ્રકારના અનુષ્ઠાનથી પણ સાધ્યની સિદ્ધિ નહિ થાય. (૨૪૮).
આ પ્રમાણે કહેવાયેલા ભીમને વ્યાઘ-દુસ્તટી ન્યાય થયો છે એમ જાણીને આજ્ઞાબહુમાન કરવાના કારણે જે થયું તે વિગતને ગ્રંથકાર કહે છે
આ સમયે ભીમકુમારે જિનાજ્ઞાની વિચારણા કરી. તે આ પ્રમાણે–“સ્ત્રીઓ અપકાર કરવામાં જ તત્પર હોય છે. અને બરકરૂપ ઊંડા કૂવાના પગથિયાઓની સુંદર શ્રેણીઓ છે. આવી સ્ત્રીઓનું નિર્માણ કોણે કર્યું છે?” (૧) સ્ત્રીઓ દોષોનો સમૂહ છે, પરાભવનું ઉત્તમ સ્થાન છે, મોક્ષમાર્ગનો નાશ કરનારી છે અને ચોક્કસ પ્રત્યક્ષ આપત્તિરૂપ છે. (૨) સ્ત્રીઓ(ઘડીકમાં) હસે છે અને (ઘડીકમાં) રડે છે. કામ કરાવવા માટે બીજાઓને વિશ્વાસ પમાડે છે પણ પોતે વિશ્વાસ કરતી નથી. તેથી કુલ અને શીલથી યુક્ત પુરુષે શમશાનની ઘટિકાઓની(–ઘડીઓની) જેમ સ્ત્રીઓનો ત્યાગ કરવો જોઈએ. (૩) “શબ્દાદિ કામભોગો શલ્ય જેવા છે, વિષ જેવા છે, સર્પની ઉપમાવાળા છે. શબ્દાદિ કામભોગોની પ્રાર્થના કરતા જીવો ભોગોની પ્રાપ્તિ વિના જ દુર્ગતિમાં જાય છે.”(૪) ઇત્યાદિ.
આવી જિનાજ્ઞાની વિચારણા કરવાથી ધીર એવા તેને તે સ્ત્રી ઉપર રાગ ન થયો. આજ્ઞાબહુમાન હોવાના કારણે જ તેણે વિચાર્યું કે બ્રહ્મચર્યની વિરતિના નાશમાં નિયમો પાપ થાય. કહ્યું છે કે “બળેલા અગ્નિમાં પ્રવેશ કરવો એ સારું છે, પણ લાંબા કાળથી પાળેલું વ્રત ભાંગવું એ સારું નથી. સુવિશુદ્ધ કાર્યથી મરણ સારું છે, પણ ખંડિત શીલવાળાનું જીવન સારું નથી.” તેથી વ્રતરક્ષણમાં જ પ્રયત્ન કરવો જોઈએ. મારા ઉપર અનુરાગવાળી આ સ્ત્રીનું મરણ થાય તો પણ મને કર્મબંધ ન થાય. કારણ કે આગમમાં આ પ્રમાણે કહ્યું છે-બાહ્ય વસ્તુના નિમિત્તથી કોઈનેય અલ્પ પણ બંધ કહ્યો નથી. અર્થાત્ કોઈને ય બાહ્ય વસ્તુના નિમિત્તથી જરા પણ બંધ થતો નથી, કિંતુ આત્મપરિણામથી જ બંધ થાય છે.”
પૂર્વપક્ષ- જો એમ છે તો પૃથ્વીકાય આદિની લતના ન કરવી, કેવળ પરિણામ શુદ્ધિ રાખવી.
ઉત્તરપક્ષ- જો કે બાહ્ય વસ્તુના નિમિત્તથી બંધ થતો નથી તો પણ પરિણામની વિશુદ્ધિને ઇચ્છતા મુનિઓ પૃથ્વીકાય આદિમાં યતના કરે છે. અહીં ભાવાર્થ એ છે કે પૃથ્વીકાય આદિમાં યતના ન કરવામાં આવે તો પરિણામની વિશુદ્ધિ ન જ થાય. (યતિલક્ષણ સમુચ્ચય ગા. ૬૨) ૧. સને વામા ઈત્યાદિ ગાથા ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિપ્રવ્રજ્યા અધ્યયનમાં છે.