________________
૩૯૬
ઉપદેશપદ : ભાગ-૧ पिण्डग्रहणार्थे प्रगुणीकृतः द्वितीयस्तु तदीयब्रह्मचर्यादिगुणावर्जितैस्तैरेव नानामणिखण्डमण्डितकनकचूडालंकृत इति । ततस्तेनेतरहस्तापहस्तितेन दर्भहस्तकाज्ञया "दर्भहस्तके पिण्डः प्रदातव्यः" इत्येवंरूपायाः सकाशाद् दर्भदानेनेति-दर्भहस्ते यद्दानं पिण्डस्य विहितं तेनोपलक्षितं सन्तं भीष्मं-सान्त्वनुसूनुं गाङ्गेयापरनामकं पितामहं-पाण्डवकौरवाणां पित्रोरपि पितृभूतं, खलु वाक्यालङ्कारे, 'प्रायो' बाहुल्येन, एवमेव भीमकुमारवदाज्ञाबहुमानवन्तं कथयन्तीति ॥२५१॥
લૌકિકોએ(-જૈનધર્મને નહિ પામેલાઓએ) પણ આજ્ઞાના પ્રમાણપણાનો (–આજ્ઞા જ પ્રમાણ છે એવો) જ આશ્રય કર્યો છે એમ જણાવતા ગ્રંથકાર ભીષ્મ અંગે જે કહેવા યોગ્ય છે તેને કહે છે
ગાથાર્થ– જે હાથમાં દર્ભ(દાભ નામનું ઘાસ) હોય તે હાથમાં પિંડ આપવું જોઇએ એવી આજ્ઞાને યાદ કરીને ભીષ્મ પિતામહે ગયાતીર્થમાં પિતાના દર્ભવાળા હાથમાં પિતાને પિંડનું દાન કર્યું. આ કારણથી બીજા આચાર્યો પ્રાયઃ કરીને ભીષ્મપિતામહને જ ભીમકુમારની જેમ આજ્ઞાબહુમાનવાળા કહે છે. (અર્થાત્ આજ્ઞાબહુમાનમાં ભીમકુમારના સ્થાને પિતામહને જ કહે છે–ભીષ્મ પિતામહનું જ દષ્ટાંત કહે છે.)
ટીકાર્ય–ભીખ ક્યારેક લોકપ્રસિદ્ધ ગયાનગરીમાં પિતૃપિંડ આપવા માટે ગયા. ત્યાં તેમણે પિંડ આપવામાં ઉચિત એવા જલાભિષેક અને અગ્નિપૂજા વગેરે કાર્યો કર્યા. પછી પિંડદાન કરવાની વિધિ આવી ત્યારે ભીષ્મના પિતાઓએ વડમાંથી એક હાથ બહાર કાઢ્યો. એ હાથ દર્ભના અંકુરાથી યુક્ત હતો. તથા તે હાથ પિંડદાન કરનારા બીજા બધાઓ માટે સાધારણ છે. અર્થાત્ જે કોઇએ પિંડદાન કરવું હોય તેમણે દર્ભવાળા હાથમાં પિંડદાન કરવું જોઈએ એવો વિધિ છે. ભીષ્મના પિતાઓએ વડમાંથી દર્ભવાળો હાથ બહાર કાઢીને પિંડને ગ્રહણ કરવા માટે ભીષ્મની સામે ધર્યો. ભીષ્મના બ્રહ્મચર્ય વગેરે ગુણોથી આકર્ષાયેલા ભીષ્મના પિતાઓએ જ બીજો હાથ વિવિધ પ્રકારના મણિખંડોથી વિભૂષિત એવા સુવર્ણમય બાહુભૂષણથી અલંકૃત કર્યો. પછી ભીખે (પિતાઓના) બીજા હાથનો ત્યાગ કરીને દર્ભવાળા હાથમાં પિંડ દાન કર્યું. આ રીતે પિંડદાનથી ઓળખાયેલા ભીષ્મને જ અન્ય આચાર્યો મોટા ભાગે ભીમકુમારની જેમ આજ્ઞાબહુમાનવાળા કહે છે. (અર્થાત્ આજ્ઞાબહુમાનમાં ભીમકુમારના સ્થાને ભીષ્મ પિતામહને જ કહે છે–ભીષ્મપિતામહનું જ દૃષ્ટાંત કહે છે). ભીષ્મ શાંતનું રાજાના પુત્ર ૧. બિહાર પ્રદેશમાં ગયા નગરી છે અને લોકમાં તે નગરી તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.