________________
૪૦૦
ઉપદેશપદ : ભાગ-૧ આશય વિના અને એના માટે કોઈ પ્રયત વિના થતા કર્મક્ષયમાં “નદીઘોલપાષાણ” ન્યાય લાગુ પડે છે. આનો ભાવાર્થ એ આવ્યો કે “નદી ઘોલપાષણ’ ન્યાયથી, એટલે કે કર્મક્ષયના આશય વિના, જેનાથી કર્મક્ષય થાય, (કર્મસ્થિતિ ઘટે) તેવા અધ્યવસાયવિશેષને યથાપ્રવૃત્ત કરણ કહેવામાં આવે છે. સંસારી જીવોને કર્મક્ષય કરવાના આશય વિના પણ અનાદિકાળથી પ્રતિસમય (ઉદયમાં આવેલા) કર્મનો ક્ષય થઈ રહ્યો છે. આથી આ કરણ સંસારીજીવોને અનાદિ કાળથી છે. આથી જ તેનું “યથાપ્રવૃત્ત' એવું નામ છે. યથા એટલે જેમ. પ્રવૃત્ત એટલે પ્રવર્તેલું. અનાદિકાળથી જેવી રીતે પ્રવર્તેલું છે તેવી રીતે પ્રવર્તેલું.
યથાપ્રવૃત્તિકરણ- યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આયુષ્ય સિવાયના સાત કર્મોની સ્થિતિ ઘટાડી નાખે છે. સાત કર્મોમાં મોહનીયકર્મની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. યથાપ્રવૃત્તિકરણથી એ સ્થિતિને ઘટાડીને ૬૯ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે, એમાંથી પણ ઘટાડીને ૬૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે, એમાંથી પણ ઘટાડીને ૬૭ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે, આમ ઘટાડતાં ઘટાડતાં એક કોડાકોડી સાગરોપમ જેટલી કરી નાખે છે. તેમાંથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી કર્મસ્થિતિ ઘટાડી નાખે છે. આટલી સ્થિતિને શાસ્ત્રમાં દેશોને એક કોડાકોડી સાગરોપમ કહેવામાં આવે છે.
આમ જીવ યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય સિવાય સાત કર્મોની દેશોન એક કોડાકોડી સાગરોપમ જેટલી સ્થિતિ રહે ત્યાં સુધી કર્મો ખપાવી શકે છે.
અપૂર્વકરણ– આ પ્રમાણે યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ દેશોન એક કોડાકોડી સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિનો (–રાગ-દ્વેષના તીવ્ર પરિણામનો) ઉદય હોવાથી તે અવસ્થાને ગ્રંથિદેશ કહેવામાં આવે છે. અહીંથી આગળ વધવા માટે અપૂર્વકરણ વડે ગ્રંથિને ભેદવી પડે છે.
અપૂર્વકરણ એટલે અપૂર્વ વર્ષોલ્લાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ=પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવો પૂર્વે કહ્યું એમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિ દેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કોઈક સત્ત્વશાળી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિ દેશે આવ્યા પછી રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો વર્ષોલ્લાસ પ્રગટે છે. રાગ-દ્વેષની ૧. મનાલિકાનાત્ કર્મક્ષ પ્રવૃત્તોડવ્યવસાયવિશેષઃ (વિશેષા. ૧૨૦૩)