________________
૩૯૮
ઉપદેશપદ : ભાગ-૧ અહીં જીવને નદીની ઉપમા આપી છે. જીવના પરિણામને શ્રોતની ઉપમા આપી છે. શ્રોત એટલે પ્રવાહ. જીવરૂપ નદીના પરિણામ રૂપ શ્રોતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે–સંસારશ્રોત અને મોક્ષશ્રોત. સંસાર તરફનો પ્રવાહ તે સંસારશ્રોત. મોક્ષ તરફનો પ્રવાહ તે મોક્ષશ્રોત. ઇંદ્રિયોને અનુકૂલ પ્રવૃત્તિ કરવી તે સંસારશ્રોત. સંસારશ્રોતને અનુશ્રોત પણ કહેવામાં આવે છે. ઇંદ્રિયોને પ્રતિકૂલ પ્રવૃત્તિ કરવી એ બીજું પ્રતિશ્રોત છે. | અભિન્નગ્રંથિ જીવો-ગ્રંથિ એટલે રાગ-દ્વેષ-મોહનો ગાઢ પરિણામ. ગ્રંથિનો એટલે કે રાગદ્વેષ-મોહના ગાઢ પરિણામોનો જેમણે ભેદ કર્યો નથી તેવા જીવો અભિન્નગ્રંથિ છે.
અનાભોગ ભાવ-તેવા પ્રકારના પ્રજ્ઞાપક(ગુરુ)નો અભાવ હોવાના કારણે જિનાજ્ઞાના સ્વરૂપની પ્રાપ્તિનો અભાવ.
ભાવાર્થ તેવા પ્રકારના બાલતપસ્વીઓ ભવ્યત્વનો કંઇક પરિપાક થવાના કારણે ધન અને જીવનને ઘાસતુલ્ય માને છે, અર્થાત્ તેમને ધન અને જીવનનો લોભ હોતો નથી, તથા સંસારને પ્રતિકૂળ ધર્મક્રિયાઓ શરૂ કરી હોય છે, અર્થાત્ સંસાર ઘટે તેવી ધર્મ ક્રિયાઓ શરૂ કરી હોય છે, આમ છતાં તેમણે ગ્રંથિનો ભેદ ન કર્યો હોવાના કારણે તેમને જિનાજ્ઞાની આધીનતા ન હોય. કારણ કે તેમને જિનાજ્ઞાની પ્રરૂપણા કરનારા ગુરુનો યોગ ન થવાના કારણે આજ્ઞાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. તે આ પ્રમાણે– કેટલાક અન્યદર્શનીઓ પણ સંસારથી અતિશય કંટાળેલા અને મોક્ષની તીવ્ર ઇચ્છાવાળા જોવામાં આવે છે. પણ ગ્રંથિનો ભેદ ન થયો હોવાના કારણે જિનાજ્ઞાના યથાર્થ સ્વરૂપને નહિ જાણનારા તેઓ જિનાજ્ઞાને આધીન થવા માટે યોગ્ય નથી.
અભિન્નગ્રંથિ જીવોને આજ્ઞાલાભ ન જ હોય એમ ન કહેવું. અર્થાત્ કેટલાક અભિન્નગ્રંથિ જીવોને આજ્ઞાલાભ હોય છે. (૨૨)
कीदृशी तेषां तत्परतन्त्रतेह चिन्त्येत्याशङ्क्याहगंठिगसत्तापुणबंधगाइयाणंपि दव्वतो आणा । नवरमिह दव्वसद्दो, भइयव्वो समयणीतीए ॥२५३॥
इह ग्रन्थिरिव ग्रन्थिः घनो रागद्वेषपरणिामः । एतदुक्तम्-"गंठित्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥१॥" ततो ग्रन्थिकसत्त्वा-ग्रन्थिस्थानप्राप्ताः प्राणिनः, ग्रन्थिकसत्त्वाश्च तेऽपुनर्बन्धकादिकाश्च ग्रन्थिकसत्त्वापुनर्बन्धकादिकास्तेषामपि द्रव्यतो द्रव्यरूपा आज्ञा भवति । तत्रापुनर्बन्धकः