________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૯૯ 'पावं न तिव्वभावा कुणइ' इत्यादिलणक्षणः, आदिशब्दाद् माग्र्गाभिमुखमार्गपतितौ यथाप्रवृत्तकरणचरमभागजौ सन्निहितग्रन्थिभेदौ, अभव्या दूरभव्याश्च सकृबन्धकादयो गृह्यन्ते । नवरं-केवलमिह विचारे द्रव्यशब्दो भक्तव्यो-विकल्पयितव्योऽर्थमपेक्ष्य समयनीत्या-सिद्धान्तस्थित्या, द्वयोरर्थयोः सिद्धान्ते द्रव्यशब्दो वर्त्तत इत्यर्थः ॥२५३॥
અભિન્નગ્રંથિ જીવોની કેવી આશાધીનતા અહીં વિચારવા યોગ્ય છે એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–ગ્રંથિસ્થાનને પામેલા (-ગ્રંથિસ્થાને આવેલા) અપુનબંધક આદિ જીવોને જિનાજ્ઞા દ્રવ્યથી હોય છે. ફક્ત આ વિષયમાં દ્રવ્યશબ્દ શાસ્ત્રનીતિથી વિકલ્પ કરવા યોગ્ય છે.
ટીકાર્થ– ગ્રંથિ એટલે રાગ-દ્વેષનો ગાઢ પરણિામ. કહ્યું છે કે- ગ્રંથિ એટલે કષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવનો અતિશય, દુર્ભેદ્ય, કર્મજનિત અને અતિગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ.” (વિશેષાવશ્યક ગા. ૧૧૫)
ગ્રંથિસ્થાનને પામેલા છે (પણ હજી ગ્રંથિને ભેદી નથી) તેવા અપુનબંધક વગેરે જીવોને પણ દ્રવ્ય જિનાજ્ઞા હોય છે. અપુનબંધક જીવનું લક્ષણ આ પ્રમાણે છે“અપુનબંધક જીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી (–ગાઢ સંક્લિષ્ટ પરિણામથી) ન કરે, ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે, દેશ-કાલ આદિ સંયોગોની અપેક્ષાએ દેવ-ગુરુ, અતિથિ, માતા-પિતા આદિ બધા વિશે ઔચિત્યનું પાલન કરે (–દેવ વગેરેને અનુરૂપ સેવા-ભક્તિ કરે”). (યોગશતક ૧૩, ઉપદેશ રહસ્ય ૨૨)
અપુનબંધક આદિ જીવોને” એ સ્થળે આદિ શબ્દથી માર્ગાભિમુખ, માર્ગપતિત, અભવ્ય, દૂરભવ્ય અને સકૃબંધક વગેરે જીવો લેવા–સમજવા. તેમાં માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બે પ્રકારના જીવો યથાપ્રવૃત્તિકરણના છેલ્લા ભાગમાં રહેલા હોય છે. અને નજીકના કાળમાં જ ગ્રંથિનો ભેદ કરનારા હોય છે. શાસ્ત્રમાં દ્રવ્યશબ્દના બે અર્થ છે. (આ બે અર્થ હવે પછીની ગાથામાં કહેવાશે.)
ભાવાર્થ-જીવો યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિસ્થાને આવે છે. યથાપ્રવૃત્તકરણ શબ્દમાં યથાપ્રવૃત્ત અને કરણ એમ બે શબ્દો છે. તેમાં કરણ એટલે જીવનો પરિણામ–અધ્યવસાયવિશેષ. કર્મક્ષયના આશય વિના કર્મક્ષય જેનાથી થાય તે અધ્યવસાયવિશેષને યથાપ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. જેમ નદીનો પથ્થર હું ગોળ બને એવી ઈચ્છા વિના અને એ માટે કશાય પ્રયત વિના પાણી વગેરેથી આમ-તેમ અથડાઇને ગોળ બની જાય છે. તેમ હું કર્મક્ષય કરું એવા