________________
૪૦૨
ઉપદેશપદ : ભાગ-૧ ન કરી શકવાથી આગળ વધી શકતા નથી. આથી અભવ્યોને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. અભવ્યની જેમ દૂરભવ્યો પણ પુરુષાર્થ ન કરી શકવાથી અહીંથી આગળ વધી શકતા નથી. આથી દૂરભવ્યોને પણ એક યથાપ્રવૃત્તિકરણ જ હોય.
(૧) સકબંધક–સકૃબંધકમાં સકૃત અને બંધક એમ બે શબ્દો છે. સકૃત્ એટલે એકવાર બંધક એટલે બાંધનાર. જે જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ દેશે આવેલા છે. પરંતુ ગ્રંથિભેદ કર્યો નથી. તથા ગ્રંથિભેદ કરવા પહેલાં એક જ વાર સંક્લેશવાળા થઇને મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને બાંધશે તે જીવો સકૃત્ બંધક છે.
(૨) માર્માભિમુખ–માર્ગાભિમુખ શબ્દમાં માર્ગ અને અભિમુખ એમ બે શબ્દો છે. માર્ગ એટલે મોહનીયકર્મનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશો. અભિમુખ એટલે સન્મુખ થયેલો. મોહનીયકર્મના વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમ રૂપ જે માર્ગ, તે માર્ગની સન્મુખ થયેલો જીવ માર્ગાભિમુખ છે. અહીં ભાવાર્થ એ છે કે મોહનીયકર્મના વિશિષ્ટ ક્ષયોપશમ રૂપ માર્ગમાં પ્રવેશ કરવાને યોગ્ય (=આવો ક્ષયોપશમ થવાને યોગ્ય) ભાવને પામેલો જીવ માર્ગાભિમુખ છે. માર્ગાભિમુખ જીવ ફક્ત પ્રકારના માર્ગમાં પ્રવેશ્યો નથી, પણ પ્રવેશ કરવાને લાયક થઈ ગયો છે.
(૩) માર્ગપતિત–ઉક્ત પ્રકારના માર્ગમાં જેનો પ્રવેશ થઈ ગયો છે તે માર્ગપતિત. માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બંને ચરમયથાપ્રવૃત્તિકરણમાં આવેલા હોય છે અને (એથી જો નજીકના જ કાળમાં ગ્રંથિનો ભેદ કરે છે.
(૪) દૂરભવ્ય-એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસારકાળ જેમનો બાકી હોય તે દૂરભવ્ય.
(૫) અભવ્ય–મુક્તિને પામવાની લાયકાત જેમાં ન હોય તે અભવ્ય. યથાપ્રવૃત્ત કરણથી ગ્રંથિસ્થાને આવેલા અભવ્ય વગેરે જીવોને જિનાજ્ઞાનું પાલન દ્રવ્યથી હોય છે. ભાવથી નહિ. પ્રસ્તુત વિચારણામાં દ્રવ્ય શબ્દના બે અર્થ છે. (૨૫૩)
भजनामेवाहएगो अप्पाहन्ने, केवलए चेव वट्टती एत्थ । अंगारमहगो जह, दव्वायरिओ सयाऽभव्वो ॥२५४॥
एको द्रव्यशब्दो-ऽप्राधान्येऽप्रधानभावे केवलके चैव-प्रधानभावकारणभावांशविकलेएववर्त्तते ।अत्रानयोर्द्रव्यशब्दयोर्मध्ये दृष्टान्तमाह-अङ्गारमईकोयथाद्रव्याचार्योऽभूतभविष्यद्भावाचार्ययोग्यभावःसदा-सर्वकालमभव्यो वक्ष्यमाणरूपःसन् ॥२५४॥ ૧. ઉપદેશરહસ્ય ગાથા-૧૮.