________________
ઉપદેશપદ : ભાગ-૧
૪૦૧ ગાંઠને ભેદવાના તીવ્ર વર્ષોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં કયારેય તેવો તીવ્ર વર્ષોલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વર્ષોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ કહ્યું છે કે “ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે”
અનિવૃત્તિકરણ– અનિવૃત્તિકરણ એટલે સમ્યકત્વને પમાડનાર વિશુદ્ધ અધ્યવસાયો. આનું “અનિવૃત્તિ” એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાયો સમ્યકત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ–જાય નહિ તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યક્ત પામે છે. આથી જ કહ્યું છે કે- “જીવ સમ્યક્તાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે.”
અહીં અપૂર્વકરણના વર્ણનમાં આપણે જોયું કે યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિને વધારી દે છે. પણ જે જીવ જે યથાપ્રવૃત્તિકરણ પછી અવશ્ય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગાંઠને ભેટે છે તે જીવનું તે યથાપ્રવૃત્તિકરણ ચરમયથાપ્રવૃત્તિકરણ છે. ચરમ એટલે છેલ્લું. છેલ્લું યથાપ્રવૃત્તિકરણ તે ચરમયથાપ્રવૃત્તિકરણ છે. એકવાર અપૂર્વકરણ થયા પછી જીવને ક્યારેય યથાપ્રવૃત્તિકરણ થતું નથી.
પ્રશ્ન- જીવ ગ્રંથિદેશે કેટલો કાળ રહે ?
ઉત્તર- જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય વર્ષો સુધી ગ્રંથિ દેશે રહે છે. આનો અર્થ એ થયો કે ગ્રંથિ દેશે આવેલા જીવનું યથાપ્રવૃત્તિ કરણ ચરમ હોય તો પણ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તુરત જ રાગ-દ્વેષની ગાંઠને ભેદે એવો નિયમ નથી. પણ ભેદશે અને સમ્યકત્વ પામશે એ વાત ચોક્કસ છે. હવે તે ક્યારેય અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક કર્મસ્થિતિને નહિ બાંધે.
યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્યજીવો આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ૧. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી. એમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા
ફરતા નથી.