________________
૩૯૫
ઉપદેશપદ : ભાગ-૧
તો પણ એ મરણ ન પામે એ માટે મારે તેના ઉપર જૈનધર્મ કથન રૂપ સુકરુણા કરવી જોઇએ. આ પ્રમાણે વિચારીને તેણે દુઃસહ કામરૂપ દાવાનલને બુઝાવવા માટે મેઘ સમાન ધર્મ તે સ્ત્રીને કહ્યો. તે આ પ્રમાણે-“અબ્રહ્મસેવન અધર્મનું મૂળ છે. સંસારના ભાવોને વધારનારું છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. માટે અબ્રહ્મ સેવનનો ત્યાગ કરવો એ યોગ્ય છે. (૧) તેઓ ધન્ય છે, તેમનાથી ત્રણ લોક પવિત્ર કરાયા છે, કે જેમણે વિશ્વને ક્લેશ પમાડનાર કામરૂપ મલ્લનો વિનાશ કર્યો છે. (૨) ત્યાર બાદ તે દેવ ભીમકુમારમાં મેરુ પર્વતના જેવી નિશ્ચલતા જાણીને પોતાનું રૂપ બતાવીને સ્વર્ગમાં જતો રહ્યો. (૨૪૯)”
પછી ભીમકુમારે પણ શું કર્યું તે વિગતને ગ્રંથકાર કહે છે–ભીમકુમાર અરિહંતોની આજ્ઞાને યાદ કરીને આત્મારામ થયો, અર્થાત્ આત્મારૂપ નંદનવનમાં રમણતા કરનારો થયો, એટલે કે બાહ્યવસ્તુઓના રાગથી રહિત થયો. ભીમકુમાર અરિહંતોની જે આજ્ઞાને યાદ કરીને આત્મારામ થયો તે આજ્ઞા આ પ્રમાણે છે-“સ્વહિત કરવું, શક્તિ હોય તો પરહિત પણ કરવું. સ્વહિત અને પરહિત એ બેમાંથી કોઈ એક જ હિત થઈ શકે તેમ હોય તો સ્વહિત જ કરવું.”
હવે ગ્રંથકાર ભીમકુમારના દૃષ્ટાંત દ્વારા બીજા જીવોને ઉપદેશ કહે છે–આ રીતે ભીમકુમારના દૃષ્ટાંતની જેમ ઉચિત પ્રવૃત્તિરૂપ જિનાજ્ઞાને કરતા, અર્થાત્ જ્યારે જે કરવું ઉચિત હોય ત્યારે તે ઉચિતને કરતા બીજા જીવોને પણ શ્રુત-ચારિત્રરૂપ ધર્મ થાય. જ્યારે જે ઉચિત હોય ત્યારે તે ઉચિત કરવું જોઇએ એ વિષે કહ્યું છે કે-“બુદ્ધિમાન મનુષ્ય સદા સર્વસ્થળે ઉચિત કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી જ ફલની સિદ્ધિ થાય છે અને આ જ(–ઉચિત કરવું એ જ) જિનાજ્ઞા છે.” (૨૫૦)
लौकिकैरप्याज्ञाप्रामाण्यमेवाश्रितमिति दर्शयन् भीष्मवक्तव्यतामाहअन्ने गयपिंडो दब्भहत्थगाणातो दब्भदाणेणं । भीमं पियामहं खलु, पाएणेवं चिय कहेंति ॥२५१॥
अन्ये-अपरे सूरयो भीष्मपितामहमेव कथयन्तीत्युत्तरेण योगः । स च किल कदाचिद् गयायां पुरि लोकप्रसिद्धायां पितृपिण्डप्रदानार्थं जगाम । तत्र च तेन कृत्येषु जलाभिषेकाग्निकादिषु पिण्डप्रदानोचितेषु कृतेषूपस्थापिते पिण्डदाने पितृभिरेको हस्तो दाङ्कुरकलिततया दर्भहस्तकः सर्वापरपिण्डप्रदातृसाधारणो वटाद् निःसार्य