________________
૩૮૫
ઉપદેશપદ : ભાગ-૧
સુવર્ણઘટતુલ્ય એમ કહેવાનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે–જેમ માટીનો ઘડો ભાંગે તો નકામો જાય છે, પણ સોનાનો ઘડો ભાંગે તો નકામો જતો નથી. કેમ કે સુવર્ણનો ભાવ(પૈસા) ઉપજે છે, અથવા તેનાથી જ નવો સુવર્ણનો ઘડો બનાવી શકાય છે. તેવી રીતે ભૂતકાળમાં બંધાઈ ગયેલાં તેવા પ્રકારનાં અશુભકર્મોના ઉદયથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અટકી જાય તો પણ ભવિષ્યમાં ફરી અવશ્ય સુક્રિયા કરવા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અથવા તેવા પ્રકારના પ્રતિકૂળ કર્મોના ઉદયને કારણે સુક્રિયા ન કરી શકે તો પણ સુક્રિયા કરવાના ભાવ જતા નથી. એથી અંતરમાં રહેલા સુક્રિયા કરવાના ભાવથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થયા કરે. (૨૪૦)
ननु क्रियामात्रमप्याज्ञाबहुमानशून्यानां कथं ज्ञायते ? इत्याशङ्क्याहकिरियामेत्तं तु इहं, जायति लद्धादवेक्खयाएऽवि । गुरुलाघवादिसन्नाणवज्जियं पायमियरेसिं ॥२४१॥ क्रियामात्रं पुनरुक्तरूपमिह-दूरभव्येष्वभव्येषु च जायते लब्ध्याद्यपेक्षयापि, इह लब्धिर्वस्त्रपात्रकीर्त्यादिलाभलक्षणा गृह्यते, आदिशब्दात् स्वजनाद्यविरोधकुललज्जादिग्रहः, तान्यप्यपेक्ष्य स्यात् । गुरुलाघवादिसंज्ञानवर्जितं गुणदोषयोः प्रवृत्ती गुरुलाघवमादिशब्दात् सत्त्वादिषु मैत्र्यादिभावग्रहस्तेषु यत्संज्ञानं शुद्धसंवेदनरूपं तेन विनिर्मुक्तं, प्रायो-बाहुल्येनेतरेषां-शुद्धाज्ञाबहुमानविहीनानामिति ॥२४१॥
આશાબહુમાનથી રહિત જીવોને માત્ર બાહ્ય ક્રિયા હોય એ પણ કેવી રીતે જાણી શકાય તેવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– બીજાઓને અહીં મોટાભાગે લબ્ધિ આદિની અપેક્ષાએ પણ ગુરુ-લાઘવ આદિના સમ્યજ્ઞાનથી રહિત માત્રક્રિયા હોય છે.
ટીકાર્થ– બીજાઓને– શુદ્ધ આજ્ઞા બહુમાનથી રહિત જીવોને. અહીં-દૂરભવ્ય અને અભવ્ય જીવોમાં. લબ્ધિ–વસ્ત્ર-પાત્ર-કીર્તિ આદિનો લાભ. આદિ શબ્દથી સ્વજન આદિનો અવિરોધ અને કુલલજજા વગેરે સમજવું.
ગુરુ-લાઘવ આદિના સમ્યજ્ઞાનથી રહિત– ગુણ-દોષની (=ગુણવાળી કે દોષવાળી) પ્રવૃત્તિ કરે તેમાં ગુરુ-લાઘવનું એટલે કે સારાસારનું લાભ-હાનિનું) સમ્યજ્ઞાન ન હોય.
આદિ શબ્દથી જીવો વગેરેમાં મૈત્રી આદિ ભાવો સમજવા. તે આ પ્રમાણે– સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના રાખવી જોઇએ. ગુણોથી અધિક જીવો પ્રત્યે પ્રમોદ ભાવના