________________
૩૮૬
ઉપદેશપદ : ભાગ-૧ રાખવી જોઈએ. દુ:ખી જીવો પ્રત્યે કરુણા ભાવના રાખવી જોઈએ. અવિનીત–ઉપદેશ આપવાને અયોગ્ય) જીવો પ્રત્યે માધ્યશ્મ ભાવના રાખવી જોઈએ. શુદ્ધ આજ્ઞાબહુમાનથી રહિત જીવોને આનું સંજ્ઞાન-શુદ્ધસંવેદન ન હોય.
ભાવાર્થ- અભવ્ય અને દૂરભવ્ય જીવો શુદ્ધ આજ્ઞાબહુમાનથી રહિત હોય અને એથી કોઈપણ પ્રવૃત્તિ કરે તેમાં તેમને સારાસારનું (-લાભ-હાનિનું) સમ્યજ્ઞાન ન હોય, તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના વગેરે ચાર ભાવનાઓ તેમનામાં ન હોય. આમ છતાં તે જીવો વસ્ત્ર-પાત્ર-કીર્તિ આદિ મેળવવા માટે ધર્મક્રિયાઓ કરે. કોઈ દીક્ષા સ્વીકારે. કોઈ શ્રાવકનાં વ્રતો સ્વીકારે. કોઈ જિનપૂજા વગેરે ધર્મક્રિયા કરે. આ બધું કરવાની પાછળ વસ્ત્ર આદિ મેળવવાનો હેતુ હોય છે, પણ આત્મહિતનો હેતુ ન હોય, આથી તેમની આ ધર્મક્રિયા સમ્યજ્ઞાનથી રહિત કેવળ બાહ્ય ક્રિયા હોય છે. (૨૪૧)
एत्तो उ निरणुबंध, मिम्मयघडसरिसमो फलं णेयं । कुलडादियदाणाइसु, जहा तहा हंत एयपि ॥२४२॥
इतस्तु-क्रियामात्रात् पुनर्निरनुबन्धम्-उत्तरोत्तरानुबन्धशून्यम्, अत एव 'मिम्मयघडसरिसमो' इति मृत्तिकामयघटसदृक्षं फलं पुण्यबन्धलक्षणं ज्ञेयम् । पुनरपि दृष्टान्तान्तरेण भावयति-कुलटाया-दुश्चारिण्याः स्त्रिया द्विजदानादयो-ब्राह्मणविभववितरणपर्वदिवसोपवास-तीर्थस्नानप्रभृतयो धर्मक्रियाविशेषास्तेषु यथा निरनुबन्धं फलं, तथा, हन्तेति कोमलामंत्रणे, एतदपि क्रियामात्रजन्यं पुण्यमिति ॥२४२॥
ગાથાર્થ–માત્ર બાહ્યધર્મક્રિયાથી માટીના ઘડા સમાન નિરનુબંધ પુણ્યરૂપ ફલ જાણવું. જેવી રીતે કુલટા સ્ત્રીને બ્રાહ્મણોને દાન કરવું વગેરેથી નિરનુબંધ ફલ મળે તેમ માત્ર બાહ્યધર્મક્રિયાથી પણ નિરનુબંધ ફલ મળે.
ટીકાર્થ-નિરનુબંધ-ઉત્તરોત્તર અનુબંધથી (=પરંપરાથી) રહિત.
માટીના ઘડા સમાન- માટીનો ઘડો ફૂટે નહિ ત્યાં સુધી કામમાં આવે. ફૂટી ગયા પછી કામમાં ન આવે. તેમ નિરનુબંધ પુણ્યથી એ પુણ્યોદય હોય ત્યાં સુધી સુખ મળે, પણ તેની પરંપરા ન ચાલે (એટલે કે એ પુણ્ય પૂર્ણ થયા પછી દુઃખ આવીને ઊભું રહે.)
* કુલટા(–દુરાચારિણી)સ્ત્રી બ્રાહ્મણોને ધન આપવું, પર્વ દિવસોમાં ઉપવાસ કરવો, તીર્થમાં સ્નાન કરવું વગેરે ધર્મક્રિયાઓ કરે. આ ધર્મક્રિયાઓમાં તેને પુણ્યનો બંધ થાય, પણ તે બંધ અનુબંધથી રહિત હોય. તે જ પ્રમાણે શુદ્ધ આજ્ઞા બહુમાન વિના માત્ર બાહ્ય ધર્મક્રિયાથી અનુબંધરહિત પુણ્ય બંધાય. (૨૪૨)