________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૮૧ પુરુષના ઉપકારને અને અપકારને જાણીને- ઉપકાર એટલે ઉપખંભ-ટેકો, જ્ઞાનાદિની વૃદ્ધિરૂપ ઉપકારને, અને તેવા પ્રકારની અવસ્થાની ખામીના કારણે શ્લેખ આદિનો પ્રકોપરૂપ અપકારને જાણીને.
પોતાના ઉપકારને અપકારને જાણીને- પોતાના પણ શુદ્ધ સમાધિનો લાભરૂપ ઉપકારને અને વેયાવચ્ચ સિવાયના અન્ય આવશ્યક કર્તવ્યોની હાનિ રૂપ અપકારને જાણીને.
આ બધું સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક જાણીને તથા વેયાવચ્ચ કરવી એવો સર્વજ્ઞનો ઉપદેશ છે એમ મનમાં નિશ્ચય કરીને કીર્તિ આદિની અભિલાષાથી રહિત બનીને વેયાવચ્ચ કરે. (૨૩૭)
न च वक्तव्यं क्रियात एव फलसिद्धिर्भविष्यतीति किं पुनः पुनराज्ञोद्घोषणेनेत्याहआणाबहुमाणाओ, सुद्धाओ इह फलं विसिटुंति । ण तु किरियामेत्ताओ, पुव्वायरिया तहा चाहु ॥२३८॥
आज्ञाबहुमानाद्-वचनपक्षपाताच्छुद्धात्-कुग्रहादिदोषरहितात्, इह-वैयावृत्त्यादिकृत्येषु फलं विशिष्टं-पुण्यानुबन्धिपुण्यरूपं निरनुबन्धाशुभकर्मरूपं च सम्पद्यत इति। न पुनः क्रियामात्राद्-मन्त्रविवर्जितसर्पदष्टापमार्जनक्रियाकल्पात् साधुसमाचारासेवनादेः केवलाद् विशिष्टं फलमस्ति । एतदेव दृढीकुर्वन्नाह-पूर्वाचार्यास्तथा च-तथैव-यथोच्यतेऽस्माभिस्तथाहुः-ब्रुवते ॥२३८॥
ક્રિયાથી જ ફલની સિદ્ધિ થશે, વારંવાર આશાની ઉદ્ઘોષણા કરવાનું શું કામ છે ? એવું ન કહેવું એમ ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- અહીં શુદ્ધ આજ્ઞાબહુમાનથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે, નહિ કે ક્રિયા માત્રથી. પૂર્વાચાર્યો તે પ્રમાણે કહે છે.
ટીકાર્ચ–અહીં–વેયાવચ્ચ વગેરે ધર્મકાર્યોમાં. શુદ્ધ-કદાગ્રહ આદિ દોષથી રહિત. આજ્ઞાબહુમાનથી–શાસ્ત્રવચનપક્ષપાતથી.
વિશિષ્ટ ફલ–પુણ્યાનુબંધી પુણ્યરૂપ અને નિરનુબંધ અશુભ કર્મબંધરૂપ વિશિષ્ટ ફલની પ્રાપ્તિ થાય છે.
નહિ કે ક્રિયામાત્રથી–જેવી રીતે સર્પના ઝેરને દૂર કરવાની ક્રિયાઓ મંત્ર બોલ્યા વિના કરવામાં આવે તો સર્પનું ઝેર દૂર ન થાય, તેમ શુદ્ધ આજ્ઞા બહુમાન વિના કેવલ સાધુઓના આચારોના સેવનથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય. આ વાત જેવી રીતે અમે કહીએ છીએ તેવી જ રીતે પૂર્વાચાર્યો પણ કહે છે.