________________
૩૭૯
ઉપદેશપદ : ભાગ-૧
અનુબંધવાળું- અનુબંધ, અનુગમ(-પરંપરા ચાલવી) અને વિચ્છેદનો અભાવ વગેરે શબ્દોનો એક અર્થ છે. જેનો અનુબંધ ચાલે–પરંપરા ચાલે તે અનુબંધવાળું કહેવાય. વૈયાવૃન્ય અનુબંધવાળું છે. આ વિષે કહ્યું છે કે
“સંયમના ભંગથી અથવા મૃત્યુ થવાથી ચારિત્ર નાશ પામે છે. પરાવર્તન ન કરવાથી શ્રુત નાશ પામે છે. પણ વેયાવચ્ચથી કરાયેલું શુભ ઉદયવાળું કર્મ ક્યારે પણ નાશ પામતું નથી.”
સ્વશક્તિ નિરપેક્ષ બનીને- સ્વભાવથી જ વૈયાવૃત્ય કરવાની રુચિવાળો કોઈક પુરુષ અલ્પ બુદ્ધિ હોવાના કારણે વૈયાવૃજ્ય અપ્રતિપાતી છે એવા સર્વજ્ઞ વચનને યાદ કરીને પોતાની શક્તિનો વિચાર કર્યા વિના વેયાવચ્ચમાં અતિશય પ્રવૃત્તિ કરે છે.
જેવી રીતે અપરિપક્વ બુદ્ધિવાળો કોઈ પુરુષ અતિશય ભૂખ લાગવાના કારણે પોતાની જઠરાગ્નિના બલનું ઉલ્લંઘન કરીને પોતાની પચાવવાની શક્તિથી વધારે) ભોજન કરે તો તે કોઈ લાભને પામતો નથી, બલ્ક જઠરાગ્નિને (-પચાવવાની શક્તિને) મંદ બનાવવાના કારણે દોષને જ પામે છે, એ પ્રમાણે પ્રસ્તુત વયાવચ્ચમાં પણ ભાવના કરવી.
ભાવાર્થ- વેયાવચ્ચ કરવાની પોતાની શક્તિનો વિચાર કર્યા વિના વેયાવચ્ચ કરવામાં આવે તો પોતાના બીજા યોગો સદાય અને વેયાવચ્ચ કરવાની ભાવના ભાંગી જાય વગેરે અનેક દોષોની સંભાવના છે. માટે પોતાની શક્તિનો બરોબર વિચાર કરીને શક્તિ પ્રમાણે વેયાવચ્ચ કરવી એમ કહેવાનો આશય છે. (૨૩૫)
इत्थमल्पमतिविषयं वैयावृत्त्यमभिधाय, अधुना तद्विपर्ययेणाभिधातुमाहअन्नो उ किं इमं भन्नतित्ति वयणाओं कह व कायव्वं । सत्तीऍ तह पयट्टति, जह साहति बहुगमेयं तु ॥२३६॥
अन्यः पुनः वैयावृत्त्यरुचिरेव धार्मिकविशेषो बहुमतिः किमिदं-वैयावृत्त्यं भण्यते शास्त्रेष्विति वैयावृत्त्यस्वरूपं प्रथमतो मीमांसते, अज्ञातस्य तु कर्तुमशक्यत्वात् । ततो वचनाजानीते संयतलोकस्योचितार्थसम्पादनरूपमेतदिति । तथा, कथं वा-केन वा प्रकारेण गुरुबालवृद्धादिजनोचितप्रवृत्तिरूपेण कर्त्तव्यमिति । इत्यूहापोहयोगेन शक्त्यास्वसामर्थ्यानुरूपं तथा प्रवर्त्तते प्रस्तुत एव वैयावृत्त्ये यथा साधयति बहुकमेतत्तु-इदमेव वैयावृत्त्यं, शक्तेरत्रोटनेन प्रतिदिनं वृद्धिभावादिति भावः ॥२३६॥