________________
૩૭૭
ઉપદેશપદ : ભાગ-૧ ભાવમલ ઘણો હોય તે જીવમાં આધ્યાત્મિક દૃષ્ટિએ (હિત-અહિતનો) વિવેક હોતો જ નથી. ભાવમલ ઘણો ક્ષીણ થઈ જાય ત્યારે જ જીવમાં આધ્યાત્મિક દૃષ્ટિએ હિત-અહિતનો વિવેક પ્રગટે છે. માટે અહીં ઘણો ભાવમલ ક્ષીણ થઈ જાય ત્યારે મનુષ્ય યોગબીજોને ગ્રહણ કરે છે એમ કહ્યું. (૨૩૩)
ता एयम्मि पयत्तो, ओहेणं वीयरायवयणम्मि । बहुमाणो कायव्वो, धीरेहिं कयं पसंगेण ॥२३४॥
तत्-तस्मादेतस्मिन्-धर्मबीजे प्रयत्नो-यत्नातिशयः कर्तव्यो धीररित्युत्तरेण योगः । किंलक्षणः प्रयत्नः कर्त्तव्य इत्याशङ्क्याह-ओघेन-सामान्येन वीतरागवचनेवीतरागागमप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्चित्तशुद्धसमाचारे बहुमानो-भावप्रतिबन्धः क्षयोपशमवैचित्र्याद् मृदुमध्याधिमात्रः कर्त्तव्यो धीरैः-बुद्धिमद्भिः। उपसंहरन्नाह-कृतं प्रसङ्गेन-पर्याप्तं धर्मबीजप्रख्यापनेनेति ॥२३४॥
ગાથાર્થ– તેથી બુદ્ધિમાન પુરુષોએ ધર્મબીજમાં અતિશય યત કરવો જોઇએ. કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ એવી આશંકા કરીને કહે છે– સામાન્યથી વીતરાગ વચનમાં બહુમાન રૂપ પ્રયત્ન કરવો જોઈએ. ધર્મબીજનું વર્ણન આટલું બસ છે.
ટીકાર્થ- વીતરાગ વચનમાં– વીતરાગના આગમમાં જણાવેલા, અપુનબંધકની ક્રિયાથી આરંભીને અયોગિકેવલી સુધીના, તે તે ચિત્તથી શુદ્ધ એવા સમ્યક્ આચારોમાં.
(અહીં સમ્યક્ આચારોમાં બહુમાન કરવું જોઇએ એમ કહ્યું છે. તેવા સમ્યક આચારોમાં બહુમાન કરવું જોઈએ એ જણાવવા ત્રણ વિશેષણો છે. (૧) જે સમ્યક આચારો વીતરાગના આગમમાં જણાવેલા હોય તેવા સમ્યક્ આચારોમાં બહુમાન કરવું જોઇએ. (૨) એ સમ્યક્ આચારો કેવા જીવથી પ્રારંભી કેવા જીવ સુધીમાં હોય છે એ જણાવવા અપુનબંધકની ક્રિયાથી આરંભીને અયોગિકેવલી સુધીના સમ્યક્ આચારો એમ કહ્યું છે. (૩) તે આચારો તે તે ચિત્તથી શુદ્ધ હોય તો સમ્યક બને તે જણાવવા તે તે ચિત્તથી શુદ્ધ એમ કહ્યું છે. તે તે ચિત્તથી શુદ્ધ એટલે અપુનબંધક, સમ્યગ્દષ્ટિ વગેરેનું જે ચિત્ત તે ચિત્તથી શુદ્ધ. અપુનબંધક આદિના ચિત્તમાં ધર્મક્રિયાના ફળરૂપે આ લોકના કે પરલોકના ભૌતિક સુખ મેળવવાની ઇચ્છા હોતી નથી. આથી તેવા ચિત્તથી શુદ્ધ થયેલા આચારો સમ્યક હોય.)
બહુમાન– ભાવથી રાગ. આ રાગ બધાને એક સરખો ન હોય, કેમકે જીવોનો (મોહનીયકર્મનો) ક્ષયોપશમ વિચિત્ર હોય છે. આથી જેટલા પ્રમાણમાં ક્ષયોપશમ હોય તેટલા