________________
૩૭૫
ઉપદેશપદ : ભાગ-૧
નિપુણ પુરુષોએ સ્વયં જાણવું– નિપુણ પુરુષોએ જાતે જ તર્ક-વિતર્ક કરીને જાણવું. જેવી રીતે ઇક્ષ-ઈશ્કરસ વગેરેના રસની મધુરતામાં રહેલી વિશેષતાનો અનુભવ થવા છતાં તેને પાણીમાં ઉતારી શકાતી નથી તેવી રીતે ધર્મબીજ સ્વયં અનુભવવા છતાં બીજાને કહી શકાતું નથી.
કહ્યું છે કે– “ઇક્ષ-ઈશુરસ-ગોળ વગેરેના માધુર્યમાં મહાન અંતર છે. તો પણ તે અંતરને કહેવા માટે સરસ્વતી પણ સમર્થ નથી.” (૨૩૨)
अथैतद् गुरुकत्वमेव भावयतिजं दव्वलिंगकिरियाऽणंता तीया भवम्मि सगलावि । सव्वेसिं पाएणं, ण य तत्थवि जायमेयंति ॥२३३॥
यद् यस्माद् द्रव्यलिङ्गक्रिया:-पूजाद्यभिलाषेणाव्यावृत्तमिथ्यात्वादिमोहमलतया द्रव्यलिङ्गप्रधानाः शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किमित्याहअनन्ताः- अनन्तनामकसंख्याविशेषानुगता अतीताः-व्यतिक्रान्ता भवें-संसारे सकला अपि-तथाविधसामग्रीवशात् परिपूर्णा अपि सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । ततोऽपि किमित्याह-न च-नैव तत्रापितास्वपि सकलासु द्रव्यलिङ्गक्रियासु जातमेतत्-सद्धर्मबीजमिति । कथञ्चित् कषायाप्रवृत्तिलक्षणलेश्याशुद्धावपि निरवधिभवभ्रमणयोग्यतालक्षणस्य सहजस्य भावमलस्य प्रभूतस्याद्यापि भावात् । यथोक्तम्-"एतद् भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत् कार्यं न यत् क्वचित् ॥१॥२३३॥
ધર્મબીજની આ મહત્તાને જ વિચારે છે–
ગાથાર્થ- કારણકે સંસારમાં પ્રાયઃ સર્વ જીવોની સંપૂર્ણ પણ દ્રવ્યલિંગ ક્રિયા અનંત થઈ છે. તે દ્રવ્યલિંગ ક્રિયાઓમાં પણ શુદ્ધધર્મનું બીજ થયું નથી.
ટીકાર્થ- સર્વ જીવોની- અવ્યવહાર રાશિમાં રહેલા અને અવ્યવહાર રાશિમાંથી થોડા જ કાળ પહેલા નીકળેલા હોય તેવા જીવોને છોડીને સર્વ જીવોની.
સંપૂર્ણ પણ- તેવા પ્રકારની સામગ્રીના કારણે સંપૂર્ણ પણ. દ્રવ્યલિંગ ક્રિયા–મિથ્યાત્વાદિ મોહરૂપ મળ દૂર ન થવાના કારણે પૂજા આદિની અભિલાષાથી દ્રવ્યલિંગની પ્રધાનતાવાળી–ભાવ રહિત) અને શુદ્ધશ્રમણભાવને પ્રાયોગ્ય એવી પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે ક્રિયા એ દ્રવ્યલિંગ ક્રિયા છે. ૧. અહીં ધર્મબીજ અનુભવગમ્ય છે એનો અર્થ એ છે કે ધર્મબીજની વાવણી થાય ત્યારે આત્મામાં જે વિશિષ્ટ
અધ્યવસાયો થાય છે અને જે આનંદ થાય છે તે અનુભવગમ્ય છે.