________________
૩૪૮
ઉપદેશપદ : ભાગ-૧ પોતાના પરિજનથી (બીજા રાજાઓ વડે) વીંટળાયેલો રાજા રથને અનુસરવા લાગ્યો. સમયે સામંત રાજાઓનો સત્કાર કરીને સ્નેહ નીતરતા વચનોથી કહ્યું: હે સામંતો ! જો તમે મને માનો છો તો પોતાના રાજ્યોમાં જિનમંદિરોમાં આવા પ્રકારની મોટી જિનરથયાત્રાઓ કરાવો. મારે ધનનું કોઈ પ્રયોજન નથી. મને આ જિનધર્મ પ્રિય છે. વિસર્જન કરાયેલા તેઓ પોતાના રાજ્યોમાં જઈ ઘોષણા કરાવી. સીમાડાના દેશો સાધુઓના સુખપૂર્વકના વિહારવાળા થયા, અર્થાત્ તે દેશોમાં સાધુઓનો વિહાર સુલભ થયો. તેઓ પણ પોતાના રાજ્યોમાં રથયાત્રા, પુષ્પપૂજા, અક્ષતપૂજાને કરાવે છે. (૩)
હવે કોઈક વખત સંપ્રતિરાજાએ મસ્તક નમાવીને સુહસ્તિસૂરિને પુછ્યું- હે ભગવન્! તમે સાધુઓ અનાર્ય દેશોમાં કેમ વિહાર કરતા નથી? મુનિપુંગવે કહ્યું: આર્યદેશમાં વિચરતા સાધુઓ સંયમગુણને સાધી શકે છે પણ અનાર્યદેશોમાં નહીં એમ વિરે કહ્યું છે. અહીં આર્ય દેશોમાં સંજ્ઞિશ્રાવકો સુવિહિત સાધુઓના અભિગ્રહોને જાણે છે, જ્ઞાન અને ચારિત્ર ગુણોની પ્રાપ્તિ થાય છે અને ગચ્છની વૃદ્ધિ થાય છે. ધર્મનો મર્મ જામ્યો છે જેણે એવા રાજાએ પોતાના પુરુષોને સાધુવેશ પહેરાવીને સાધુ સમાચારી બતાવવા નિમિત્તે અનાર્ય દેશોમાં મોકલ્યા. જેવી રીતે સાધુઓ ભોજન પાન, ઉપાશ્રયાદિને ગ્રહણ કરે છે અને જેવી રીતે ભાષાસમિતિ વગેરેનું પાલન કરે છે તેવી રીતે તેમની પાસે વ્યવહાર કરાવ્યો. શ્રમણ સુભટો વડે એષણાદિ સામાચારીથી ભાવિત કરાયેલા તે દેશોમાં સાધુઓ સુખપૂર્વક વિહરવા લાગ્યા અને તેઓ ભદ્રક થયા. ઉગામેલા શસ્ત્રોથી વ્યાકુલ-ઉત્તમ સૈન્યવાળા રાજા શત્રુસૈન્યને જીતીને ઘોર એવા આંધ્ર અને દ્રવિડ દેશોમાં સાધુઓનો વિહાર સુખપૂર્વક કરાવ્યો. પોતાના પૂર્વ જન્મના દારિત્ર્ય દોષને યાદ કરીને નગરના સાત દરવાજાઓ ઉપર મોટા ચિત્રો કરાવે છે અને ભિક્ષુકોને ભોજન અપાવે છે. જેઓ તે જીવોને તૃપ્ત કરે છે તેઓને રાજા ગૌરવપૂર્વક (સન્માનીને) કહે છે કે દીનોને આપતા જે કંઈ બાકી વધે તેને આદરથી સાધુઓને આપો. તમારી ભોજનાદિ સામગ્રી સાધુઓને યોગ્ય છે જ્યારે મારી સામગ્રી રાજપિંડ હોવાથી તેઓને ન કહ્યું. તેનું જેટલું મૂલ્ય થશે તે હું તમને આપીશ. અહીં તમારે કોઈ મનનો વિકલ્પ ન કરવો. તેઓ સાધુઓને ભોજન તથા પાન પૂરતા પ્રમાણમાં વહોરાવે છે. બીજો પણ જે કંદોઈ આદિ લોક છે તે પણ રાજાવડે કહેવાયો કે સાધુઓને જે યોગ્ય છે તે સર્વ તેઓને જરૂરીયાત મુજબ સપ્રણિધાન ચિત્તવાળા બનીને આપો અને તેનું મૂલ્ય મારી પાસે લેવું. આ પ્રમાણે સાધુઓને ભિક્ષા ઘણી સુલભ થઈ. ભગવાનની આજ્ઞા મુજબ ગ્રામ-આકરઆદિમાં વિહાર કરતા આર્યમહાગિરિ આર્યસુહસ્તિની પાસે આવ્યા. સર્વ પણ ભિક્ષાના સ્વરૂપને જાણીને, મનથી સારી રીતે ઉપયોગ મૂકીને સુહસ્તિસૂરિને પુછ્યું: આ પ્રમાણે કેમ? તેવા પ્રકારનો