________________
૩૫૦
ઉપદેશપદ : ભાગ-૧ ત્યાં આર્યસુહસ્તિસૂરિ વડે વસુભૂતિ નામનો શ્રેષ્ઠી પ્રતિબોધ કરાયો. બોધિને પામેલા તેણે પોતાના ઘરના લોકોના બોધને માટે સૂરિને કહ્યું: હે ભગવન્! મારા ઘરે તમે ધર્મકથા કરો. ક્યારેક તે જ પ્રમાણે તેના ઘરે ધર્મકથા કરાતી હતી ત્યારે ભિક્ષા માટે મહાગિરિ ત્યાં આવ્યા અને આર્યસુહસ્તિસૂરિએ જલદીથી અભ્યત્થાન કર્યું. પછી ખુશ થયેલા વસુભૂતિ શ્રેષ્ઠીએ પૂછ્યું: “તમે જેનું અભુત્થાન કર્યું તે કોણ છે ?” તેણે કહ્યું: તે અમારા ગુરુ છે અને વિશિષ્ટ પ્રકારની આરાધનામાં ઉદ્યત થયા છે. ત્યાગ કરાતા અન્ન અને પાનને ગ્રહણ કરે છે પણ બીજા નહીં. આ પ્રમાણે સાધુઓમાં સિંહ સમાન ગુણનિધાન એવા તેમનો વૃત્તાંત કહીને ઉચિત સમયે પોતાની વસતિમાં ગયા. પછી બીજે દિવસે વસુભૂતિએ પોતાના પરિવારને સમજાવ્યું કે જ્યારે ગુરુના ગુરુ કોઈપણ રીતે અહીં ભિક્ષા લેવા માટે આવે ત્યારે તમારે અરસપરસ અન્નને ઇચ્છતા નથી એવો અનાદર ભાવ દર્શાવીને ભક્તપાન વહોરાવવું. જ્યારે તેઓ તેમના ઘરે પધાર્યા ત્યારે તેઓ તે જ પ્રમાણે કરવા લાગ્યા. મહાગિરિએ વિચાર્યું કે તેઓને આવો સભાવ ન હોય અને વહોર્યા વિના વસતિમાં પાછા ફર્યા. સંધ્યા સમયે સુહસ્તિને કહ્યું: હે આર્ય ! તેં આજે મારી અનેષણા કેમ કરી ? મેં કેવી રીતે અનેષણા કરી એમ સંભ્રાપ્ત થયેલા પૂછે છે. મહાગિરિએ કહ્યું: જ્યારે તમે મારું અભુત્થાન કર્યું અને મારો વૃત્તાંત કહ્યો ત્યારે. પછી પરિમિત સાધુઓથી સારી રીતે અનુસરાતા શ્રીમાનું મહાગિરિ કુસુમપુરમાંથી વિહાર કરીને જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા ઉજજૈની નગરીમાં ગયા પછી જિનબિંબને વંદન કરી સાધુસમૂહને બોધ આપ્યો. પછી તે મહાત્મા દશાર્ણ દેશમાં એલગચ્છ નામના નગરમાં અનશન વિધિથી મરણ સાધવા ગયા. પૂર્વે તે નગરનું નામ દશાર્ણપુર હતું અને પછી જેવી રીતે તેનું નામ એલગચ્છ થયું તે કહેવાય છે. (૧૩૫)
એક દુષ્ટ અભિપ્રાયવાળા મિથ્યાદૃષ્ટિ કોઈપણ રીતે કુળપ્રસૂતા એક શ્રાવિકાને પરણ્યો. અને તે શ્રાવિકા નિર્મળ સમ્યગૂ જિનધર્મને આરાધે છે. તેનો પતિ હંમેશા રાત્રિભોજનનું પચ્ચક્માણ કરતી એવી તેની મશ્કરી કરે છે. જેમકે શું કોઈ રાત્રિએ ભોજન કરે છે ? પચ્ચકખાણને કરતી તું તારા આત્માને ક્લેશ પમાડે છે. બુદ્ધિમાન પુરુષો નિષ્ફળારંભ કરનારા હોતા નથી. હવે કોઈક વખત તેણે કહ્યું કે જો રાત્રિભોજનના પચ્ચક્ષ્મણથી ધર્મ થઈ જતો હોય તો મારે પણ આ જ રાત્રિએ પક્માણ થાઓ. શ્રાવિકાએ તેને કહ્યું: તમે રાત્રિભોજનના પચ્ચક્માણને ન લો કારણ કે તમે પચ્ચકખાણને ભાંગી નાખશો. હે મુગ્ધ! શું હું રાત્રે ભોજન કરતો તારા વડે જોવાયો છું ? મિથ્યાદષ્ટિ વડે ઉપહાસ કરીને રાત્રિભોજનનું પચ્ચક્માણ કરાયું ત્યારે ગુસ્સો પામેલી શાસન દેવી તેના બહેનના રૂપને