________________
૩૭૨
ઉપદેશપદ : ભાગ-૧ आहारादिदशसंज्ञाविष्कम्भफलाभिसन्धिरहितत्वलक्षणैर्निर्मलभावमानीतं, स्तोकंवक्ष्यमाणापिशब्दस्येहाभिसम्बन्धात् स्तोकमपि 'प्रणिधानादि' प्रणिधानं-कुशलचित्तन्यासः, आदिशब्दात् 'प्रशस्तोचितकृत्यकरणग्रहो बीजं-प्ररोहहेतुस्तस्यैवसद्धर्मस्यानघम्-अवन्ध्यमिति ॥२३०॥
હવે પૂર્વોક્ત ઉદાહરણનો ઉપસંહાર કરતા ગ્રંથકાર બીજશુદ્ધિને બતાવે છે
ગાથાર્થ આ પ્રમાણે કર્મના ઉપશમથી શુદ્ધધર્મને અનુસરનારું અને ઉપાધિથી પરિશુદ્ધ અલ્પ પણ પ્રણિધાનાદિ શુદ્ધ ધર્મનું જ અવંધ્ય બીજ છે. (૨૩૦)
ટીકાર્ય–આ પ્રમાણે- ગામના મુખીના પ્રથમ પુત્રની જેમ. કર્મના ઉપશમથી-ઘણા અજ્ઞાનરૂપી અંધકાર સમૂહને પ્રવર્તાવનાર મિથ્યાત્વમોહની મંદતાથી.
ઉપાધિથી પરિશુદ્ધ-પ્રણિધાનમાં ઉપાદેય બુદ્ધિ હોવી જોઇએ, આહારાદિ દશ સંજ્ઞાનો નિગ્રહ હોવો જોઈએ. સંસારના ફલની આકાંક્ષા ન હોવી જોઈએ. આ રીતે નિર્મલ ભાવને પમાડાયેલ પ્રણિધાન ઉપાધિથી પરિશુદ્ધ છે.
પ્રણિધાનાદિ-પ્રણિધાન એટલે જિનાદિ વિષે કુશલ ચિત્તનો ન્યાસ. આદિ શબ્દથી પ્રશસ્ત અને ઉચિત કર્તવ્યો કરવા” એ ગ્રહણ કરવું.
બીજ-ઉત્પત્તિનું કારણ.
ભાવાર્થ...જે જીવને “જિન વિષે કુશલ ચિત્ત વગેરે જ ઉપાદેય છે એવી બુદ્ધિ થાય છે, આહારસંજ્ઞા વગેરે સંજ્ઞાઓથી રહિત બનીને જિનને નમસ્કાર વગેરે અનુષ્ઠાન કરે છે, અનુષ્ઠાનના ફળરૂપે આ લોકના અને પરલોકના સુખની આશંસા નથી, તે જીવનું “જિન વિષે કુશળ ચિત્ત” વગેરે બીજ ઉપાધિથી પરિશુદ્ધ છે અને એથી તેનું ધર્મબીજ અવંધ્ય હોવાથી અવશ્ય શુદ્ધધર્મની પ્રાપ્તિનું કારણ બને છે, ભવિષ્યમાં તેને અવશ્ય સમ્યક્ત વગેરે શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. પણ જો પોતે જે કંઈ ધર્માનુષ્ઠાન કરે છે તેમાં ઉપાદેય બુદ્ધિ ન હોય તથા આ લોક અને પરલોકના સુખની આશંસાથી કરે તો તે ધર્મબીજ અશુદ્ધ હોવાથી તેનાથી ભવિષ્યમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય (૨૩૦)
इदमेव किञ्चिद् विशेषत आह
૨. ૩. પ્રશંસવિતા ૨. આની વિશેષ સમજ માટે યોગદષ્ટિ સમુચ્ચયની ૨૫મી ગાથાનો ગુજરાતી ભાવાનુવાદ વાંચવો જરૂરી છે.