________________
૩૬૦
ઉપદેશપદ : ભાગ-૧ ક્યાંય પણ રમ્ય મનુષ્યભવ પામીને ફરી પણ વિષ્ટાનો કીડો થયેલો જેમ અધિક દુઃખને અનુભવે છે તેમ દેવલોકમાંથી અહીં આવેલો પૂર્વના ચારિત્રને યાદ કરીને અત્યંત ઉદ્વિગ્ન મનવાળો હું ક્યાંય પણ સુખ મેળવતો નથી તેથી મને દીક્ષાના પ્રદાનથી કૃપા કરો અને ત્યારપછી પોતાના સ્વહસ્તે અનશનદાનથી કૃપા કરો. પછી ગુરુ કહે છે કે સાર્થવાહી ભદ્રા અને તારા સ્ત્રી આદિ પરિજનને પૂછીને તેમ કર. અવંતિસુકમાલે કહ્યું. હું અત્યંત ઉત્સુક છું, કોઈપણ વિલંબને સહન કરી શકું તેમ નથી. કાળના વિલંબથી તથા સૂત્રપરિણતિના પ્રમાણથી આ સ્વયં સાધુના વેશને ગ્રહણ ન કરી લે તેથી શુદ્ધોપયોગમાં પ્રધાન એવા સુહસ્તિ ગુરુએ તત્કણ જ દીક્ષા તથા નિરાગાર (આગાર વિનાનું) અનશન પચ્ચકખાણ સ્વયં જ આપ્યું. તે જ સમયે તે કંથાર વૃક્ષની ઝાડીમાં ગયો. તરત જન્મેલા પોતાના બચ્ચાઓની સાથે ત્યાં રહેલી શિયાળણીએ ગુપ્ત સ્થાનમાં રહેલા તેને જોયો. અધિક ભૂખથી પીડાયેલી તે પહેલા પહોરમાં એક પગમાં લાગી. બીજા પગમાં તેના બચ્ચા વળગ્યા. બીજા અને ત્રીજા પહોરમાં બંને સાથળમાં અને ચોથા પહોરમાં પેટમાં વળગ્યા. આથી જ પોતાના દેહથી આત્માને ભિન્ન ઇચ્છતો (જોતો) પોતાની સમાધિના લાભમાં તે મહાત્મા મેરુની જેમ નિશ્ચલ થયો. આ લોક પરલોકમાં મમત્વ વિનાનો આ વ્રતથી જે ફળ સ્વર્ગ કે મોક્ષ મળતું હોય તે સ્વયં જ ફળ થાઓ. પેટના પ્રદેશના ભક્ષણ સમયે તે મરીને નલિનીગુલ્મ વિમાનમાં મોટી ઋદ્ધિવાળા દેવભવને પામ્યો. દુષ્કર સંયમથી નીકળ્યો હોવા છતાં, મોક્ષકાંક્ષાનો પક્ષ ઘણો ર્યો હોવા છતાં પણ નલિની ગુલ્મ વિમાનની અભિલાષા રૂપ લેશ્યા હોવાથી તે ત્યાંજ ઉત્પન્ન થયો. .
પ્રશ્ન –જો તે નલિની ગુલ્મ વિમાન વિશે એકાગ્ર ચિત્તવાળો થઇને મર્યો હોય તો મહર્ષિ કેવી રીતે કહેવાય ?
ઉત્તર–અવંતિસુકુમાલ મહર્ષિનું ચરિત્ર દુષ્કર અને ઉલ્લાસ (પ્રેરણા) કરનારું છે. એમ બીજા શાસ્ત્રોમાં કહ્યું હોવાથી મહર્ષિ કહેવાય છે. અને તેના વડે શરીર પણ તે જ રીતે ત્યાગ કરાયું એ આશ્ચર્ય છે.
આ શરીર અત્યંત ઉપકારી છે એમ માનતો તે દેવકાર્યો છોડીને તરત જ અહીં આવીને ગંધોદક વૃષ્ટિ અને સુગંધિ પુષ્પોના સમૂહથી તેને (ફ્લેવરને) પૂજે છે. પ્રત્યક્ષ રૂપને લઈને આર્યસુહસ્તિને નમીને જે રીતે આવેલો તે રીતે પાછો ગયો. સૂર્યોદય થયે છતે માતાને પગે લાગવા જેટલામાં ન આવ્યો તેટલામાં માતાએ તેને યાદ કર્યો ત્યારે ક્યાંયથી તેની ખબર ન મળી. પછી કોઈક રીતે તેની ભાળ મળી ત્યારે વજથી હણાયેલા પર્વતની જેમ સ્વજનવર્ગ