________________
૩૬૩
ઉપદેશપદ : ભાગ-૧ થાય છે. આથી ગચ્છનું પરિપાલન કરવું એ પણ પરમાર્થથી જિનકલ્પની યોગ્યતા જ છે. જેમ આ બે મહાપુરુષોએ પોતાની યોગ્યતા પ્રમાણે ઉદ્યમ કર્યો, તેમ સર્વકાર્યોમાં પોતાની યોગ્યતા પ્રમાણે ઉદ્યમ કરવો જોઇએ. (૨૨૧)
सम्प्रतीत्थं प्रवृत्तौ फलमाहएवं उचियपवित्ती, आणाआराहणा सुपरिसुद्धा । थेवावि होति बीयं, पडिपुनाए ततीए उ ॥२२२॥ 'एवम्'-आर्यमहागिरि-आर्यसुहस्तिन्यायेन 'उचितप्रवृत्तिः'-स्वावस्थोचितानुष्ठानारम्भरूपा, 'आज्ञाराधनाद्'-अर्हद्वचनानुपालनात् 'सुपरिशुद्धा'-अत्यन्तममलीमसा 'स्तोकाऽपि'-तथाविधकालक्षेत्रादिबलविकलतयाऽल्पापि, किं पुनः प्रभूताः, भवति'सम्पद्यते 'बीजम्'-उत्पत्तिहेतुः 'प्रतिपूर्णायाः तस्यास्तु'-तस्या एवोचितप्रवृत्तेः। यथा हि शुक्लपक्षप्रवेशात् प्रतिपच्चन्द्रमाः परिपूर्णचन्द्रमण्डलहेतुः सम्पद्यते तथा सर्वज्ञाऽऽज्ञानुप्रवेशात् तुच्छमप्यनुष्ठानं क्रमेण परिपूर्णानुष्ठानहेतुः सम्पद्यत इति ॥२२२॥
હવે આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી પ્રાપ્ત થતા ફળને કહે છે
ગાથાર્થ–આ પ્રમાણે થોડી પણ સુપરિશુદ્ધ ઉચિત પ્રવૃત્તિ અરિહંતનું વચન પાળવાના કારણે પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિનું બીજ થાય છે.
ટીકાર્થ–આ પ્રમાણે=આર્ય મહાગિરિસૂરિ આર્ય સુહસ્તિસૂરિના દષ્ટાંત પ્રમાણે. થોડી પણ=તેવા પ્રકારના કાલ-ક્ષેત્ર આદિની ખામીના કારણે થોડી પણ. સુપરિશુદ્ધ અતિશય શુદ્ધ. ઉચિત પ્રવૃત્તિ=પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાનનો પ્રારંભ કરવા રૂપ ઉચિત પ્રવૃત્તિ. બીજsઉત્પત્તિનો હેતુ.
ભાવાર્થ–પોતાની અવસ્થાને ઉચિત હોય તેવા અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવે તો એ પ્રારંભ તેવા પ્રકારના ક્ષેત્રાદિની ખામીના કારણે અલ્પ હોય તો પણ પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિનું કારણ બને છે, અર્થાત્ તેનાથી ભવિષ્યમાં પરિપૂર્ણ ઉચિત પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે.
જેવી રીતે શુક્લપક્ષમાં પ્રવેશ થવાના કારણે એકમનો ચંદ્ર પરિપૂર્ણ ચંદ્રમંડલનો હેતુ બને છે, તેવી રીતે સર્વજ્ઞની આજ્ઞાનો પ્રવેશ થવાના કારણે (પોતાની યોગ્યતા મુજબનું) અલ્પ પણ અનુષ્ઠાન ક્રમે કરીને પરિપૂર્ણ અનુષ્ઠાનનો હેતુ થાય છે.