________________
૩૫૬
ઉપદેશપદ : ભાગ-૧ આ ગજાગ્રપદ પર્વત તીર્થ છે એટલે પ્રસંગથી તીર્થનું વ્યાખ્યાન કરતા સૂરિ જણાવે છે–
ગાથાર્થ- કર્મોદયાદિ હેતુથી જે જીવને જે ક્ષેત્રમાં ગુણલાભ થાય તે ક્ષેત્ર તેનું તીર્થ બને છે. બીજા કેટલાક માને છે કે તથાસ્વભાવથી ગુણ લાભ થાય છે. (૨૧૨)
ટીકાર્થ- જે મુમુક્ષુને ગજાગ્રપદકાદિ ક્ષેત્રમાં જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થાય છે તે તેનું સંકટરૂપ સમુદ્રને તરવાના હેતુભૂત તીર્થ થાય છે. કેવી રીતે તીર્થ થાય છે ? કર્મના ઉદયભૂત હેતુથી થાય છે એટલે કે પુણ્યરૂપ કર્મના ઉદયથી અને આદિ શબ્દથી ઉદયરૂપ પાપ કર્મના ક્ષય અને ક્ષયોપશમથી થાય છે. કર્માદિના ઉદયનું કારણ ક્ષેત્ર છે. તેથી કર્મોદય હેતુથી થાય છે. કિલ શબ્દ આપ્તના પ્રવાદને સૂચવે છે. કહ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને પ્રાપ્ત કરીને કર્મના ઉદયનો ક્ષય-ક્ષયોપશમ અને ઉપશમ કહેવાયેલો છે. અહીં પણ મતાંતરને કહે છે– મનુષ્યક્ષેત્રની અંદર કોઈ એવો ક્ષેત્ર વિભાગ નથી જ્યાં અનાદિ અનંતકાળમાં અનંતા જીવો સિદ્ધ ન થયા હોય, સિદ્ધ ન થવાના હોય, તો શું નિયતક્ષેત્રને તીર્થ કહેવું ઉચિત છે ? પરંતુ તથાસ્વભાવત્વના નિયમથી જે જીવ જ્યાં વિશિષ્ટ ગુણને પામે છે. તે જ તેનું તીર્થ છે. (૨૬૨)
आराहिऊण ततियं, सो कालगतो तहिं महासत्तो । वेमाणिएसु मतिमं, उववन्नो इड्डिजुत्तेसु ॥२१३॥ 'आराध्य'-आराधनामानीय 'तृतीयं'-'भत्तपरिन्ना इंगिणि पाउवगमणं च होइ कायव्वं' इत्यनशनक्रममपेक्ष्य पादपोपगमननामकमनशनविधिं सः महागिरिः कालगतस्तत्रगजाग्रपदके 'महासत्त्वः'-प्रशस्तवीर्यः वैमानिकेषु देवेषु 'मतिमान्'-प्राज्यप्रज्ञाधनप्रधानः 'उपपन्नो'-लब्धजन्मो जातः 'ऋद्धियुक्तेषु'-परिवारादिविभूतिभाजनेषु ॥२१३॥
ગાથાર્થ તે તીર્થનું આરાધન કરીને ત્યાં જ કાળધર્મ પામીને તે મહાસત્ત્વ મતિમાન ઋદ્ધિમાન વૈમાનિક દેવલોકમાં ગયા. (૨૧૩)
ટીકાર્થ– ભક્ત પરિજ્ઞા, ઇંગિની મરણ અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારની અંતિમ આરાધના કરવા યોગ્ય છે. અનશનના આ ક્રમની અપેક્ષાએ ત્રીજા પાદપોપગમન અનશન વિધિને આરાધીને તે મહાસત્ત્વ મહાગિરિ ગજાગ્રપદ પર્વત પર કાળધર્મ પામી વૈમાનિક દેવલોકમાં ઋદ્ધિમાન દેવ થયા. (૨૧૩)
अथार्यसुहस्तिशेषवक्तव्यतामाहइयरो उज्जेणीए, जियवंदण वसहिजायणा साहू । भद्दागेहम्मी जाणसालत्थाणं णलिणिगुम्मे ॥२१४॥