________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૫૫ તે એલકાક્ષ નગરમાં દશાર્ણકુટ નામનો પર્વત હતો. અને તે ગજાગ્રપદ તરીકે જે રીતે પ્રસિદ્ધ થયો તે કહેવાય છે. દશાર્ણભદ્ર નામનો રાજા દશાર્ણ દેશનું પાલન કરે છે ત્યારે ચરમ તીર્થપતિ શ્રી વીર જિનેશ્વર દશાર્ણપર્વતના શિખર ઉપર સમોવસર્યા, જ્યારે દશાર્ણભદ્ર ઇન્દ્રની
દ્ધિ જોઈ ત્યારે પોતાની સમૃદ્ધિના અનાદરથી સર્વચારિત્રના સ્વીકાર સ્વરૂપ બોધ થયો તથા ઐરાવણના પગના સુયોગથી તે પર્વત ગજાગ્રપદ તરીકે લોકમાં પ્રસિદ્ધ થયો. (૨૦૯)
હવે શક્રની વિભૂતિને બતાવે છે. શકેન્દ્ર વડે આરૂઢ કરાયેલ હાથીને દાંતો હતા તેમાં વાવડીઓ હતી, વાવડીઓમાં કમળો હતા. કમળોની પાંદડીઓ હતી. અહીં દાંત, પુષ્કરિણી, આદિ દરેકની સંખ્યા પૂર્વ પૂર્વથી આઠ-આઠ ગણી જાણવી. તેમાં એકેકે પાંદડી ઉપર બત્રીશ પાત્રબદ્ધ નાટક જોઈને દશાર્ણભદ્ર રાજાને સંવેગ થયો અને તત્ક્ષણ જ દીક્ષા સ્વીકારી. (૨૧૦)
હવે પ્રસ્તુત પ્રસંગે જણાવતા કહે છે–આ ગજાગ્રપદક નામના પવિત્ર શિખર ઉપર મહાગિરિએ દેહનો ત્યાગ કર્યો. કેવી રીતે ? તે ક્ષેત્ર પર તેમને સમાધિની પ્રાપ્તિ થઈ. બીજા આચાર્ય કહે છે કે સમાધિલાભથી ત્યાં કાળ કર્યો. કહેવાનો ભાવ એ છે કે તે ક્ષેત્રમાં સમાધિની પ્રાપ્તિ થઈ એટલું જ નહીં પણ સાનુંબધ સમાધિલાભને કારણે જન્માંતરમાં સમાધિલાભનું ફળ મળે છે એમ માનીને તેમણે ત્યાં કાળ કર્યો. (૨૧૧)
अयं च गजाग्रपदकपर्वतस्तीर्थमिति प्रस्तावात् तीर्थं व्याचिख्यासुराहजस्स जहिं गुणलाभो, खेत्ते कम्मोदयाइहेऊओ । तस्स तयं किल तित्थं, तहासहावत्तओ केई ॥२१२॥
'यस्य'-मुमुक्षोर्जीवस्य 'यत्र गुणलाभो'-ज्ञानादिगुणावाप्तिः 'क्षेत्रे'-गजाग्रपदकादौ નાયત 7 ત્યાદ–વદ્યાવિહેતુતઃ' વર્મા સાથે મિયો-વિપાલી, आदिशब्दाद् अशुभस्य घातिकर्मादेः क्षयक्षयोपशमोपशमा गृह्यन्ते, कर्मोदयादीनां हेतुः-कारणं क्षेत्रमेव तस्मात् कर्मोदयादिहेतुतः सकाशात् , किमित्याह-तस्य तत्, किलेति आप्तप्रवादसूचनार्थः, तीर्थं व्यसनसलिलतरणहेतुः सम्पद्यते, उक्तं च "उदयक्खयक्खओवसमोवसमा जं च कम्मुणो भणिया । दव्वं खेतं कालं भवं च भावं च संपप्प ॥१॥" इति । अत्रापि मतान्तरमाह-तथास्वभावत्वतः केचित्तीर्थं व्याकुर्वते । इहेदमैदंपर्यम्-किल मनुष्यक्षेत्राभ्यन्तरे स कश्चित् क्षेत्रविभागो नास्ति यत्रास्मिन् अनाद्यनन्ते कालेऽनन्ता न सिद्धाः, नापि सेत्स्यन्ति, अतः किं नाम नियतं तीर्थं वक्तुमुचितं, किंतु तथास्वभावत्वनियमाद् यो जीवो यत्र विशिष्टगुणलाभवांस्तस्य तदेव तीर्थमिति ॥२१२॥