________________
૩૫૪
ઉપદેશપદ : ભાગ-૧ છે. તેને વહન કરીને જિનકલ્પને સ્વીકારે. આ પ્રમાણે તુલના પંચકનો સ્વીકાર કરાયો છે જેના વડે એવા ભિક્ષા માટે ફરતા મહાગિરિ વસુભૂતિ-શ્રેષ્ઠીના ઘરે કુટુંબને પ્રતિબોધ કરવા અર્થે આવેલા સુહસ્તિ વડે જોડાયા અને વિધિથી અભુત્થાન કરાયું.(૨૦૭).
વસુભૂતિ શ્રેષ્ઠીને અચંબો થયો. અહો ! આનાથી આ કોઈક મહાન જણાય છે. સુહસ્તિ વડે તેમના ગુણોનું કથન કરાયે છતે શ્રેષ્ઠીને તેના ઉપર બહુમાન થયું. તેમની સમાચાર સાંભળીને વસુભૂતિ શ્રેષ્ઠીએ ઉક્ઝિતધર્મવાળી ગોચરી તૈયાર કરી.
પ્રશ્ન- વસુભૂતિએ આર્યસુહસ્તિ પાસે સાધુની સમાચાર સાંભળી તો પછી તેણે અનેષણીય ભોજન કેમ તૈયાર કર્યું ? તેવી શંકા કરીને કહે છે.
ઉત્તર–પ્રાયઃ શાસ્ત્રોના અર્થની વિચારણા કર્યા વિના દાનાભિલાષારૂપ શ્રદ્ધાથી તેણે ભોજન તૈયાર કરાવ્યું છે. (૨૦૫)
પછી મહાગિરિએ ઉપયોગ મુક્યો ત્યારે ઉક્ઝિતધર્મવાળી ગોચરી તેયાર કરી છે એવું જ્ઞાન થયું. આ અષણાનું કથન સાંજે આવશ્યક સમયે સુહસ્તિને કર્યું. પછી તે નગરમાંથી મહાગિરિ વિહાર કરી ગયા અને અવંતિ દેશમાં ગયા અને ત્યાં જીવિત સ્વામીની પ્રતિમા વાંદીને શ્રમણસંઘને સંબોધીને ચરમકાળની આરાધના માટે ઉજ્જૈનીમાંથી નીકળીને એલકાક્ષ નગરમાં ગયા. (૨૦૬)
. હવે એલકા નગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેને કહે છે. કોઈક મિથ્યાત્વી પતિએ સંધ્યા સમયે રાત્રિભોજનનું પચ્ચખ્ખાણ કરતી શ્રાવિકાનો ઉપહાસ કર્યો. તે શ્રાવિકા જેવી રીતે પચ્ચક્માણ લે છે તેવી રીતે તે મિથ્યાત્વી ક્યારેક દુર્વિનીતતાથી તેના વડે પ્રેરણા નહીં કરાયે છતે સ્વયં જ ગ્રહણ કર્યું. શ્રાવિકાએ તેને પચ્ચક્માણ લેતા વાર્યો છતાં તે અટક્યો નહીં. તેણે શ્રાવિકાના પચ્ચક્માણનો ઉપહાસ કર્યો ત્યારે ગુસ્સે થયેલી શાસનદેવીએ તેની બહેનનું રૂપ લઇને લાડુનો થાળ લઈને ધર્યો અને તેણે રાત્રે તેનું ભોજન કર્યું. (૨૦૭)
તેણે રાત્રી ભોજન કર્યું ત્યારે દેવીએ લપડાક મારીને આંખોના ડોળા કાઢી નાખ્યા. શ્રાવિકાએ દેવીની આરાધના માટે કાઉસ્સગ્ન કર્યો. લોકમાં સકલ કલ્યાણ રૂપી વૃક્ષને ઉગવા માટે ધર્મબીજને ભસ્મીભૂત કરનારો ઉદંડ દાહ થયો. તત્પણ કરી રહેલા બોકડાની આંખો તેના સ્થાને બેસાડી અને તે લાગી ગઈ. ત્યાર પછી (કરેલા પચ્ચક્ષ્મણના ભંગના ફળને જાણીને) આણે (મિથ્યાષ્ટિ પતિએ) જિન ધર્મનો સ્વીકાર કર્યો. પછી તે નિમિત્તથી દશાર્ણપુર નગર એલકાક્ષ તરીકે પ્રસિદ્ધ થયું. (૨૦૦૮)