________________
૩૫ર.
ઉપદેશપદ : ભાગ-૧ મનોગત ભાવને જાણીને શરદઋતુના વાદળ જેવા શરીરવાળા આઠ દાંતોથી યુક્ત મનોરમ ઊંચા હાથીને વિદુર્યો. દરેક દંતશૂળ ઉપર આઠ-આઠ વાવડી છે. દરેક વાવડી આઠઆઠ કમળોથી યુક્ત છે. એકેક કમળમાં આઠ-આઠ પાંદડી છે. એકેક પાંદડી ઉપર બત્રીશ બદ્ધપાત્ર નાટકોથી યુક્ત ઐરાવણ હાથી ઉપર સૂરસૈન્યથી ઢંકાયેલ છે દિશાઓનો સમૂહ જેના વડે એવો ઈન્દ્ર જિનની પાસે આવ્યો અને આકાશમાં પ્રદક્ષિણા કરીને, આગળના પગથી ઊંચો કરાવાયો છે પોતાનો હાથી જેના વડે એવો ઈન્દ્ર વંદન કરવા લાગ્યો. તે સ્થાને આવી પહોંચેલા દશાર્ણભદ્ર રાજાએ ઐરાવણ હાથીને જોયો. અહો ! મેં અતિ અદ્ભૂત આવા પ્રકારના હાથીને ન જોયો. ખરેખર આણે ઊંચો ધર્મ કર્યો છે જેથી આવા પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થઈ. અપુણ્યશાળી એવા અમારે પોતાની ઋદ્ધિ ઉપર કેવો ગર્વ કરવો ? તેથી હું ધર્મ કરવા ઉદ્યત થાઉં જેથી ઇચ્છિતની જલદીથી પ્રાપ્તિ થાય. તત્પણ જ વિરક્ત થયેલો દર્શાણભદ્ર સર્વ સંગનો ત્યાગ કરે છે, અર્થાત્ દીક્ષા લે છે. તે વખતે તેને પચાસ હજાર રથો હતા અને રતિના રૂપને જીતી લીધું છે જેમણે એવી સાતસો સુંદરીઓ હતી તથા અનેક હજાર હાથી-ઘોડા અને ઉદ્ભટ-શત્રુ સુભટોમાં અતિશય પરાક્રમી અનેક ક્રોડ પદાતિઓ હતા. મસ્તક પર ધારણ કરાઈ છે આજ્ઞા જેની એવા રાજાને ધન-ધાન્યોથી શોભતા લાખોની સંખ્યામાં ગ્રામ-આકર-ખેટ-કર્ષટ-નગરાદિ હતા. આમ આવા પ્રકારની ઋદ્ધિથી શોભતા ઉત્તમ રાજ્યને, ભવના સ્વરૂપને જાણ્યું છે જેણે એવા ધીરે તૃણની જેમ છોડ્યું. સર્વ જગતના જીવો માટે કલ્યાણકારી એવી દીક્ષાને ક્ષણથી સ્વીકારી. તેને જોઈને વિચારમાં ડૂબેલો ઈન્દ્ર આ પ્રમાણે વિચારે છે. આ પુણ્યપુરુષે વિચાર્યું હતું કે મારે ભુવનબંધુ(=ભગવાન)ને કોઈએ ક્યારેય પણ નમસ્કાર ન કર્યા હોય તેવા નમસ્કાર કરવા. તે સર્વ મહાનુભાવ ચારિત્રવાળાએ પરિપૂર્ણ કર્યું. આના સિવાય બીજો કોણ આ પ્રમાણે દીક્ષા લે? શુદ્ધ ચારિત્રના સંસેવનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અપુનરાગમન અને અપુનર્ભવ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો. ઐરાવણ હાથીના અગ્રપગના પ્રતિબિંબના પ્રભાવથી તે પર્વત ત્યારથી લોકમાં ગજાગ્રપદ નામે પ્રસિદ્ધ થયો. તે પવિત્ર ક્ષેત્રમાં સૂત્રમાં કહેવાયેલ વિધિ પૂર્વક સમાધિ મરણ પામીને મહાગિરિ દેવલોકમાં ગયા. બીજા પણ સુવિહિત પુરુષે પોતાની શક્તિને છુપાવ્યા વિના કાળને સાપેક્ષ રહી સારી રીતે ધર્મ આરાધવો જોઇએ. ૧. હાથીને આઠ દંતશૂળ છે. દરેક દંતશૂળ ઉપર આઠ-આઠ વાવડી છે તેથી ૮૮૮=૬૪ વાવડીઓ થઈ. દરેક
| આઠ આઠ કમળોથી યુક્ત છે. તેથી ૬૪૮=૫૧૨ કમળો થયા. દરેક કમળ આઠ આઠ પાંદડીઓથી યુક્ત છે. તેથી પ૧૨૪૮=૪૦૯૬ પાંદડીઓ થઇ. એકેક પાંદડી બત્રીશ પાત્રબદ્ધ નાટકથી સહિત છે તેથી ૪૦૯૬૪૩૨=૧૩૦૯૪૪ પાત્રબદ્ધ નાટકો થયા.