________________
૩૪૬
ઉપદેશપદ : ભાગ-૧
નહીં. મંત્રીઓએ રાજસભામાં રાજાને આ પ્રવાદ કહ્યો. પછી કુતૂહલથી જિજ્ઞાસિત (હર્ષિત) રાજાએ પોતાના પ્રધાનમંડળને કહ્યું: આને બોલાવો. તેણે કહ્યું: હે દેવ! તે આંધળો છે, તમારે જોવા યોગ્ય નથી, પછી પડદાની અંદર રખાયો. શુદ્ધ સ્વરને પૂરીને જેટલામાં ગાયું તેટલામાં ગૌરી(સ્ત્રી)ના ગીતથી હરણ આકર્ષિત થાય તેમ રાજા આકર્ષિત થયો. અતિખુશ થયેલા રાજાએ કહ્યું તું વરદાન માગ. અવસર પામી તે એક શ્લોક બોલ્યો.
चंदगुत्तजपुत्तो उ, बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुत्तो, अंधो जायइ कागिणिं ॥५२॥
ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસ્સારનો પૌત્ર, અશોકગ્રીનો પુત્ર એવો અંધ (કુણાલ) કાકિણી માગે છે પછી આશ્ચર્યચકિત રાજાએ કહ્યું: શું તું મારો પુત્ર કુણાલ છે ? હા તે જ છું. પછી પડદામાંથી બહાર કાઢીને સર્વાગથી ભેટાયો અને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું: તેં એક કાકિણી (એક દમડી) કેમ માગી? પાસે રહેલા મંત્રીવર્ગે કહ્યું: હે દેવ! મૌર્યવંશમાં કાકિણી શબ્દનો અર્થ રાજ્ય થાય છે, આ રાજ્યને માગે છે. હે પુત્ર! તું આંધળો છે, રાજ્યને સંભળવા યોગ્ય નથી. શું તારે પુત્ર છે? કુણાલ- છે જ. રાજા– કેટલી ઉંમરનો છે ? કુણાલ- હમણાં જ જન્મ્યો છે. પછી તત્ક્ષણ જ તેનું નામ સંપ્રતિ રાખ્યું. તે દ્રમક મનુષ્યનો જીવ મરીને તેના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. દશ દિવસનો લૌકિક વ્યવહાર પૂર્ણ થયે છતે મંત્રી વગેરેએ તેનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. અશોકથી રાજ્ય સોંપી પરલોકના કાર્યમાં તત્પર થયો, અર્થાત્ ધર્મારાધનામાં રત થયો. સંપ્રતિ પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પ્રતિદિન શરીર અને રાજ્ય લક્ષ્મીથી વધતો યૌવનને પામ્યો. (૫૯)
હવે ક્યારેક અપ્રતિબદ્ધ વિહારથી વિહાર કરતા પવિત્ર ગુણવાળા મુનિનાથ, આર્યસુહસ્તિસૂરિ પાટલીપુર આવ્યા. ઘણાં ઉત્તમ સાધુઓના સમૂહથી વિટંળાયેલા બહાર ઉદ્યાનમાં રહ્યા. પ્રાસાદમાં રહેલા સંપ્રતિ રાજાએ તેમને જોયા. આકાશમાં જેમ ગ્રહ-નક્ષત્રતારાના સમૂહની અંદર શરદઋતુનો ચંદ્ર ચાલે તેમ લોકને પ્રમોદ કરતા, ચતુર્વિધ સંઘથી અનુસરાતા આર્યસુહસ્તિસૂરિ રાજમાર્ગ પર આવ્યા. મેં પૂર્વે ક્યાંક આમને જોયા છે એમ મનમાં વિતર્ક કરતા એકાએક પૃથ્વી પર ઢળી પડ્યો અને શીતળ જળથી સિંચાયો. વીંઝણાના પવનથી વીંઝાયેલો, મૂર્છાકાળ પૂર્ણ થયો ત્યારે જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને પૂર્વ વૃત્તાંતને જાણ્યો. તત્ક્ષણ જ પરમ હર્ષને પામેલો સર્વાગે પણ ઘણા રોમાંચને અનુભવતો મુનિપતિની પાસે આવ્યો. વંદન કરીને સૂરિને વિનંતિ કરી પૂછયું: જિનેશ્વરોના ધર્મનું શું ફળ છે ? મુનિ પતિએ કહ્યું: જિનેશ્વરોના ધર્મનું ફળ સ્વર્ગ કે મોક્ષ છે. રાજા–