________________
૩૪૪
ઉપદેશપદ : ભાગ-૧ ગણનાયક ભગવાન સ્થૂલભદ્ર અનુયોગની અનુજ્ઞા અને બે વિભાગ કરાયેલ ગચ્છની અનુજ્ઞા આઓને એકી સાથે આપીને પછી સકળ જીવરાશિને ખમાવીને, વિશુદ્ધ અનશન સ્વીકારીને કાળ કરે છતે દેવલોકમાં ઉત્પન્ન થયા.
| વિનય અને નયના ભંડાર એવા આર્ય મહાગિરિ સંપૂર્ણ શ્રુત જેના વડે નથી ભણાયું એવા સુહસ્તિ નામના સૂરિના ઉપાધ્યાયપણાને પામ્યા. હવે કોઈક વખત મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા જીવો માટે સાર્થવાહ સમાન, મુનિઓમાં શ્રેષ્ઠ એવા સુહસ્તિસૂરિ શ્રમણ સંઘની સાથે વિહાર કરીને કૌશાંબી નગરીમાં પહોંચ્યા. રાજા વગેરે ઉત્તમલોક પ્રતિદિવસ વંદનધર્મશ્રમણ અને પૂજનમાં તત્પર થયો. તેમાં એક દ્રમક છે જે નગરલોકની સાથે સૂરિની પાસે આવે છd, રોમાંચિત થયેલો અતિ હર્ષને અનુભવે છે ત્યારે તે દેશમાં અતિતીર્ણ દુષ્કાળ પડ્યો છે. પ્રાયઃ સકલ લોક અતિ દુઃખે કરીને પેટ ભરનારો થયો. લાંબા કાળ પછી દ્રમકે સૂરિના એક સાધુ સંઘાટકને ધનપતિના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરતા જોયો. સંઘાટકની પાછળ પાછળ ગયો. મને અહીં કાંઇક મળશે એવી આશાપૂર્વક જોતો હતો ત્યારે શ્રેષ્ઠીએ તે સાધુઓને સિંહ કેસરિયા લાડુઓ વહોરાવ્યા. સાધુઓ તેના ઘરમાંથી નીકળ્યા કે તુરત જ દ્રમકે પ્રણામપૂર્વક કહ્યું કે “આ મળેલા ભોજનમાંથી મને કંઈક આપો.” તેઓએ કહ્યું: હે ભદ્ર ! “આ ગોચરીના સ્વામી આચાર્ય ભગવંત છે તેથી અમારે આપવું ઉચિત નથી” તેઓની સાથે જ સૂરિ પાસે જઈને જેટલામાં ખાવાનું માગે છે તેટલામાં આણે અમારી પાસે ભોજનની માગણી કરી હતી એમ ભિક્ષાના લાભના વૃત્તાંતને સૂરિને કહ્યો. ગુરુ કહે છે કે ગૃહસ્થોને ભોજન આપવું કલ્પતું નથી જો તું દીક્ષા લે તો ભોજન મળે, નહીંતર નહીં. તેણે દીક્ષા લેવા સ્વીકાર્યું. શું આ આરાધના કરી શકશે? ગુરુ ઉપયોગ મૂકે છે. પછી જ્ઞાનથી નિશ્ચય કર્યો કે આ પ્રવચન પ્રભાવકોમાં ઉત્તમ પુરુષ થશે. પછી અવ્યક્ત સામાયિક ઉચ્ચરાવીને દીક્ષા આપી અને તેમાંથી પૂરતું ભોજન આપ્યું. પછી તે સમાધિવાળો થયો. અહો! આ કેવા પ્રસન્નપરિણામવાળા છે. સગાભાઈની જેમ મારા ઉપર અત્યંત કૃપાવાન છે. મને સર્વે કાર્યમાં મદદગાર (સહાયક) થાય છે. આવા પ્રકારની મનની વિચારણા રૂપી અમૃતરસથી સિંચાતું છે સર્વાગ જેનું, ઘણી ઉત્પન્ન થઈ છે ગુરુભક્તિ જેને એવો તે દિવસ વીતાવવા લાગ્યો. રાત્રિ થઈ એટલે અનુચિત ભોજનને કારણે તેને તીવ્ર વિસૂચિકા થઈ અને શુદ્ધ ભાવને પામેલો મર્યો. પાટલિપુત્ર નગરમાં મૌર્યવંશમાં બિંદુત્સાર રાજા હતો. જેનું વર્ણન પૂર્વ આવી ગયું છે. તેનો અશોકથી નામે પુત્ર રાજા હતો તેનો જીવથી અભ્યધિક કુણાલ પુત્ર હતો. જે ૧. અવ્યક્ત સામાયિક એટલે ઓઘથી લીધેલ, વિધિપૂર્વકનું નહીં.