________________
૩૪૩
ઉપદેશપદ : ભાગ-૧
अथ प्रस्तुते योजयत्राह-'एतस्मिन्' गजाग्रपदकनामके शिखरिणि 'पुण्यक्षेत्रे' शुभकारिणि प्रदेशे 'तेन'-महागिरिणा सूरिणा 'कालो' देहत्यागलक्षणः कृतः અવિક્તિન' સુમત્તેિન I jતો. ?, યતઃ તતઃ ક્ષેત્રોત્ સમાધિનામો નાસ્તસ્ય, अन्येत्वाचार्या आचक्षते–'पुनरपि' भूयोऽपि तल्लाभात्-समाधिलाभात् तत्र कालः कृतः, इदमुक्तं भवति-तत्र क्षेत्रे लब्धः समाधिः सानुबन्धसमाधिलाभफलत्वेन पुनरपि जन्मान्तरे समाधिलाभफलः सम्पद्यत इति कृत्वा तेन तत्र कालः कृतः ॥२११॥
આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિનું કથાનક આ ભરતક્ષેત્રમાં વીર ભગવાન પછી ઉત્તમ ધર્મના આરાધક એવા સુધર્મ નામના ગણાધિપ થયા. જંબૂદ્વીપમાં જંબૂવૃક્ષની જેમ સાધુ-સાધ્વીના નાયક જંબૂ નામના સૂરિ થયા. ત્યાર પછી ગુણોનું જન્મસ્થાન એવા પ્રભવ સ્વામી થયા, ત્યાર પછી ભવપરંપરાને હરનાર શધ્યમભવ સૂરિ થયા. ત્યારપછી નિર્મળશીલ અને યશસ્વી, ભદ્રિક એવા યશોભદ્રસૂરિ થયા. દુર્ધર પરિષહ અને ઇન્દ્રિયજયથી પ્રગટ થયું છે ઘણું માહભ્ય જેનું એવા ગુણવાનોમાં ગૌરવ સ્થાનને પામેલા એક સંભૂતિવિજય નામના અને નગરને કંપાયમાન કરે તેવા બે શ્રેષ્ઠ બાહુ છે જેને એવા બીજા ભદ્રબાહુ એમ મસ્તક ઉપર ધારણ કરાતા ગુરુના પ્રતિબિંબ સમાન બે શિષ્યો થયા, સ્થૂલભદ્ર મુનીશ્વર અતિ નિર્મળ વિશાળ અને કલ્યાણકારી હતા. મહાદક્ષ એવા તેણે સંભૂતિવિજય આચાર્ય પાસે દીક્ષા લીધી તથા શ્રીભદ્રબાહુસ્વામી પાસે દૃષ્ટિવાદ શ્રુતને ગ્રહણ કર્યું. અને તેથી જ ચૌદપૂર્વના પારંગત થઈ યશને ઉપાર્જન કર્યો. કઠોર પરિષહ રૂપી પવનના સમૂહો માટે મેરુપર્વત જેવા, ઘણા વિસ્તૃત ગુણથી જિતાયો છે આકાશનો વિસ્તાર જેના વડે એવા આર્ય મહાગિરિ આચાર્ય તેમના એક શિષ્ય હતા અને સર્વજીવો સુખી થાય એવું ઇચ્છનારા, સુસ્તીની ગતિના ગમનથી રંજિત કરાયો છે લોકોનો સમૂહ જેના વડે એવા બીજા આર્ય સુહસ્તિ મુનિપુંગવ હતા. ક્ષીરસમુદ્ર સમાન ઉજ્વળ કીર્તિના સમૂહથી પૂરાયેલો છે દિશાઓનો અંત જેઓ વડે એવા બંને પણ આચાર્યો હરહાર' અને બરફ સમાન ઉજ્જવળ સુંદરરૂપ અને શીલગુણવાળા છે. બંને પણ પ્રતિબોધના કાર્યમાં જુદા જુદા ગ્રામ–આકર–નગરમાં રહેલા ભવ્ય જીવો રૂપી કમળવનોને વિકસિત કરવામાં સૂર્યમંડળ સમાન છે. તે બંને પણ રોહણાચલ પર્વતના ખાણભૂત ઘણા ગુણોની ખાણ છે કેમકે અગણિત માહલ્યવાળા શ્રત રત્નોનું લોકમાં દુર્લભપણું છે. અંતિમ સમય થયો ત્યારે ૧. હરહાર એક અતિ સફેદ ઘાસ છે.