________________
૩૨૨
ઉપદેશપદ : ભાગ-૧
ટીકાર્થ– આથી- આજ્ઞા બાહ્ય ઉપશમ પરિણામે દુઃખરૂપ ફળવાળું હોવાથી.
અન્ય દર્શનીઓએ કહ્યું છે– બૌદ્ધો વગેરેએ પોતાના શાસ્ત્રોમાં કહ્યું છે. તે આ પ્રમાણે– કેવળ ક્રિયાથી થયેલો કર્મક્ષય દેડકાના ચૂર્ણ સમાન છે, અને ભાવનાથી (=ભાવના જ્ઞાનથી) થયેલો કર્મક્ષય દેડકાની ભસ્મ(–રાખ) સમાન છે” (દેડકાના ચૂર્ણમાંથી પાણી-માટી વગેરે સામગ્રી મળતાં દેડકાની ઉત્પત્તિ થવાની શક્યતા છે. કેમકે તેમાં ઉત્પત્તિની શક્તિ નષ્ટ થઈ નથી. દેડકાની ભસ્મમાંથી ક્યારેય દેડકાની ઉત્પત્તિ ન થાય. કારણકે તેમાં ઉત્પત્તિની શક્તિ નષ્ટ થઈ ગઈ છે.)
કેવલ ક્રિયાથી– સમ્યમ્ વિવેકનો અભાવ હોવાથી બાલતપ કરવો, અજ્ઞાન પણે ચારિત્ર પાળવું, ઇચ્છા વિના ઠંડી-ગરમી વગેરે સહન કરવું ઇત્યાદિ કેવળ ક્રિયાથી, અર્થાત્ જ્ઞાન વિના એકલી બાલતપ વગેરે ક્રિયાથી.
દોષો– કામ, ક્રોધ, લોભ અને અભિમાન વગેરે દોષો.
(ટીકામાં મપનીતા ઇત્યાદિનો અર્થ આ પ્રમાણે છે- જાણે દૂર કરાયા હોય તેવા, અર્થાત્ ઉત્પન્ન થયેલી અવસ્થાને છોડાવાયેલા, એટલે કે મંદ કરાયેલા)
(મધુકૂળભૂવન્ય એ સ્થળે કંઈક ન્યૂન એ અર્થમાં વન્ય પ્રત્યય આવ્યો છે. એથી તમા વિદ્ઘિતૂન એમ સત્ય પ્રત્યયનો અર્થ જણાવ્યો છે. દેડકાના ચૂર્ણથી કંઈક ન્યૂન દોષો તે મvહૂ ગૂ જ્ય દોષો. અહી તાત્પર્યાર્થ તો “દેડકાના ચૂર્ણ જેવો” એવો છે.)
આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે- જેમ દેડકાના ચૂર્ણમાંથી પાણી-માટી વગેરે સામગ્રી મળતાં દેડકા ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાન વિના કેવળ ક્રિયાથી મંદ કરાયેલા દોષો ફરી નિમિત્ત મળતાં તીવ્ર બને છે. (૧૯૧)
सम्मकिरियाए जे पुण, ते अपुणब्भावजोगओ चेव । णेयग्गिदड्डतच्चुन्नतुल्ल मो सुवयणणिओगा ॥१९२॥
'सम्यकक्रियया' सर्वार्थेष्वभ्रान्तबोधगर्भया तथाविधव्रतादिसेवनरूपया ये पुनरपनीताः क्लेशाः, 'तेऽपुनर्भावयोगतश्चैव', पुनर्भावयोगः-अपनीतानामपि तथाविधसामग्रीवशात् पुनरुन्मीलनं, तत्प्रतिषेधादपुनर्भावयोगस्तस्मादेव ज्ञेयाः, अग्निदग्धतच्चूर्णतुल्या वैश्वानरप्लुष्टप्लवककायचूर्णाकाराः । मो' इति पादपूरणार्थः । कुत इत्याह'सुवचननियोगात्' कषच्छेदतापताडनशुद्धाप्तवचनव्यापारणात् । यथा हि मण्डूकचूर्णो दाहमन्तरेण निर्जीवतामापन्नोऽपि तथाविधप्रावृडादिसमयसमुपलब्धावनेकप्रमाण