________________
૩૨૧
ઉપદેશપદ : ભાગ-૧ આથી તે વખતે તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું. એ પુણ્યના કારણે તે બંને મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્યભવમાં આવ્યા. તે ભવમાં પાપાનુબંધી પુણ્યના ઉદયથી ભયંકર પાપો કરીને બંને નરકમાં ગયા. આમ ઉપશમ ભાવથી પરિણામે અધિક દુઃખ મળ્યું.)
વિપરીત જ્ઞાનરૂપ મોહ પ્રબળ હોય ત્યારે મંદ બનેલા રાગ-દ્વેષ પાપાનુબંધી સાતા વેદનીયકર્મના અને મિથ્યાત્વ મોહનીયના બંધનું કારણ બને છે. (એથી જ્યારે સાતા વેદનીયકર્મ બંધાય ત્યારે સાથે સાથે મિથ્યાત્વ મોહનીયકર્મ પણ બંધાય.) પછી ભવાંતરમાં તે પુણ્યના વિપાકથી સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના મિથ્યાત્વ મોહનીયનો પણ ઉદય થાય છે. એથી જ હિતકર અહિતકર કાર્યોમાં મૂઢતાને પામેલા(–આ કાર્ય મારા માટે હિતકર છે, આ કાર્ય મારા માટે અહિતકર છે એવા જ્ઞાનથી રહિત) તે જીવો મલિન કાર્યો કરે છે. પછી પૂર્વે ઉપાર્જન કરેલ પુણ્યાભાસ રૂપ કર્મ પૂર્ણ થઈ જતાં નરકાદિ દુઃખ રૂપ અપાર સમુદ્રમાં ડૂબી જાય છે.
આ ગાથામા હંત અવ્યય પ્રત્યધારણ અર્થમાં છે. આનાથી ગ્રંથકાર એમ કહે છે કે અમારાથી અવધારણ કરીને આ જે કહેવાઈ રહ્યું છે તેનું તમે પ્રત્યપધારણ કરો. (૧૯૦)
एतदेव तीर्थान्तरीयमतेन संवादयन्नाहएत्तो च्चिय अवणीया, किरियामेत्तेण जे किलेसा उ । मंडुक्कचुन्नकप्पा, अन्नेहि वि वन्निया णवरं ।।१९१॥
इत एवाज्ञाबाह्यशमस्य दुःखपरिणामफलत्वाद् हेतोः । किमित्याह- 'अपनीता' इवापनीताः समुद्भूतावस्थां त्याजिताः, 'क्रियामात्रेण' क्रिययैव बालतपश्चरणाऽकामशीतोष्णाद्यधिसहनरूपया सम्यग् विवेकविकलत्वेन केवलया वक्ष्यमाणतुशब्दस्य पुनरर्थस्येहाभिसम्बन्धाद् 'ये' तु ये पुनः 'क्लेशा' कामक्रोधलोभाभिमानादयो दोषाः, ते मण्डूकस्य भेकस्य मृतकस्य सतस्तथाविधप्रयोगाद् यश्चूर्णः अतिसूक्ष्मखण्डसमूहलक्षणो मण्डूकचूर्णस्तस्मात् किञ्चिदूना मण्डूकचूर्णकल्पा वर्त्तन्ते । इत्यन्यैरपि तीर्थान्तरीयैः सौगतादिभिर्वर्णिताः स्वशास्त्रेषु निरूपिता 'नवरं' केवलम् । तदुक्तं"क्रियामात्रतः कर्मक्षयो मण्डूकचूर्णवत्, भावनातस्तु तद्भस्मवत्" इत्यादि ॥१९१॥
આ જ વિષયને અન્ય દર્શનીઓના મતની સાથે સંવાદી(–સમાન) કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– આથી જ અન્ય દર્શનીઓએ પણ કેવળ ક્રિયાથી જ મંદ કરાયેલા દોષો દેડકાના ચૂર્ણ તુલ્ય છે એમ કહ્યું છે. ૧. ગાથામાં રહેલા પાવરં અવ્યયનો અર્થ આ પ્રમાણે છે- કેવળ દેડકાના ચૂર્ણ તુલ્ય છે, દેડકાની ભસ્મ(રાખ)તુલ્ય
નથી.