________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૧૯ ઉત્તર- જે રાગ-દ્વેષ બીજ રહિત બની ગયા હોય અથવા તો બીજ રહિત બનવાની સન્મુખ થયા હોય(–નજીકના કાળમાં બીજ રહિત બનવાના હોય) તેવા રાગ-દ્વેષ મંદ કહેવાય. (બીજ રહિત બનેલા રાગ-દ્વેષ ફરી ક્યારેય પ્રબળ બને નહિ. બલ્ક અધિક ઘટતા જાય.)
પરિણામ શબ્દનો અર્થ પૂર્વે ૧૮૭મી ગાથામાં કહ્યો છે. પ્રશ્ન- અહીં મોહ એટલે શું ?
ઉત્તર– મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી થતું વિપરીત જ્ઞાન તે મોહ. આવો મોહ ગુણવાન પુરુષના પ્રતિપાદનથી (–સમજાવવાથી) પણ દૂર ન કરી શકાય તેવો બળવાન હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા ન થાય.
પ્રશ્ન- મંદતા એટલે શું ?
ઉત્તર- મંદતા એટલે શક્તિ નષ્ટ થઈ જવી. અર્થાત્ રાગ-દ્વેષ જે શક્તિથી ઉત્પન્ન થાય છે તે શક્તિ નષ્ટ થઈ જાય તેને રાગ-દ્વેષની મંદતા કહેવામાં આવે છે. (કોઈ પણ વસ્તુમાંથી ઉત્પત્તિની શક્તિ નષ્ટ થઈ ગયા પછી તે વસ્તુ ફરી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થઈ ગયેલી વસ્તુ સમય જતાં તદન નષ્ટ થઈ જાય. પ્રસ્તુતમાં રાગ-દ્વેષની શક્તિ નષ્ટ થઈ ગયા પછી ગમે તેવાં નિમિત્તો મળે તો પણ રાગ-દ્વેષ પ્રબળ ન થાય અને સમય જતાં સર્વથા નાશ પામે. મિથ્યાત્વમોહ રાગ-દ્વેષની શક્તિ છે. આથી મિથ્યાત્વ જ્યાં સુધી પ્રબલ હોય ત્યાં સુધી રાગવૈષની શક્તિ નષ્ટ ન થાય એથી રાગ-દ્વેષ મંદ ન બને.).
પ્રશ્ન- મૂળગાથામાં હૃહિ એવો પ્રયોગ શા માટે છે ?
ઉત્તર–રિ એવો પ્રયોગ કરીને ગ્રંથકાર નજીકમાં રહેલા અને જોતા એવા સભ્યજનને એમ કહે છે કે જો મોહ પ્રબળ હોય ત્યારે રાગ-દ્વેષની મંદતા થતી હોય તો તમે જાતે જ જુઓ. કારણ મંદ થયા વિના કાર્ય મંદ ન થાય. જેમકે, અતિશય હિમ પડતું હોય ત્યારે રોમરાજી વિકસ્વર થવી વગેરે શરીર વિકારો મંદ પડતા નથી. (૧૮૯)
ननु मिथ्यादृशामपि केषाञ्चित् स्वपक्षनिबद्धोद्धरानुबन्धानामपि भूयानुपशमः प्रबलमोहत्वेऽपि दृश्यते, स कथं जातः ? इत्याह
संमोहसत्थयाए, जहाहिओ हंत दुक्खपरिणामो । आणाबज्झसमाओ, एयारिसओ वि विन्नेओ ॥१९०॥ 'संमोहः' सन्निपातो युगपद्वातपित्तशुष्मसंक्षोभजन्यो व्याधिविशेषः, तस्य स्वस्थता देहादनुत्तारेऽपि कुतोऽपि वेलाबलादनुद्रेकावस्था संमोहस्वस्थता तस्यां सत्यामपि, यथा अधिकः प्रभूतः भूयः संक्षोभात् प्रागवस्थामपेक्ष्य जायते, हन्तेति प्रत्यवधारणे,