________________
૩૩૦
ઉપદેશપદ : ભાગ-૧ શુદ્ધ ઉપાય છે.”ઔષધ એટલે વ્યાધિની નિવૃત્તિનું કારણ. સંસાર ભયંકર જ છે, તેનું ઔષધ શુદ્ધ ધર્મ જ છે, આ પ્રમાણે જણાયે છતે માલતુષ આદિ મુનિએ નિર્ણય કર્યો કે પરમાર્થથી શુદ્ધ ધર્મ ગુરુકુલ સંવાસમાં પ્રાપ્ત થાય છે.
ગુરુકુલસંવાસ– ગુરુનું લક્ષણ પૂર્વે (૨૯ મી ગાથાની ટીકાના પ્રારંભમાં) કહ્યું છે કે કુલ એટલે પરિવાર. સં એટલે સમ્યક, સમ્યક્ = ગુરુકુલમાં રહેલી મર્યાદાથી. વાસ એટલે રહેવું. ગુરુકુલમાં જે મર્યાદાઓ હોય તે મર્યાદાઓને પાળવાપૂર્વક ગુરુકુલમાં રહેવું તે ગુરુકુલ સંવાસ.
પરમાર્થથી ગુરુકુલ સંવાસમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. અપરમાર્થરૂપ, નકલી સુવર્ણ સમાન, પરીક્ષાને સહન નહિ કરતો=કષાદિથી પરીક્ષામાં પાસ ન થનાર ધર્મ તો ગુરુકુલસંવાસ વિના પણ હોય. પણ તેનું અહીં કામ નથી. કારણ કે તે ધર્મનું ફળ સંસાર હોવાથી તે ધર્મ અસાર છે. આ પ્રમાણે જડ પણ માપતુષ વગેરે સાધુએ જાણ્યું હતું. (૧૯૪)
कुत एतदेवमिति चेदुच्यतेजं कुणति एवमेवं, तस्साणं सव्वहा अलंघतो । एगागिमोयणम्मिवि, तदखंडण मो इहं णायं ॥१९५॥
यद्यस्मात् कुरुते एवं निश्चयतः, एवं गुरुकुलसंवासं माषतुषादिः । कीदृश इत्याह'तस्य' गुरोराज्ञामिच्छामिथ्याकारादिपरिपालनरूपां 'सर्वथा' मनसा वाचा कायेन च अलङ्घयन्ननतिक्रामन् । नन्वेकाकिनस्तस्य किमित्याह-'एकाकिमोचनेऽपि' कुतोऽप्यशिवादिपर्यायादेकाकिनोऽपरसाधुसाहाय्यरहितस्य क्वचिद् ग्रामनगरादौ गुरुणा स्थापने सत्यपि 'तदखण्डना' गुर्वाज्ञानुल्लङ्घना वर्त्तते 'मो' इति प्राग्वत् । अयमत्राभिप्राय:बहुसाधुमध्ये लज्जाभयादिभिरपि भवत्येव गुर्वाज्ञानुल्लङ्घनम् । यदा त्वसौ एकाकितया युक्तोऽपि गुरुकुलवासप्रवृत्तां सामाचारी सर्वामनुवर्त्तते, तदा ज्ञायते निश्चयतो गुरुकुलसंवासवानसौ, तत्साध्यस्य क्रियाकलापस्य सर्वथाऽखण्डनात्, ‘इह' गुर्वाज्ञानुल्लङ्घने જ્ઞાતિ' દષ્ટાતો યમ્ ૨૨૧
માષતુષ આદિ મુનિએ આ પ્રમાણે જાણ્યું હતું એનો નિર્ણય શાના આધારે કરી શકાય એમ તમે પૂછતા હો તો તેનો ઉત્તર આપવામાં આવે છે–
ગાથાર્થ– કારણ કે ગુરુની આજ્ઞાનું સર્વથા ઉલ્લંઘન ન કરનારા તે મુનિ નિશ્ચયથી ગુરુકુલ સંવાસ કરે છે. એકલા મૂકવામાં આવે તો પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવા વિષે (હવે કહેવાશે તે) દષ્ટાંત જાણવા યોગ્ય છે.
ટીકાર્થ– મોષતુષ આદિ મુનિએ આ પ્રમાણે જાણ્યું હતું. કારણકે ગુરુની આજ્ઞાનું સર્વથા