________________
૩૩૬
ઉપદેશપદ : ભાગ-૧ અહીં બીજું પણ ચારિત્રીનું લક્ષણ જોડવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
જે માર્ગાનુસારી, શ્રાદ્ધ, પ્રજ્ઞાપનીય, ક્રિયાતત્પર, ગુણરાગી અને શક્ય આરંભ સંગત હોય તેને (શાસ્ત્રજ્ઞાતાઓ) સાધુ કહે છે.
ટીકાર્થ- (૧) માર્થાનુસારી– માર્ગ એટલે તાત્ત્વિક માર્ગ. (તાત્વિક માર્ગ એટલે મોક્ષમાર્ગ.) જે તાત્ત્વિકમાર્ગને અનુસરવાના સ્વભાવવાળો હોય તે માર્ગાનુસારી. માર્ગાનુસારી જીવ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી સ્વાભાવિક રીતે જ મોક્ષને અનુકૂલ પ્રવૃત્તિ કરે છે. ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ મોક્ષનું અવંધ્ય (-સફળ) કારણ છે. કોની જેમ ? જંગલમાં રહેલા અને વિવક્ષિત નગરની પ્રાપ્તિની સદ્યોગ્યતાથી યુક્ત એવા અંધપુરુષની જેમ.
તે આ પ્રમાણે– એક માણસ એકલો જંગલમાં ગયો. ત્યાં તેની બંને આંખો ફુટી જવાથી તે આંધળો બની ગયો. હવે તેણે શહેર તરફ ચાલવા માંડ્યું. આંધળો માણસ જંગલમાંથી સીધા રસ્તે શહેરમાં આવી જાય એ તદન અશક્ય તો ન જ કહેવાય. પણ દુઃશક્ય તો ખરું જ. પણ આ માણસ માટે એ સુશક્ય બની ગયું. તે સીધા રસ્તે સીધો શહેરમાં આવી ગયો. રસ્તામાં કાટાંકાંકરા પણ ન નડ્યા. આનું શું કારણ? આનું કારણ એ જ કે તેનું પુણ્ય પ્રબળ હતું. પ્રબળ સાતા વેદનીય કર્મ તેની સહાયમાં હતું. પ્રબળ સાતા વેદનીય કર્મનો ઉદય હોય તો અસાતાનાં કારણો ઉપસ્થિત થતા નથી. અહીં જેમ આંધળો માણસ તકલીફ વિના જંગલમાંથી શહેરમાં આવી ગયો. તેમ ભવરૂપ અટવીમાં પડેલો માર્ગાનુસારી જીવ વિશેષબોધ રૂપ ચક્ષુથી રહિત હોય તો પણ હિંસાદિ પાપના ત્યાગથી સીધો મોક્ષમાર્ગે ચાલે છે–મોક્ષને અનુકૂલ પ્રવૃત્તિ કરે છે.
(૨) શ્રાદ્ધ- તત્ત્વ(–જિનોક્ત જીવાદિ પદાર્થો) પ્રત્યે શ્રદ્ધાળુ. તત્ત્વ શ્રદ્ધાના શત્રુભૂત ક્લેશનો અતિશય બ્રાસ (=દર્શન મોહનીયનો ક્ષયોપશમ) થવાથી તત્ત્વ(કજિનોક્ત જીવાદિ પદાર્થો) પ્રત્યે જેને શ્રદ્ધા થઈ હોય તે શ્રાદ્ધ.
કોની જેમ ? જેને મહાનિધાન અવશ્ય પ્રાપ્ત કરવું છે અને એથી મહાનિધાનને ગ્રહણ કરવાની વિધિના ઉપદેશ પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેવા મનુષ્યની જેમ.
અહીં ભાવાર્થ આ છે- જેને મહાનિધાન પ્રાપ્ત કરવું છે તેવા પુરુષને મહાનિધાનને ગ્રહણ કરવાની વિધિના ઉપદેશ પ્રત્યે જેવી શ્રદ્ધા હોય તેવી શ્રદ્ધા ચારિત્રીને મોક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે હોય. કારણકે તેનામાં તાત્ત્વિક શ્રદ્ધાને રોકનાર દર્શનમોહ આદિ કર્મોનો લયોપશમ થયો હોય છે.
અથવા શ્રાદ્ધ એટલે વિહિત અનુષ્ઠાનને કરાવે તેવી રુચિવાળો.
(૩) પ્રજ્ઞાપનીય- ચારિત્રી જીવ માર્ગાનુસારી અને શ્રાદ્ધ હોય એથી જ પ્રજ્ઞાપનીય હોય. પ્રજ્ઞાપનીય એટલે કોઈક રીતે અનાભોગથી ખોટી પ્રવૃત્તિ થઈ જતાં તેવા પ્રકારના