________________
૩૩૮
ઉપદેશપદ : ભાગ-૧ 1 ટીકાર્થ– મોષતુષ આદિ મુનિ ચારિત્રી હતા તેનું લક્ષણ શું ? એ વિષયમાં અહીં કહે છે કે, ગુરુસંબંધી ભ્રમનો અભાવ એ તો લક્ષણ છે જ, કિંતુ ૧૯મી ગાથામાં કહેલ માર્ગનુસારિતા વગેરે બધુંય પણ માષતુષ વગેરે મુનિના ચારિત્રનું લક્ષણ છે.
માષતુષ વગેરે મુનિમાં માર્ગાનુસારિતા વગેરે હતું તેને જણાવનાર ચિહ્ન શું છે? એના જવાબમાં આ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે- માતુષ વગેરે મુનિ ગુરુના સાનિધ્યમાં જેવી રીતે પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સાધુ સામાચારીનું પાલન કરવા રૂપ ગુર્વાજ્ઞાન સંપાદન કરતા હતા તેવી જ રીતે ગુરુના વિરહમાં પણ ગુર્વાશાનું સંપાદન કરતા હતા. ગુરુના સાંનિધ્યની જેમ ગુરુના વિરહમાં પણ ગુર્વાજ્ઞાનું સંપાદન કરતા હતા એ જ માલતુષ વગેરે મુનિમાં માર્ગાનુસારિતા વગેરે ગુણો હતા એનું જ્ઞાપક(=જણાવનાર) લિંગ છે.(૨00)
ननु चारित्रिणो मोक्षं प्रत्यतिढानुरागत्वेनात्यन्तादौत्सुक्यादशक्यारम्भोऽपि न दुष्टः स्याद् इत्याशङ्क्याह
सत्तीए जतितव्वं, उचितपवित्तीऍ अन्नहा दोसो । महगिरिअजसुहत्थी, दिटुंतो कालमासज्ज ॥२०१॥
શ'-સામર્થ્ય વિકર્ષિતપ્રથોનનાનુ તિ “તિતવ્ય'-પ્રયતઃ વાઈ, किमविशेषेणेत्याह-'उचितप्रवृत्त्या' तत्तद्रव्यक्षेत्रकालभावैरबाध्यमानचेष्टारूपया । विपक्षे दोषमाह-'अन्यथा' उक्तप्रकारद्वयविरहे यत्ने क्रियमाणेऽपि दोषो वन्ध्यचेष्टालक्षणः सम्पद्यते, सफलारम्भसारत्वाद् महापुरुषाणामिति । अत्र 'महागिरिअजसुहत्थी' इति आर्यमहागिरिरार्यसुहस्ती च दृष्टान्तः-उदाहरणं 'कालं' व्यवच्छिन्नपरिपूर्णजिनकल्पाराधनायोग्यजीवं दुष्पमालक्षणमाश्रित्य, शक्तौ सत्यामुचितप्रवृत्त्या यत्ने कर्त्तव्यतयोपदिश्यमाने इति ॥२०१॥
ચારિત્રી જીવોને મોક્ષ પ્રત્યે અત્યંત દૃઢ અનુરાગ હોય છે, આથી મુક્તિ મેળવવાની અત્યંત ઉત્સુકતા હોય છે, આથી તેમનો અશક્ય પ્રારંભ પણ દુષ્ટ ન થાય (= ન બને) આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– શક્તિ હોય તો ઉચિત પ્રવૃત્તિથી પ્રયત્ન કરવો જોઇએ, અન્યથા દોષ છે. આ વિષે કાળને આશ્રયીને આર્યમહાગિરિસૂરિ અને આર્યસુહસ્તિસૂરિનું દૃષ્ટાંત છે.
ટીકાર્થ– શક્તિ- કરવાને ઇચ્છેલા કાર્યને અનુકૂળ સામર્થ. ઉચિત પ્રવૃત્તિથી- તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોથી બાધિત ન થાય તેવી ચેષ્ટાથી. અન્યથા દોષ છે પ્રયત્ન કરવા છતાં જો તે પ્રયત્ન શક્તિ વિના કર્યો હોય અને