________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૨૩ दर्दुररूपतया सद्य एवोद्भवति, तथा कायक्रियामात्रेण क्लेशाः प्रलयमानीता अपि भवान्तरप्राप्तौ तथाविधराज्यादिलाभकालेऽसह्यरूपतामादाय नरकादिफलाः सम्पद्यन्ते। स एव यथा चूर्णो दग्धः सन्निर्बीजतामागतस्तथाविधसामग्रीसंभवेऽपि नोन्मीलितुमुत्सहते, तथा सर्वज्ञाज्ञासम्पर्ककर्कशक्रियायोगतः क्लेशाः क्षयमुपनीताश्चक्रवर्त्यादिपदप्राप्तावपि नात्मानं लब्धुमलमिति ॥१९२॥
ગાથાર્થ– પણ જે દોષો સમ્યક્રક્રિયા દ્વારા દૂર કરાયેલા હોય તે દોષો અપુનર્ભાવના યોગથી જ અગ્નિથી બાળેલા દેડકાના ચૂર્ણ તુલ્ય જાણવા. કારણ કે તે ક્રિયામાં સુવચનનો યોગ કરાયેલો છે.
ટીકાર્થ–સમ્યક્રક્રિયા- સર્વ પદાર્થોમાં અભ્રાન્તબોધથી યુક્ત તેવા પ્રકારના વ્રતાદિનું સેવન.
અપુનર્ભવ યોગથી દૂર કરાયેલા પણ દોષો તેવા પ્રકારની સામગ્રીથી ફરી ઉત્પન્ન થાય તે પુનર્ભાવયોગ. પુનર્ભાવનો અભાવ (–ફરી દોષોની ઉત્પત્તિનો અભાવ) તે અપુનર્ભાવ.
સુવચનનો યોગ કરાયેલો છે– કષ, છેદ, તાપ અને તાડનથી શુદ્ધ એવા આપ્ત વચનનો યોગ કરાયેલો છે, અર્થાત્ સમક્રિયાનો સર્વજ્ઞ વચનની સાથે સંબંધ છે. એટલે કે સમ્યકક્રિયા સર્વજ્ઞના વચન પ્રમાણે થાય છે. સર્વજ્ઞનું વચન કષ આદિથી શુદ્ધ છે. (કષ આદિનો અર્થ આ પ્રમાણે છે- સોનું શુદ્ધ છે કે અશુદ્ધ છે તેની પરીક્ષા કષ-છેદ-તાપથી કરાય છે. તે આ પ્રમાણેપહેલી પરીક્ષા કરવા માટે સોનાને કસોટી પર કસી જોવામાં આવે છે. કસી જોતાં તે સોનાની રેખા પડે તો શુદ્ધ છે, પિત્તળની રેખા પડે તો અશુદ્ધ છે એમ નિર્ણય થાય. ક્યારેક એવું બને કે સોનું અંદર તો કથીર હોય, પણ માત્ર ઉપર સોનાનો ઓપ હોય. આથી કષરૂપ કસોટીમાં પાર ઉતર્યા પછી સોનાને છેદવામાં આવે-ટુકડા કરીને તપાસવામાં આવે. તેથી જો અંદર કથીર હોય તો સોનું અશુદ્ધ છે એમ નિર્ણય થાય. હજી પણ ચોક્કસાઈ કરવા માટે ત્રીજી પરીક્ષામાં સોનાને અગ્નિમાં નાખીને તપાવવામાં આવે છે. જેથી તેમાં આંખથી ન દેખાય તેવી માટી વગેરે સૂક્ષ્મ કચરો હોય તો દૂર થઈ જાય અને સોનું અત્યંત શુદ્ધ બની જાય.
તેવી જ રીતે સર્વજ્ઞવચન કષ આદિથી શુદ્ધ છે. તે આ પ્રમાણે
વિધિ અને પ્રતિષેધ કષ છે- વિધિ એટલે વિરુદ્ધ ન હોય એવા કરવા યોગ્ય કાર્યનો ઉપદેશ આપનારાં વાક્યો. જેમકે- સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ, ધ્યાન વગેરે કરવું જોઇએ. સમિતિ-ગુણિથી શુદ્ધ હોય એવી ક્રિયા કરવી જોઈએ. પ્રતિષેધ એટલે કોઇપણ જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું વગેરે નિષેધ કરનારાં વાક્યો. આવા વિધિ વાક્યો અને નિષેધ વાક્યો કષ છે. આ કષ સુવર્ણની પરીક્ષા માટે કસોટીના પથ્થરમાં કરેલી રેખા સમાન છે. આનો